SMC Recruitment 2025: સુરતમાં કાયમી નોકરી મેળવવાની તક, ઊંચો પગાર, અહીં વાંચો બધી જ માહિતી

Surat Municipal Corporation Recruitment 2025 for ​​Fire Department in Gujarati: સુરત મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા, અનુભવ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Written by Ankit Patel
September 24, 2025 14:38 IST
SMC Recruitment 2025: સુરતમાં કાયમી નોકરી મેળવવાની તક, ઊંચો પગાર, અહીં વાંચો બધી જ માહિતી
સુરત મહાનગરપાલિકા ભરતી ફાયર વિભાગ નોકરી - photo - social media

Surat Municipal Corporation Recruitment 2025, સુરત મહાનગરપાલિકા ભરતી: સુરતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સુરતમાં જ ઊંચા પગાર વાળી નોકરી મેળવવાની તક આવી ગઈ છે. સુરત મહાનગરાપલિકા દ્વારા ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ માટે એસએમસી દ્વારા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 25 સપ્ટેમ્બર 2025થી શરુ થશે.

સુરત મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા, અનુભવ સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

સુરત મહાનગરપાલિકા ભરતી માટેની મહત્વની માહિતી

સંસ્થાસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
પોસ્ટફાયર ઓફીસર સહિત વિવિધ
વિભાગફાયર વિભાગ
જગ્યા43
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ25-09-2025
અરજી કરવાની છેલ્લી તારીખ09-10-2025
ક્યાં અરજી કરવીhttps://www.suratmunicipal.gov.in/

સુરત મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
એડી ચીફ ફાયર ઓફીસર1
ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર2
ફાયર ઓફીસર16
સબ ઓફિસર (ફાયર)23
કુલ43

સુરત ફાયર વિભાગ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

એડીશનલ ચીફ ફાયર ઓફીસર

  • શૈક્ષણિક લાયકાત – ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જીનીયર્સ ભારતના સ્નાતક અથવા માન્ય યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રી અથવા ફીઝીક્સ સાથે બી.એસસી. પાસ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગરપુર દ્વારા ચાલતો ડીવીઝનલ ઓફિસર્સ કોર્ષ પાસ
  • અથવા માન્ય યુનવર્સિટીમાંથી બી.ઈ.(ફાયર)/બી.ટેક (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી)/ બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી)
  • અનુભવ – ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો કૂલ 14 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જે પૈકી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની અથવા તેની સમકક્ષ જગ્યા ઉપરનો ત્રણ વર્ષનો ઓછામાં ઓછો અનુભવ અથવા ડીવીઝનલ ઓફિસરનો કોર્ષ પાસ કર્યા બાદ કોઈપણ પી.એસ.યુ અથવા સરકારી સંસ્થામાં ઓછામાં ઓછા 06 વર્ષનો અનુભવ

ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર

  • શૈક્ષણિક લાયકાત – ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જીનીયર્સ ભારતના સ્નાતક અથવા માન્ય યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રી અથવા ફીઝીક્સ સાથે બી.એસસી. પાસ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર દ્વારા ચાલતો ડીવીઝનલ ઓફિસર્સ કોર્ષ પાસ. અથવા માન્ય યુનવર્સિટીમાંથી બી.ઈ.(ફાયર)/બી.ટેક (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી)/ બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી)
  • અનુભવ – સ્ટેશન ઓફીસર-ફાયર ઓફિસરના દરજજાથી નીચે નહીં તેવી જગ્યાનો 3 વર્ષનો અનુભવ.

ફાયર ઓફીસર

  • શૈક્ષણિક લાયકાત- માન્ય યુનિવર્સિટીમાં બી.ઈ.(ફાયર)/બી.ટેક (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી)/ બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી)ની પદવી ધરાવતા હોવા જોઈએ.
  • અનુભવ- ઉક્ત લાયકાત પ્રાપ્ત કર્યા બાદ ફાયર કેડરને લગતી કામગીરીનો ઓછામાં ઓછો કૂલ 3 વર્ષનો અનુભવ

સબ ઓફીસર (ફાયર)

  • શૈક્ષણિક લાયકત – માન્ય યુનિવર્સિટીમાંથી બી.ઈ.(ફાયર)/બી.ટેક (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી)/ બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી)
  • અનુભવ – ઉક્ત લાયકાત પ્રાપ્ત કર્યા બાદ ફાયર કેડરને લગતી કામગીરીનો ઓછામાં ઓછો કૂલ 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

SMC ભરતી 2025 માટે વય મર્યાદા

પોસ્ટવયમર્યાદા
એડીશનલ ચીફ ફાયર ઓફિસર45 વષથી વધારે નહીં
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર45 વર્ષથી વધુ નહીં
ફાયર ઓફીસર35 વર્ષથી વધુ નહીં
સબ ફાયર ઓફીસર35 વર્ષથી વધુ નહીં

સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પગાર

પોસ્ટપગાર
એડીશનલ ચીફ ફાયર ઓફિસર₹67,700-₹2,08,700
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર₹ 56,100-₹ 1,77,500
ફાયર ઓફીસર₹ 39,900-₹ 1,26,600
સબ ફાયર ઓફીસર₹35,400- ₹ 1,12,400

આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

નોટિફિકેશન pdf

કેવી રીતે અરજી કરવી?

  • સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપરથી ઓલાઈન અરજી કરવાની રહેશે
  • આ માટે ઉમેદવારે સંસ્થાની વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જવું
  • જ્યાં રિક્રૂટમેન્ટ ઓપ્શનમાં જવું અને એપ્લાય નાઉ પર ક્લિક કરવી
  • ત્યારબાદ ફોર્મમાં માંગેલી માહિતી ભરતી ફોર્મ અપલોડ કરવું
  • ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ