શિક્ષણ સહાયક ભરતીઃ અરવલ્લી જિલ્લામાં શિક્ષકની નોકરી મેળવવાની સારી તક, અહીં વાંચો બધી માહિતી

shikshan sahayak bharti : અરવલ્લીમાં ઉચ્ચતર માધ્યમિક આશ્રમશાળા - અસાલમાં શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથે ઓફલાઈન અરજીઓ મંગાવી છે.

shikshan sahayak bharti : અરવલ્લીમાં ઉચ્ચતર માધ્યમિક આશ્રમશાળા - અસાલમાં શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથે ઓફલાઈન અરજીઓ મંગાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
shikshan Sahayak bharti

શિક્ષણ સહાયક ભરતી - photo - freepik

shikshan sahayak Bharti,શિક્ષણ સહાયક ભરતીઃઅરવલ્લી જિલ્લામાં રહેતા અને શિક્ષકની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આશ્રમશાળામાં શિક્ષણ સહાયકની નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. આદર્શ સેવા મંડળ - પાલ્લા, તા. ભિલોડા, જિલ્લો અરવલ્લી સંચાલિત ઉચ્ચતર માધ્યમિક આશ્રમશાળા - અસાલમાં શિક્ષણ સહાયકની ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ જગ્યાઓ ભરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથે ઓફલાઈન અરજીઓ મંગાવી છે.

શિક્ષણ સહાયક ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, એપ્લિકેશન મોડ, વય મર્યાદા, વિષય સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

શિક્ષણ સહાયક ભરતી અંગેની મહત્વની માહિતી

સંસ્થાઆદર્શ સેવા મંડળ- પાલ્લા
પોસ્ટશિક્ષણ સહાયક
જગ્યા2
વિષયઅંગ્રેજી, સમાજશાસ્ત્ર
એપ્લિકેશન મોડઓફલાઈન
ભરતી જાહેરાત તારીખ14-12-2024
અરજી કરવાની છેલ્લી તારીખભરતી જાહેર થયાના 10 દિવસની અંદર

શિક્ષણ સહાયક પોસ્ટની વિગત

કેટેગરીજગ્યાવિષય
બિન અનામત1અંગ્રેજી
બિન અનામત1સમાજશાસ્ત્ર

શૈક્ષણિક લાયકાત

આદર્શ સેવા મંડળ પાલ્લા દ્વારા બહાર પડાયેલી શિક્ષણ સહાયકની ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારે એમ.એ., બી.એડ., ટાટ - 2 પાસ કરેલું હોવું જોઈએ.
ઉમેદવાર કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. તથા સરકારે માન્ય કરેલા કમ્પ્યુટરનું સર્ટીફિકેટ ધરાવતા હોવા જોઈએ.

પગાર ધોરણ

આ જગ્યા માટે પસંદ થયેલા ઉમેદાવરોને સરકારની વર્તમાન જોગવાઈ અન્વયે શિક્ષણ સહાયકને ધારા-ધોરણ મુજબ પાંચ વર્ષ ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે.

ક્યાં અરજી કરવી

  • આ ભરતી માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ ભરતી જાહેર થયાની તારીખ 14-12-2024થી દસ દિવસની અંદર એટલે કે 24-12-2024 સુધીમાં પ્રમુખ, શ્રી આદર્શ સેવા મંડળ, પાલ્લા, મુ.પો. પાલ્લા, તા. ભિલોડા. જિલ્લો અરવલ્લી. પિ.નં-383355 સરનામા પર આર.પી.એડીથી અરજી મોકલવાની રહેશે.
  • ઉમેદવારે અરજીની એક નકલ આર.પી.એડી.થી આદિજાતિ વિકાસ અધિકારી, આશ્રમશાળા- ખેડબ્રહ્મા, જિલ્લો સાબરકાંઠાની કચેરીએ ફરજિયાત મોકલવાની રહેશે.

ભરતીની જાહેરાત

ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત

પસંદગી પામેલા કર્માચરીને ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી આશ્રમળાશામાં 24 કલાકની ફરજ બજાવવાની થતી હોવાથી કર્મચારીએ ફરજિયાત પણે આશ્રમશાળામાં નિવાસ કરવાનો રહેશે. તથા આ અંગેની બાંહેધરી આપવાની રહેશે.

Advertisment
નોકરી કરિયર ભરતી