/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/SMC-Teacher-Recruitment.jpg)
સુરત મહાનગરપાલિકા ભરતી, શિક્ષક નોકરી -
shikshak sahayak bharti 2025, શિક્ષણ સહાયક ભરતી : નર્મદા જિલ્લામાં રહેતા અને શિક્ષકની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરની તક આવી ગઈ છે. નર્મદા ચેરીટેબલ ટ્રસ્ટ સંધાલિત ઉત્તર બુનિયાદી આશ્રમશાળા નવાવાધપુરામાં વિવિધ વિષયોના શિક્ષકોની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થા દ્વારા રસ ધરાવતા ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.
શિક્ષક સહાયક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી મોકરલાનું સરનામું સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
શિક્ષક સહાયક ભરતીની મહત્વની માહિતી
સંસ્થા નર્મદા ચેરીટેબલ ટ્રસ્ટ, નવાાઘપુરા
પોસ્ટ શિક્ષક સહાયક
જગ્યા 02
એપ્લિકેશન મોડ ઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ ભરતી જાહેર થયાથી 15 દિવસની અંદર
ક્યાં અરજી કરવી નીચે આપેલા સરનામા પર
શિક્ષક સહાયક ભરતી પોસ્ટની વિગતો
શ્રી નર્મદા ચેરીટેબલ ટ્રસ્ટ નવાવાઘપુરા તા. ગરુડેશ્વર જી. નર્મદા સંચાલિત તેમજ આદિવાસી વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત અપગ્રેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક આશ્રમશાળા ઉ.બુ. આશ્રમશાળા માટે શિક્ષણ સહાયકની જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
| ધોરણ | વિષય |
| 11-12 | સમાજશાસ્ત્ર |
| 9-10 | વિજ્ઞાન-ગણિત |
શૈક્ષણિક લાયકાત
| વિષય | લાયકાત |
| સમાજશાસ્ત્ર | એમ.એ., બી.એડ, ટાટ પરીક્ષા પાસ |
| વિજ્ઞાન-ગણિત | બી.એસસી, બી.એડ, ટાટ પરીક્ષા પાસ |
અરજી કેવી રીતે કરવી
લાયકાત ધરાવતા ઉમેદવારોએ શાળા છોડ્યાના પ્રમાણપત્રથી લઈને જરૂરી તમામ લાયકાતના પ્રમાણપત્રો જે-તે અનામત જગ્યા માટેના જાતિના પ્રમાણપત્ર, ઉન્નત વર્ગમાં સમાવેશ થયેલ નથી તે બાબતનું પ્રમાણપત્રની પ્રમાણિત નકલો સહિત સ્વ હસ્તાક્ષરમાં (પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે) રજીસ્ટર્ડ એડી દ્વારા જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી 15 દિવસમાં જે જગ્યા માટે અરજી આપેલા સરમાને મોકલી આપવાની રહેશે. કઈ જગ્યા માટે અરજી કરો છો તે અરજીમાં - કવર પર સ્પષ્ટ લખવાનું રહેશે.
મહત્વની તારીખો
- ભરતી જાહેરાત સમાચાર પત્રમાં તારીખ 22-4-2025ના રોજ પ્રસિદ્ધ થઈ છે.
- અરજી કરવાની છેલ્લી તારીખ ભરતી જાહેર થયાથી 15 દિવસ સુધી.
ગુજરાત અને દેશમાં ચાલતી ભરતીઓ વિશે અને કરિયર સંબંધી અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ભરતી જાહેરાત
અરજી મોકલવાનું સરનામું
પ્રમુખ-મંત્રી-આચાર્ય
નર્મદા ચેરીટેબલ ટ્રસ્ટ નવાવાધપુરા, તા. ગરુડેશ્વર, જી- નર્મદા


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us