SBI ભરતી 2025 : આ બેંકમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

SBI recruitment 2025 : SBI ભરતી 2025 અંતર્ગત મેનેજર રિટેલ પ્રોડક્શન પોસ્ટની વિગતે માહિતી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
Updated : March 25, 2025 09:20 IST
SBI ભરતી 2025 : આ બેંકમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી

SBI recruitment 2025, SBI ભરતી 2025 : સરકારી બેંકમાં નોકરી શોધી રહેલા ઉમદેવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા મેનેજર પોસ્ટની ભરતી બહાર પાડવામાં આવી હતી. બેંકે આ પોસ્ટની કૂલ 4 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. અત્યારે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. જોકે, હજી પણ જે ઉમેદવારોને અરજી કરવાની બાકી રહી છે તે ઉમેદવારો ફટાફટ અરજી કરી દો. કારણ કે હવે અરજી કરવા માટે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે. અરજી કરવાની અંતિમ તારીખ 26-3-2025 છે.

SBI ભરતી 2025 અંતર્ગત મેનેજર રિટેલ પ્રોડક્શન પોસ્ટની વિગતે માહિતી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

SBI ભરતી 2025ની મહત્વની માહિતી

સંસ્થાસ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)
પોસ્ટમેનેજર રિટેલ પ્રોડક્શન
જગ્યા4
એપ્લિકેશન મોડઓનલાઈન
વયમર્યાદા28થી 40
અરજી કરવાની છેલ્લી તારીખ26-3-2025
ક્યાં અજી કરવીhttps://bank.sbi/web/careers/current-openings

SBI ભરતી 2025 પોસ્ટની વિગતો

કેટેગરીજગ્યા
SC1
OBC1
UR2
કુલ4

શૈક્ષણિક લાયકાત

  • સરકાર માન્ય સંસ્થામાંથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA) / પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (PGDM) / પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ મેનેજમેન્ટ (PGPM) / માસ્ટર ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ (MMS) કોઈપણ વિદ્યાશાખામાં અભ્યાસક્રમ.
  • સમાન ક્ષેત્રમાં ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદા

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 28 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

પગાર ધોરણ

SBI ભરતી 2025 અંતર્ગત મેનેજર રિટેલ પ્રોડક્શન તરીકે પસંદ પામેલા ઉમેદવારોને મિડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ 3 પ્રમાણે Rs (85920-2680/5-99320-2980/2-105280) પગાર ચૂકવવામાં આવશે.

કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?

  • SBI ની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જાઓ.
  • હોમ પેજ પર ઉપલબ્ધ કારકિર્દી લિંક પર ક્લિક કરો.
  • એક નવું પૃષ્ઠ ખુલશે જ્યાં ઉમેદવારોએ વર્તમાન ઓપનિંગ લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  • ફરીથી એક નવું પેજ ખુલશે જ્યાં ઉમેદવારોએ SBI SCO રિક્રુટમેન્ટ 2025 લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  • અરજી કરવાની ઓનલાઈન લિંક વેબસાઈટ પર ઉપલબ્ધ હશે.
  • નોંધણી કરો અને એકાઉન્ટમાં લૉગિન કરો.
  • અરજી ફોર્મ ભરો અને અરજી ફીની ચુકવણી કરો.
  • સબમિટ પર ક્લિક કરો અને પેજ ડાઉનલોડ કરો.
  • વધુ જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી રાખો.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

ઉમેદવારોને સૂચન છે કે એસબીઆઈ ભરતી માટે ઓનલાઈન અરજી કરતા પહેલા આ લેખમાં આપેલા નોટિફિકેન ધ્યાન પૂર્વક વાંચવું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ