SBI PO Recruitment 2025, SBI PO ભરતી 2025: બેંકિંગ સરકારી નોકરીની પરીક્ષાઓની તૈયારી કરી રહેલા ઉમેદવારોની રાહનો અંત આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ પ્રોબેશનરી ઓફિસર (SBI PO) ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. 541 જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારોને પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
SBI ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.
SBI ભરતી 2025 અંગેની મહત્વની માહિતી
સંસ્થા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પોસ્ટ પ્રોબેશનરી ઓફિસર જગ્યા 541 વય મર્યાદા 21થી 30 વર્ષ એપ્લિકેશન મોડ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 14 જુલાઈ 2025 ક્યાં અરજી કરવી ibpsonline.ibps.in
SBI PO ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
SBI બેંકમાં PO બનવા માટે યુવાનોએ માન્ય યુનિવર્સિટી કોલેજ અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી કોઈપણ વિષયમાં સ્નાતક હોવું જોઈએ. અંતિમ વર્ષ / છેલ્લા સેમેસ્ટરના ઉમેદવારો પણ આ ફોર્મ ભરી શકે છે. તેમણે 30 સપ્ટેમ્બર 2025 ની તારીખ મુજબ ગ્રેજ્યુએશન પાસિંગ સર્ટિફિકેટ આપવું કરવું પડશે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે વય મર્યાદા
SBI PO ફોર્મ ભરવા માટે ઉમેદવારોની ઉંમર 1 એપ્રિલ 2025 ના રોજ 21 વર્ષથી ઓછી અને 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો કે, અનામત શ્રેણીના ઉમેદવારોને નિયમો અનુસાર ઉપલી ઉંમરમાં છૂટછાટ મળશે.
SBI PO recruitment 2025 માટે પગાર
SBI PO ની પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને શરૂઆતનો મૂળ પગાર રૂ. 48,480 મળશે. આ ઉપરાંત, અન્ય પ્રકારના ભથ્થાં પણ મળવા પાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી ટિયર-1, ટિયર-2, ઇન્ટરવ્યુ વગેરે જેવા તબક્કાઓ દ્વારા કરવામાં આવશે.
અરજી ફી
બિનઅનામત / EWS / OBC ઉમેદવારોએ 750 રૂપિયા અરજી ફી ચૂકવવાની રહેશે.SC / ST / PwBD ઉમેદવારો માટે કોઈ ફી નથી.
ગુજરાત અને દેશમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
ટિયર 1 પરીક્ષા – જુલાઈ / ઓગસ્ટ 2025
SBI PO લેખિત પરીક્ષાના અભ્યાસક્રમમાં અંગ્રેજી, તર્ક અને જથ્થાત્મક યોગ્યતાનો સમાવેશ થાય છે. જેમાં ટિયર-1 માં 100 પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષાનો સમયગાળો 1 કલાકનો રહેશે. આ ભરતી સંબંધિત અન્ય કોઈપણ માહિતી માટે, ઉમેદવારો SBI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- એસબીઆઈ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ પહેલા ibpsonline.ibps.in જવું
- ત્યારબાદ રિક્રૂટમેન્ટ વિભાગમાં જઈને ઓનલાઈન અરજી કરી શકશે.
- ઓનલાઈન અરજી માટે ફાઈનલ સબમિટ કર્યા બાદ પ્રીન્ટ ચોક્કસ કાઢી લેવી.