SBI Recruitment 2022: બેન્કમાં નોકરી મેળવવા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ભારતીય સ્ટેટ બેન્કમાં ઓફિસરની નોકરી મેળવવાનો સારો મોકો આવ્યો છે. લાયક ઉમેદવારોએ નોકરીની મેળવવા માટે પરીક્ષા આપવાની જરૂર નથી. ઇચ્છુક ઉમેદવારો એસબીઆઈની સત્તાવાર વેબસાઈટ sbi.co.inના માધ્યમથી ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન એરજી પ્રક્રિયા 22 નવેમ્બરથી શરુ થઈ ચૂકી છે.
એસબીઆઇએ બહાર પાડેલા ભરતીના નોટિફિકેશન અનુસાર ભરતી અભિયાન સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર પદો ઉપર કુલ 65 ખાલી જગ્યાઓ ભરવા માટે છે. ઉમેદવારોએ જરૂરી વિગતોના આધારે 12 ડિસેમ્બર 2022 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે.
એસબીઆઈમાં ભરતીની મહત્વની માહિતી
પદનું નામ | ખાલી જગ્યા |
મેનેજર (પ્રોજેક્ટ્સ-ડિજિટલ પેમેન્ટ્સ) | 5 |
મેનેજર (પ્રોડક્ટ્સ- ડિજિટલ પેમેન્ટ્સ-કાર્ડ્સ) | 2 |
મેનેજર (પ્રોજેક્ટ્સ- ડિજિટલ પ્લેટફોર્મ્સ) | 2 |
મેનેજર (ક્રેડિટ એનાલિસ્ટ) | 55 જગ્યા |
સર્કલ એડવાઇઝર | 1 |
કુલ ખાલી જગ્યા | 65 |
કોણ કરી શકે છે અરજી?
ભારતીય સ્ટેટ બેન્કમાં આ જગ્યાઓ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 25 વર્ષ, 28 વર્ષ અને વધારેમાં વધારે 35 વર્ષ અને 62 વર્ષ છે. પદ પ્રમાણે વયમર્યાદા છે. શૈક્ષણિક લાયકાત અને અનુભવ પણ અલગ અલગ છે. સંપૂર્ણ જાણકરાવી માટે અહીં ક્લિક કરો
પસંદગી પ્રક્રિયા
પસંદગી પ્રક્રિયામાં શોર્ટલિસ્ટિંગ અને ઇન્ટરેક્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ખાલી પડેલી જગ્યાઓ માટે કોઈ લેખીત પરીક્ષા આયોજીત કરાવમાં નહીં આવે. કેટલાક પદો માટે સાક્ષાત્કાર 100 અંકો હશે. પસંદગી માટે યોગ્યતા યાદી માત્ર સાક્ષાત્કારમાં પ્રાપ્ત અંકોના આધાર પર ક્રમમાં તૈયાર કરવામાં આવશે.
અરજી ફી
આવેદન ફી સામાન્ય-ઓબીસી-ઇડબ્લ્યૂએસ ઉમેદવારો માટે 750 રૂપિયા છે. અનુસૂચિત જાતિ- અનુસૂચિત જનજાતિ- પીડબ્લ્યૂડી ઉમેદવારો અરજી ફીમાં રાહત આપવામાં આવી છે. ફીની ચૂંકવણી કરિયર વેબસાઈટ ઉપર ઉપલબ્ધ પેમેન્ટ ગેટવેના માધ્યમથી ઓનલાઇન કરવાનું રહેશે.
કેટલો મળશે પગાર?
ભારતીય સ્ટેટ બેન્કમાં મેનેજર પદ પર નોકરી મેળવનાર યોગ્ય ઉમેદવારોને MMGS-IIIનો પે સ્કેલ 63,840-1990/5- 73790-2220/2-78230 રૂપિયા હશે. આ ઉપરાંત અધિકારીને સમય-સમય પર લાગુ નિયમો અનુસાર ડીએ, એચઆરએ, સીસીએ, પીએફ, પેન્શન ફંડ, એલએફસી, મેડિકલ સુવિધા અન્ય લાભના પાત્ર હશે. જ્યારે સર્કલ એડવાઇઝર પદ માટે 19.50 લાખ રૂપિયા પ્રતિ વર્ષ ફિક્સ સીટીસી/ પારિશ્રમિક સાથે ટીઈજીએસ-વીઆઈ અધિકારીની પાત્રતા સુધી માસિક મોબાઈલ કોલ બિલનું રિએમ્બેર્સમેન્ટ આપવામાં આવશે.
સત્તાવાર નોટિફિકેશન આ પ્રમાણે છે
કેવી રીતે અરજી કરવી?
પગલું 1: સત્તાવાર વેબસાઇટ – sbi.co.in પર જાઓ
પગલું 2: હોમપેજ પર કારકિર્દી ટેબ પર ક્લિક કરો, અને પછી તમે જે પોસ્ટ માટે અરજી કરી રહ્યાં છો તેના માટે ‘ઓનલાઈન અરજી કરો’ વિકલ્પ પર ક્લિક કરો.
પગલું 3: નવી નોંધણી પર ક્લિક કરો. એકવાર નોંધણી થઈ જાય, તમારી વિગતો દાખલ કરીને અને જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને અરજી ફોર્મ ભરો.
પગલું 4: સાચવો, સબમિટ કરો અને ફી ચૂકવો.
પગલું 5: ભાવિ સંદર્ભ માટે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો.