SBI Recruitment 2023: એસબીઆઈમાં ક્લાર્કની બમ્પર ભરતી! 17 નવેમ્બરથી અરજી શરૂ; જાણો ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ વિગત

SBI Clerk Recruitment 2023: એસબીઆઈએ ક્લાર્કની બમ્પર ભરતી કરવાની જાહેરાત બહાર પાડી છે. બેંકની નોકરી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ, લાયકાત, ફી સહિત તમામ વિગતો જાણો

Written by Ajay Saroya
November 16, 2023 20:09 IST
SBI Recruitment 2023: એસબીઆઈમાં ક્લાર્કની બમ્પર ભરતી! 17 નવેમ્બરથી અરજી શરૂ; જાણો ઓનલાઈન અરજી કરવાની સંપૂર્ણ વિગત
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) ભારતની સૌથી મોટી સરકારી બેંક છે. (Express Photo)

SBI Clerk Recruitment 2023: સરકારી બેંકમાં નોકરી મેળવવાનું સપનું જોતા યુવાનો માટે ખુશ ખબર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ એ 8 હજારથી વધુ જુનિયર એસોસિયેટ (ક્લાર્ક)ની જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ પદો માટે અરજી કરવાની પ્રક્રિયા નવેમ્બર 17, 2023 થી શરૂ થઈ રહી છે. અરજી કરવા માટે ઉમેદવારોએ સ્ટેટ બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે.

SBI એ ક્લેરિકલ કેડરમાં જુનિયર એસોસિયેટ પોસ્ટ્સ માટે ભરતી માટે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરતી સૂચના બહાર પાડી છે. કુલ 8238 જગ્યાઓ ઉપલબ્ધ છે, જેમાં જનરલ પદ માટે 3515, એસસી પોસ્ટ માટે 1284, એસટી પદ માટે 748, ઓબીસી પદ માટે 1919 અને ઇડબ્લ્યુએસ પદ માટે 817 ઓફિસરની નિમણુંક કરવામાં આવશે.

એસબીઆઈની આ પદો માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઈન અરજી કરવાનો સમય 17મી નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે અને અરજી કરવાની તક 7મી ડિસેમ્બર 2023 સુધી રહેશે. ઉમેદવારો માત્ર એક રાજ્ય માટે અરજી કરી શકે છે. ઉપરાંત, તમારે તે રાજ્યની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.

એસબીઆઈની જોબ માટે ફોર્મ કોણ ભરી શકે?

એસબીઆઈની આ નોકરીની ભરતી માટે સ્નાતક પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. ઉપરાંત, જે વિદ્યાર્થીઓ કોલેજના અંતિમ વર્ષમાં છે તેઓ પણ અરજી કરવા પાત્ર છે. ઉપરાંત ઉમેદવારોની ઉંમર 20 થી 28 વર્ષની હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં પણ છૂટછાટ આપવામાં આવશે.

એસબીઆઈ ભરતીની પસંદગી પ્રક્રિયા

SBI ક્લાર્ક ભરતી હેઠળ, ઉમેદવારોએ પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા પાસ કરવી પડશે. પ્રિલિમ પરીક્ષા 100 ગુણની હશે. જ્યારે મુખ્ય પરીક્ષામાં 200 ગુણના 190 પ્રશ્નો હશે. 100 માર્કસની ઓબ્જેક્ટિવ ટેસ્ટ ઓનલાઈન લેવામાં આવશે. આ કસોટી 1 કલાકની હશે જેમાં 3 વિભાગો હશે – અંગ્રેજી ભાષા, રિઝનિંગ . જે ઉમેદવારો પ્રિલિમ ક્લિયર કરશે તેમને મુખ્ય પરીક્ષા માટે બોલાવવામાં આવશે. મેઈન્સમાં સફળ થનારાઓને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. આ પછી અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે.

એસબીઆઈની ભરતીની અરજી ફી

બિનઅનામત વર્ગના ઉમેદવારોએ અરજી કરવા માટે 750 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. જ્યારે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને PWD શ્રેણીના ઉમેદવારોને અરજી ફીમાં મુક્તિ આપવામાં આવી છે. ઉમેદવારો ફી ઓનલાઈન જમા કરાવી શકશે.

આ પણ વાંચો |  જો તમે રેલવેમાં કામ કરવા ઈચ્છો છો તો આ તક ચૂકશો નહીં, જાણો નવી ભરતીની તમામ માહિતી

એસબીઆઈની ભરતી માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી?

(1) સૌ પ્રથમ ભારતીય સ્ટેટ બેંકની (એસબીઆઈ) સત્તાવાર વેબસાઇટ ઓપન કરો.

(2) હોમપેજ પર જાઓ અને SBI Clerk Recruitment 2023 Apply Online લિંક પર ક્લિક કરો.

(3) અહીંયા તમારું રજિસ્ટ્રેશન કરાવો, તમારા મોબાઇલ પર રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડનો એસએમએસ આવશે.

(4) અરજી ફોર્મ સંપૂર્ણપણે ભરો.

(5) જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો.

(6) હવે અરજી ફી ચૂકવો અને સબમિટ પર ક્લિક કરો.

(7) તમારું અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે.

(8) અરજી ફોર્મની એક નકલ સાચવી રાખો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ