અમદાવાદમાં ભરતી : અમદાવાદમાં ₹ 50,000 સુધીના પગારવાળી નોકરી મેળવવાની ઉત્તમ તક, અહીં વાંચો બધી જ માહિતી

Smart city Ahmedabad recruitment 2025 : સ્માર્ટ સીટી અમદાવાદમાં ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.

Smart city Ahmedabad recruitment 2025 : સ્માર્ટ સીટી અમદાવાદમાં ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Smart city Ahmedabad recruitment 2025

સ્માર્ટ સીટી અમદાવાદમાં ભરતી - Photo - freepik

Smart city Ahmedabad recruitment 2025, સ્માર્ટ સીટી અમદાવાદમાં ભરતી : અમદાવાદમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે અમદાવાદમાં જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. સ્માર્ટ સીટી અમદાવાદ ડેવલોપમેન્ટ લીમીટેડ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓફલાઈન અરજીઓ મંગાવી છે.

સ્માર્ટ સીટી અમદાવાદમાં ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, ભરતી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.

અમદાવાદમાં ભરતીની મહત્વની માહિતી

સંસ્થાસ્માર્ટ સીટી અમદાવાદ ડેવલોપમેન્ટ લીમીટેડ
પોસ્ટવિવિધ
જગ્યા2
નોકરીનો પ્રકારકરાર આધારિત
એપ્લિકેશન મોડઓફલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ28-4-2025
અરજી કરવાનું સરનામુંનીચે આપ્યું છે
સંસ્થાની વેબસાઈટhttps://smartcityahmedabad.com/

અમદાવાદમાં ભરતી, પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
નેટવર્ક એન્ડ સિક્યુરિટી એન્જીનિયર1
ફાઈનાન્સ એક્ઝિક્યુટીવ1
કુલ2

શૈક્ષણિક લાયકાત

નેટવર્ક એન્ડ સિક્યુરિટી એન્જીનિયર- B.E./ B. TECH (ઈલેક્ટ્રોનિક અને કોમ્યુનિકેશન્સ/ઈલેક્ટ્રોનિક ટેલિ કોમ્યુનિકેશન્સ/ કોમ્પ્યુટર/માહિતી ટેકનોલોજી) પ્રતિષ્ઠિત પાસેથી સંસ્થા/યુનિવર્સિટી સાયબર સુરક્ષા પ્રમાણપત્ર, 2 વર્ષ સંબંધિત નેટવર્ક પ્રમાણપત્રો
ફાઈનાન્સ એક્ઝિક્યુટીવ- સંસ્થા તરફથી ક્વોલિફાઇડ ચાર્ટર્ડ એકાઉન્ટ (CA). ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI).

પગાર ધોરણ

પોસ્ટપગાર
નેટવર્ક એન્ડ સિક્યુરિટી એન્જીનિયર₹ 35,000 to ₹45,000
ફાઈનાન્સ એક્ઝિક્યુટીવ₹ 40,000 to ₹ 50,000

અરજી કેવી રીતે કરવી?

સ્માર્ટ સીટી અમદાવાદ ડેવલોપમેન્ટ લીમીટેડમાં 11 માસના કોન્ટ્રાક્ટ આધારિત જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો તા.28 એપ્રિલ 2025ના રોજ સાંજના 5.30 વાગ્યા સુધીમાં અરજી રૂબરમાં અથવા RPAS, કુરિયર માધ્યમથી આપેલા સરનામા પર મોકલવાની રહેશે.

અરજી કરવાનું સરનામું

સ્માર્ટ સીટી અમદાવાદ ડેવલોપમેન્ટ લીમીટેડ

કોમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, દીવાન બલ્લુભાઈ હાઈસ્કૂલ સામે, NID જંક્શન પાસે, પાલડી, અમદાવાદ

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન

ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  • ઉપરોક્ત જગ્યાઓ માટેની ભરતી તદ્દન હંગામી અને 11 માસના કરાર આધારિત રહેશે. જે અંગે ઉમેદવાર ભવિષ્યમાં સ્માર્ટ સીટી અમદાવાદ ડેવલોપમેન્ટ લીમીટેડ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે કાયમી નોકરી મેળવવા અથવા અન્ય કોઈ લાભો મેળવવાને હક્કદાર રહેશે નહીં.
  • ઉમેદવારો અરજીમાં અરજીપત્રક સાથે જન્મતારીખ, વય, ઓળખ, વૈવાહિક સ્થિતિ, રહેઠાણ, શૈક્ષણિક લાયકાત, અનુભવ વગેરે તમામ જરૂરી પુરાવા યોગ્ય રીતે સામેલ કરવાના રહેશે. ઈન્ટરવ્યૂ સમયે અસલ પ્રમાણપત્રો સાથે રાખવા જોઈએ.
  • કોઈપણ ઉમદેવાર એક જ જગ્યા માટે એક કરતાં વધારે અરજી કરવી રહીં.
  • ઉંમર, લાયકાત અને અનુભવ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજની ગણવામાં આવશે.
  • ઉમેદવારોએ આ જગ્યાની આગળની ભરતી પ્રક્રિયા અંગેની જાણકારી માટે સ્માર્ટ સીટી અમદાવાદ ડેવલોપમેન્ટ લીમીટેડની વેબસાઈટ www.smartcityahmedabad.com જોતા રહેવા વિનંતી
  • ઉમેદવારે લેખિત પરીક્ષા-ઈન્ટરવ્યૂ માટે સ્વખર્ચે આવવાનું રહેશે.
Advertisment
અમદાવાદ નોકરી કરિયર ભરતી