એસબીઆઈ ભરતી 2024 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં સારા પગારની નોકરીઓ બહાર પડી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

SBI Recruitment 2024, SBI Bharti, એસબીઆઈ ભરતી 2024 : બેંકમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરીની સુવર્ણ તક છે. અહીં એસબીઆઈ ભરતી અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

Written by Ankit Patel
June 11, 2024 12:14 IST
એસબીઆઈ ભરતી 2024 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં સારા પગારની નોકરીઓ બહાર પડી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી - photo canva

SBI Recruitment 2024, SBI Bharti, એસબીઆઈ ભરતી 2024 : બેંકમાં નોકરીની શોધમાં રહેલા ઉમેદવારો માટે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં નોકરી કરવાની સુવર્ણ તક આવી ગઈ છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ 150 સ્પેશિયલ કેડર ઓફિસર્સની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જાહેરાત પ્રમાણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કુલ 150 જગ્યાઓની ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. સ ધરાવતા અને લાયક ઉમેદવારો આ ભરતી વિશે વિગતવાર માહિતી સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર મેળવી શકે છે.

એસબીઆઈ ભરતી 2024 માટે પોસ્ટની વિગત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદગી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા સહિતની જરૂરી મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારો એ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

એસબીઆઈ ભરતી 2024 ની મહત્વની માહિતી

સંસ્થાસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
પોસ્ટ સ્પેશિયલ કેડર ઓફિસર
જગ્યા 150
અરજી કરવાની છેલ્લી તારીખ 27 જૂન 2024
ક્યાં અરજી કરવીhttps://bank.sbi/web/careers/current-openings

એસબીઆઈ ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત

ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIBF) દ્વારા પ્રમાણિત ફોરેન એક્સચેન્જ (ફોરેક્સ) માં પ્રમાણપત્ર હોવું જરૂરી છે.

આ પણ વાંચોઃ- વડોદરા મહાનગરપાલિકા ભરતી, વડોદરામાં ITI, ધો.10 પાસ અને સ્નાતકો માટે નોકરીની સુવર્ણ તક

એસબીઆઈ ભરતી 2024 માટે અનુભવ

કોઈપણ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેંકમાં ટ્રેડ ફાઇનાન્સ સંબંધિત કામમાં એક્ઝિક્યુટિવ હોલ્ડિંગ સુપરવાઇઝરી ભૂમિકા તરીકે ઓછામાં ઓછો 2 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. આ અનુભવ શૈક્ષણિક લાયકાત મેળવ્યા પછી હોવો જોઈએ.

કેટલો પગાર મળશે?

એસબીઆઈ બેંક ભરતીની આ પોસ્ટ માટે મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ II (48170-1740/1-49910-1990/10-69810) મુજબ હશે. પગારની સાથે DA, HRA, CCA, પ્રોવિડન્ટ ફંડ, કોન્ટ્રીબ્યુટરી પેન્શન ફંડ જેવા ફંડ પણ ઉપલબ્ધ થશે. જોડાયા પછી છ મહિનાનો પ્રોબેશન પિરિયડ રહેશે.

આ પણ વાંચોઃ- ગુજરાત વિદ્યાપીઠ ભરતી : ડ્રાઈવરથી લઈને આસિસ્ટન્ટ પ્રોફેસર સુધીની નોકરીઓ, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

પસંદગી કેવી રીતે થશે?

સૌ પ્રથમ ઉમેદવારોને તેમની લાયકાત અને અનુભવના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે. આ પછી તમને સીધા ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. આ ઈન્ટરવ્યુ 100 માર્કસનો હશે. આ પ્રમાણે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

નોટિફિકેશન

ઉમેદવાર જે પોસ્ટ માટે અરજી કરી રહ્યો છે તે મુજબ શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને જરૂરી અનુભવ. બધા અરજદારોએ પોસ્ટની જરૂરિયાતો અને જાહેરાતમાં દર્શાવેલ અન્ય શરતોને પૂર્ણ કરવી આવશ્યક છે. વધુ વિગતો માટે ઉમેદવારોને સત્તાવાર સૂચના જોવાની સલાહ આપવામાં આવે છે.

કેવી રીતે અરજી કરવી?

આ ભરતી માટે અરજી કરતા રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ પહેલા અધિકૃત વેબસાઇટ – bank.sbi/careers ની મુલાકાત લેવી જોઈએ.

  • SBI SCO ભરતી માટે અરજી બટન પર ક્લિક કરો.
  • નોંધણી નંબર મેળવવા માટે જરૂરી વિગતો ભરો.
  • આ પછી રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને વેબસાઇટ પર લોગ ઇન કરો.
  • તમામ સૂચનાઓને ધ્યાનથી વાંચીને અરજી ફોર્મ ભરો.
  • છેલ્લે, ફી જમા કરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરો. છેલ્લે, અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો અને તેને રાખો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ