આ વખતે વિધાર્થીઓને પાઠ્યપુસ્તકોમાં અમુક પ્રકારના ફેરફાર જોવા મળશે. તાજેતરમાં જ NCERTએ પાઠ્યપુસ્તકોમાંથી કેટલાક મહત્વના મુદ્દાઓને હટાવી દીધા છે. ત્યારે હવે બે દાયકા કરતા વધુ સમયથી મહારાષ્ટ્રના આદિવાસી પ્રભાવિત ગઢચિરોલી જિલ્લાના નિવાસી અને તબીબોએ 15 રાજ્યોમાં અધિકારીઓ સમક્ષ 1,000થી વધુ પત્રો અને ઇમેલ લખીને શાળા કોલેજના અભ્યાસક્રમમાં સિકલ સેલ એનિમિયા વિશેની માહિતીનો સમાવેશ કરવા આગ્રહ કર્યો છે. જેનો એક માત્ર ઉદ્ગેશ્ય વિધાર્થીઓને આ બીમારી પ્રત્યે સંપૂર્ણ માહિતી અને જાગૃતિ લાવવાનો છે.
ડો.રમેશ કાત્રેના પ્રયત્નો ત્યારે ફળ્યા જ્યારે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન (યુજીસી) ને વિનંતી કરી કે, ભારતભરની તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને આ સિકલ સેલ એનિમિયા પર એક પ્રકરણ ઉમેરવા માટે વિચાર કરવા વિનંતી કરી. આ પછી 28 માર્ચના રોજ યુજીસીના સચિવ મનીષ જોષીએ તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોને પત્ર લખીને સિકલ સેલ એનિમિયા, લક્ષણો, સારવાર, વારસાગત પેર્ટન, પરીક્ષણની પદ્ધતિઓ સહિતના પ્રકરણનો સમાવેશ કરવા માટે વિચાર-વિમર્શ કરવા કહ્યું હતું.
ડો. રમેશ કાત્રએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને વધુમાં જણાવ્યું હતું કે, મેં છેલ્લા બે દાયકામાં ગઢચિરોલી જિલ્લામાં આ બીમારીનો ભોગ બનેલા 20,000 દર્દીઓની સારવાર કરી છે. આ દરમિાન મને સમજાયું કે ઘણા લોકો નિદાન કર્યા વિના આ બ્લડ ડિસઓર્ડરનો ભોગ બને છે.
શું છે સિકલ સેલ?
સિક્લ સેલ એનિમિયા એ સિકસ સેલ રોગનું એક સ્વરૂપ છે, જે વારસાગત રક્ત વિકાર છે. સિકલ સેલ એનિમિયા તમારા લાલ રક્ત કોશિકાઓને અસર કરે છે, તેમને ગોળ લવચીક ડિસ્કમાંથી સખત અને સ્ટીકી સિકલ કોશિકાઓમાં રૂપાંતર કરે છે. તેમજ સિકલ કોશિકાઓ તમારા લાલ રક્ત કોશિકાઓને તેમનું કાર્ય કરવાથી અટકાવે છે, જે તમારા સમગ્ર શરીરમાં ઓક્સિજન વહન કરે છે.ઉલ્લેખનીય છે કે, સિકલ સેલ્સ પણ સામાન્ય લાલ રક્ત કોશિકાઓ જેટલા લાંબા સમય સુધી જીવી શકતા નથી. પરિણામે, તમારી પાસે પર્યાપ્ત રક્ત કોશિકાઓ હોતી નથી અને તમે એનિમિયા વિકસાવો છો, જે સ્થિતિ સિકલ સેલ એનિમિયાને તેનું નામ આપે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) જણાવ્યા અનુસાર, આફ્રિકામાં સિકલ સેલ એનિમિયાનો સૌથી વધુ પ્રમાણમાં છે. કેન્દ્રના મતે, ભારત વિશ્વમાં બીજી સૌથી વધુ સ્થિતિનો બોજ ધરાવે છે. દર વર્ષે જન્મેલા અંદાજિત 30,000-40,000 બાળકો આ વિકારી પીડાય છે. આ સ્થિતિ ભારતની આદિવાસી વસ્તીમાં વ્યાપક છે, જ્યાં 86માંથી એક શિશુ આ સ્થિતિથી પીડાય છે. આ રોગના સૌથી વધુ કેસ ધરાવતા 15 રાજ્યોમાં મહારાષ્ટ્ર ટોચ પર આવે છે.
આ પણ વાંચો: NCERT: પાઠ્યપુસ્તકોમાંથી માઇનોર ટોપિક્સ ડિલીટ કરવા અંગે સૂચિત કરવાની જરૂર નથી
“સિકલ સેલ એનિમિયા પર કોઈ રાષ્ટ્રીય ડેટા નથી. આ રોગ સાથે સંકળાયેલ જીવનની ગુણવત્તા અને મૃત્યુદર પર નહીવત બરાબર સંશોધન છે. WHOના આંકડા સૂચવે છે કે, ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં 60-70 ટકા બાળકો સિકલ સેલથી પ્રભાવિત છે.