શિક્ષણ સહાયક ભરતી અંગે મહત્વની જાહેરાત, ઉમેદવારોએ 9 જૂન પહેલા કરવું પડશે આ કામ

teacher Bharti online school selection : રાજ્યની સરકારી-બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી 2024 અંતર્ગત તમામ ઉમેદવારોએ આગામી તા. 09 જૂન સુધીમાં ઓનલાઇન પુન:શાળા પસંદગી કરવાની રહેશે.

Written by Ankit Patel
Updated : June 06, 2025 14:43 IST
શિક્ષણ સહાયક ભરતી અંગે મહત્વની જાહેરાત, ઉમેદવારોએ 9 જૂન પહેલા કરવું પડશે આ કામ
shikshan sahayak Bharti | શિક્ષણ સહાયક ભરતી શાળા પસંદગી - photo-freepik

shikshan sahayak Bharti : રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી – 2024 અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા તા.13 થી 17 મે, 2025 દરમિયાન ઉમેદવારોએ આપેલ શાળા પસંદગી અને તા. 21 મે, 2025ના રોજ કરેલ શાળા ફાળવણીને ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને રદ જાહેર કરવામાં આવી છે. જે અન્વયે તમામ ઉમેદવારોએ આગામી તા. 09 જૂનના રોજ રાત્રે 11.59 કલાક સુધીમાં પોર્ટલ પર ઓનલાઇન પુન:શાળા પસંદગી કરવાની રહેશે.

આ ઉપરાંત બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી બાદ લાયક તમામ ઉમેદવારોએ આગામી તા. 09 જૂનના રોજ રાત્રે 11.59 કલાક સુધી પોર્ટલ પર ઓનલાઇન શાળા પસંદગી કરવાની રહેશે.

ગત તા. 26 મે,2025 અને તા. 05 જૂન, 2025ના રોજ ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની બેઠક મળી હતી. જેમાં વધુમાં વધુ ઉમેદવારોને રોજગારીની તકો મળે, સરકારી શાળાઓમાં મહત્તમ સંખ્યામાં શિક્ષકો ઉપલબ્ધ થાય તેમજ શાળા પસંદગીમાં ઉમેદવારોને વધુ વિકલ્પો મળી રહે તે હેતુથી આ ભરતી માટે પુન:વિચારણા કરી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને વાંધા અરજી બાદ લાયક તમામ ઉમેદવારોને શાળા પસંદગીની તકો મળે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

વધુમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-2024 અન્વયે અગાઉ શાળા પસંદગી આપેલ હોય કે ના આપેલ હોય તેમજ શાળા ફાળવણી થયેલ હોય કે ના થયેલ હોય તેવા તમામ ઉમેદવારોએ નવેસરથી શાળા પસંદગી કરવાની રહેશે.

શાળા પસંદગી પ્રક્રિયામાં ભાગ ન લેનાર ઉમેદવારોને સંબંધિત ભરતી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવશે. જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવા ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિની યાદીમાં જણાવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ