Saurashtra University Recruitment, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી : લાખો રૂપિયાના પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે રાજકોટમાં નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રજીસ્ટાર અને પરીક્ષા નિયંત્રક પોસ્ટ ભરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી માટે વિવિધ પોસ્ટની વિગતો, પોસ્ટની જગ્યા, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની તારીખ, વય મર્યાદા, અરજી ફી, અરજી કરવાની પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી માટે મહત્વની વિગતો
સંસ્થા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ પોસ્ટ રજીસ્ટાર અને પરીક્ષા નિયંત્રક જગ્યા 2 અરજી ફી ₹1,000 અરજી કરવાની શરુઆતની તારીખ 18 સપ્ટેમ્બર 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર 2024 વેબસાઈટ https://www.saurashtrauniversity.edu/
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી પોસ્ટની વિગત
પોસ્ટ જગ્યા રજીસ્ટાર 1 પરીક્ષા નિયંત્રક 1
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી માટે શૈક્ષણિક લાયકાત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારો ઓછામાં ઓછા 55 ટકા માર્ક સાથે માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ.કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી માટે પગાર ધોરણ
પોસ્ટ પગાર રજીસ્ટ્રાર ₹ 1,44,200- ₹ 2,18,200 (level-14) પરીક્ષા નિયંત્રક ₹ 67,000- ₹ 2,08,700 (level-11)
અરજી કેવી રીતે કરવી
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સંસ્થાની વેબસાઈટ https://www.saurashtrauniversity.edu/ ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે
- ઉમેદવારોએ પોતાની અરજી 14 ઓક્ટોબર 2024, સાંજના 6 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- અરજી કર્યા બાદ ઉમેદવારોએ સબમીટ કરેલી અરજીની પ્રીન્ટ જરૂર કાઢી લેવી
ભરતી જાહેરાત
આ પણ વાંચોઃ- ઈસરોમાં નીકળી બમ્પર ભરતી, સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
ઉમેદવારોને સૂચન કરવામાં આવે છે. આ ભરતી માટે અરજી કરતા પહેલા સંસ્થાની https://www.saurashtrauniversity.edu/ વેબસાઈટ ઉપર આપેલી ભરતી અંગે વધારાની માહિતી ધ્યાન પૂર્વ વાંચી લેવી.