/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/SBI-recruitment.jpg)
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી
SBI Clerk Recruitment : દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં નોકરી મેળવવાની સોનેરી તક છે. એસબીઆઈએ 13000 થી વધુ પોસ્ટ્સ પર ભરતી માટે અરજીઓ મંગાવી છે. જે ઉમેદવારો જુનિયર એસોસિએટ ક્લાર્ક (કસ્ટમર સપોર્ટ એન્ડ સેલ્સ)ની નોકરી માટે અરજી કરવા માંગતા હોય તેઓ આ ભરતી માટે અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન છે જે 17 ડિસેમ્બર 2024 થી શરૂ થઈ હતી અને આ અરજી પ્રક્રિયા 7 જાન્યુઆરી 2025 ના રોજ સમાપ્ત થશે.
કુલ કેટલી પોસ્ટ છે?
બેંક દ્વારા કુલ 13735 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અરજી કરવા માટે ઉમેદવારો બેંકની સત્તાવાર વેબસાઇટ sbi.co.in ની મુલાકાત લઈ શકે છે. ગુજરાતમાં 1073 જગ્યા છે.
શૈક્ષણિક યોગ્યતા
આ પદ પર અરજી માટે ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિષયમાં સ્નાતકની ડિગ્રી અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય સમકક્ષ લાયકાત હોવી જોઈએ. આ સિવાય ઇન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી (આઈડીડી) સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમણે 31 ડિસેમ્બર 2024 ના રોજ અથવા તે પહેલાં તેમની ડિગ્રી પૂર્ણ કરી લીધી છે.
આ પણ વાંચો - એરફોર્સમાં અગ્નિવીર વાયુ પદ માટે ભરતી, આ તારીખથી શરુ થશે અરજી પ્રક્રિયા
ભરતી સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ તારીખો
જણાવી દઈએ કે આ ભરતી માટે અરજી પ્રક્રિયા 17 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 7 જાન્યુઆરી 2025 છે. આ પછી તેની પસંદગી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો તેની પ્રિલિમ્સ પરીક્ષા હશે, જેની તારીખ હજી સુધી જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આ પરીક્ષા ફેબ્રુઆરી 2025માં લેવામાં આવશે અને તે પછી માર્ચ-એપ્રિલ 2025માં મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાઓ પછી ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ રાઉન્ડમાંથી પસાર થવું પડશે.
આ હશે પરીક્ષાની પેટર્ન
આ ભરતીના પ્રથમ તબક્કામાં ઉમેદવારોએ દ્વિસ્તરીય પરીક્ષાઓમાંથી પસાર થવું પડશે. પ્રથમ પ્રીલિમ્સ પરીક્ષા હશે જેમાં 100 પ્રશ્નો હશે, જે એક કલાકમાં પૂર્ણ કરવાના રહેશે, કુલ 100 ગુણ હશે. મુખ્ય પરીક્ષામાં 190 પ્રશ્નો હશે, જે 2 કલાક અને 40 મિનિટમાં પૂર્ણ કરવાના રહેશે, જેમાં કુલ 200 ગુણ હશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us