Saurashtra University Recruitment 2024, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી : રાજકોટમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા રિસર્ચ આસીસ્ટન્ટ અને રિસર્ચ એસોસીએટ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનો સમયગાળો, નોકરીનો પ્રકાર સહિત તમામ માહિતી જાણવા માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી માટે અગત્યની માહિતી
સંસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોસ્ટ રિસર્ચ આસીસ્ટન્ટ અને રિસર્ચ એસોસીએટ જગ્યા 2 એપ્લિકેશન મોડ ઈમેઈલ દ્વારા નોકરીનો પ્રકાર કરાર આધારિત જાહેરાતની તારીખ 29 જુલાઈ 2024 અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયાના 15 દિવસની અંદર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી પોસ્ટની માહિતી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી અંતર્ગત રિસર્ચ એસોસિયેટ/સંશોધનની જગ્યા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ભારતની અનુસૂચિત જનજાતિઓની સંસ્કૃતિ, ઇતિહાસ અને ભૂગોળ. સંશોધન પ્રોજેક્ટ હશે શિક્ષણ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં હાથ ધરવામાં આવેલ છે. આ નિમણૂક 06 મહિના સુધીના સમયગાળા માટે સંપૂર્ણ રીતે કામચલાઉ હશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી અંગે શૈક્ષણિક લાયકાત
- રિસર્ચ એસોસીએટ : NET/SLET/M.Phil./Ph.D સાથે સામાજિક વિજ્ઞાન શિસ્તમાં અનુસ્નાતક (55% લઘુત્તમ)
- રિસર્ચ આસીસ્ટન્ટ : ઓછામાં ઓછા 55% સાથે સામાજિક વિજ્ઞાન શિસ્તમાં Ph.D./M.Phil./ અનુસ્નાતક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી અંગે પગાર
પોસ્ટ પગાર રિસર્ચ એસોસીએટ ₹ 20,000 રિસર્ચ આસીસ્ટન્ટ ₹ 16,000
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી 2024 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ આપેલી બાબતો ધ્યાનમાં લેવી.
- નિર્ધારિત ફોર્મેટ અને અરજીની સ્કેન કરેલી નકલો સાથે સ્વ-પ્રમાણિત સંબંધિત પ્રમાણપત્રો, ગ્રેડ/માર્કશીટ, પ્રકાશનો વગેરે ઈમેલ દ્વારા નીચે મુજબ પ્રોજેક્ટ ડાયરેક્ટરને મોકલવાની રહેશે.
- ઇમેઇલ ID: kpdamor@sauuni.ac.in છે
- સંસ્થા દ્વારા આ ભરતીની જાહેરાત 29 જુલાઈ 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી હતી ત્યારબાદથી 15 દિવસની અંદર ઉમેદવારોએ અરજી કરવાની રહેશે.
નોટિફિકેશન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, લાયકાત, અરજી પ્રક્રિયા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનો સમયગાળો, નોકરીનો પ્રકાર સહિત તમામ માહિતી જાણવા માટે આપેલું નોટિફિકેશન વાંચવું.
આ પણ વાંચો
- સાબરમતી યુનિવર્સિટી ભરતી : અમદાવાદમાં પ્રોફેસરથી લઈને લેબ આસીસ્ટન્ટ સુધીની નોકરી મેળવવાની જોરદાર તક, વાંચો સંપૂર્ણ માહિતી
- વડોદરા મહાનગરપાલિકા ભરતી : ITI પાસ ઉમેદવારો માટે વડોદરામાં જ નોકરીની જોરદાર તક, ₹ 63,000 સુધી પગાર, વાંચો બધી માહિતી
ઉમેદાવરોને ખાસ સૂચન કરવામાં આવે છે કે અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ લેખમાં આપેલું સંસ્થાનું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું. ત્યારબાદ અરજી કરવી.