SBI PO Prelims Result Out, SBI Exam Result Declared : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પ્રોબેશનરી ઓફિસર માટે પરીક્ષા આપનાર ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ મંગળવારના રોજ પ્રોબેશનરી ઓફિસર (PO) પરીક્ષા 2023નું પરિણામ જાહેર કર્યું છે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેઓ સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને તેમનું પરિણામ જોઈ અને ડાઉનલોડ કરી શકે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પ્રોબેશનરી ઓફિસરની જગ્યાઓ પર ભરતી માટેની પ્રારંભિક પરીક્ષા 01, 04 અને 06 નવેમ્બરના રોજ યોજાઈ હતી. આ ભરતી અભિયાનનો ઉદ્દેશ્ય જાહેરાત નંબર CRPD/PO/2023-24/19 હેઠળ પ્રોબેશનરી ઓફિસર્સ માટે કુલ 2000 ખાલી જગ્યાઓ ભરવાનો છે. ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા માટે SBI દ્વારા ત્રણ તબક્કાની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચોઃ- Railway Recruitment 2023 : ભારતીય રેલવે ભરતી, 1832 એપ્રેન્ટિસ માટે કરો અરજી, અહીં વાંચો સંપૂર્ણ વિગત
SBI PO 2023-24 માટે શોર્ટલિસ્ટ થવા માટે, ઉમેદવારોએ દરેક તબક્કામાં એટલે કે પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યૂમાં લાયક ઠરવું પડશે. 1લી, 4ઠ્ઠી અને 6ઠ્ઠી નવેમ્બર 2023ના રોજ યોજાયેલ SBI PO તબક્કા 1 રાઉન્ડમાં હાજર થયેલા ઉમેદવારો માટે SBI PO પ્રિલિમ્સ પરિણામ 2023 સત્તાવાર રીતે 21મી નવેમ્બર 2023ના રોજ www.sbi.co.in પર જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ- GPSC Recruitment 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી, લાયકાત, વય મર્યાદા, છેલ્લી તારીખ સહિતની સંપૂર્ણ માહિતી
SBI PO Prelims Result : પરિણામ કેવી રીતે તપાસવું?
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ sbi.co.in/web/careers પર જાઓ.
- હવે PO 2023 પરિણામ લિંક પર ક્લિક કરો.
- તમારી લૉગિન વિગતો દાખલ કરો અને સબમિટ કરો.
- પરિણામ તપાસો અને ડાઉનલોડ કરો.
- ભાવિ સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લો.





