SSSU Recruitment 2025, Gujarat Bharti 2025: સૌરાષ્ટ્ર વિસ્તારમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે નોકરીના સમાચાર છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા મદદનીશ કુલસચિવ અને ક્લાર્ક પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સંસ્થાએ કુલ ત્રણ જગ્યાઓ પર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે અરજીઓ મંગાવી છે.
ગુજરાત ભરતી 2025 અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
સૌરાષ્ટ્ર ભરતી 2025ની મહત્વની માહિતી
સંસ્થા શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ભરતી પોસ્ટ આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર, ક્લાર્ક જગ્યા 3 એપ્લિકેશન મોડ ઓનલાઈન -ઓફલાઈન વય મર્યાદા મહત્તમ 35-40 વર્ષ અરજી કરવાની છેલ્લી તારીખ 23-12-2025 ઓનલાઈન અરજી માટે https://sssu.ac.in/index.php/recruitmentadv ક્યાં અરજી કરવી સરનામું નીચે આપેલું છે
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ભરતી, પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યા આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર 1 ક્લાર્ક 2 કુલ 3
શૈક્ષણિક લાયકાત
- આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર – ઉમેદવાર યુ.જી.સી માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાંથી અનુસ્નાતક કક્ષાએ 55 ટકા અથવા તેની સમકક્ષ યુજીસી ગ્રેડ પ્રાપ્ત પદવી-લાયકાત ધરાવતો હોવો જોઈએ.
- ક્લાર્ક – યુ.જી.સી. માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાંથી સ્નાતક અથવા તેની સમકક્ષ પદવી-લાયકાત ઉમેદવાર ધરાવતો હોવો જોઈએ.
વય મર્યાદા
પોસ્ટ વયમર્યાદા આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર મહત્તમ 40 વર્ષ ક્લાર્ક મહત્તમ 35 વર્ષ
પગાર ધોરણ
પોસ્ટ પગાર ધોરણ આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર ₹53,100-₹1,67,800 ક્લાર્ક ₹19,900-₹63,200
અરજી કેવી રીતે કરવી
- અરજદારોએ અરજી ફર્મ, પરીક્ષા ફી, લાયકાત તેમજ જગ્યા સંબંધિત તમામ નીતિ-નિયમો અને સૂચનાઓ સૌ પ્રથમ યુનિવર્સિટીની વેબસાઈટ https://sssu.ac.in/ પરથી મેળવી, અભ્યાસ કર્યા બાદ આવેદન કરવું.
- ઓલાઈન ફોર્મ અને ફી 24-11-2025થી તા.15-12-2025 સુધીમાં ઓનલાઈન માધ્યમથી ભરી શકાશે.
- હાર્ડકોપ ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી તમામ ડોક્યુમેન્ટ સામેલ રાખી 23-12-2025 (સાંજે 06 કલાક) સુધીમાં સ્પીડપોસ્ટ મારફત યુનિવર્સિટીને મળે તે રીતે પહોંચાડવાની રહેશે.
- જાહેરાત બાબતે કોઈપણ વિસંગતતા માટે અંતિમ નિર્ણયનો અબાધિત અધિકાર યુનિવર્સિટીનો રહેશે.
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી ક્યાં મોકલવી?
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ,રાજેન્દ્ર ભુવન રોડ, વેરાવળ, – 362266 જિ. ગીર સોમનાથ





