Surat Municipal Corporation Recruitment 2025, સુરત મહાનગરપાલિકા ભરતી: સુરતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારોને ઘર આંગણે જ નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ગુજરાત અર્બન હેલ્થ પ્રોજેક્ટ હેઠળ વિવિધ પોસ્ટની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ભરતી અંતર્ગત ગાયનેકોલોજીસ્ટ, પીડીયાટ્રીશીયન અને મેડિકલ ઓફિસરની કૂલ 27 ભરતી પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.
Gujarat Bharti 2025 ની મહત્વની માહિતી
સંસ્થા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC Bharti 2025)વિભાગ આરોગ્ય વિભાગપોસ્ટ વિવિધજગ્યા 27વય મર્યાદા વિવિધએપ્લિકેશન મોડ ઓનલાઈનઅરજી કરવાની છેલ્લી તારીખ 17-10-2025અરજી ક્યાં કરવી https://www.suratmunicipal.gov.in/
SMC Bharti 2025 અંતર્ગત પોસ્ટની વિગતો
પોસ્ટ જગ્યાગાયનેકોલોજીસ્ટ, વર્ગ-1 06પીડીયાટ્રીશીયન, વર્ગ-1 02મેડીકલ ઓફિસ, વર્ગ-2 19કુલ 27
સુરત ભરતી 2025, પોસ્ટની વિગતો
ગાયનેકોલોજીસ્ટ, વર્ગ-1 – એમ.ડી. (સ્ત્રીરોગવિજ્ઞાન) અથવાએમ.એસ. (પ્રસૂતિશાસ્ત્ર અને સ્ત્રીરોગવિજ્ઞાન) અથવા રાષ્ટ્રીય બોર્ડના ડિપ્લોમેટ અથવા સ્ત્રીરોગવિજ્ઞાનમાં અનુસ્નાતક ડિપ્લોમાપીડીયાટ્રીશીયન, વર્ગ-1 – એમ.ડી. (બાળરોગવિજ્ઞાન) અથવા રાષ્ટ્રીય બોર્ડના ડિપ્લોમેટ અથવા બાળરોગવિજ્ઞાનમાં અનુસ્નાતક ડિપ્લોમામેડીકલ ઓફિસર, વર્ગ-2- સરકાર માન્ય કોઈપણ યુનિવર્સિટીઓમાંથી મેળવેલ બેચલર ઓફ મેડિસિન અને બેચલર ઓફ સર્જરી (M.B.B.S.) ડિગ્રી ધરાવતો હોવો જોઈએઉમેદવાર પાસે કમ્પ્યુટરના ઉપયોગનું પુરતું જ્ઞાન હોવું જોઈએઉમેદવાર પાસે હિન્દી અને ગુજરાતી બંને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.
વય મર્યાદા
સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા અંગે વાત કરીએ તો ગાયનેકોલોજીસ્ટ, વર્ગ-1, પીડીયાટ્રીશીયન વર્ગ-1 પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 40 વર્ષ રાખેલી છે જ્યારે મેડીકલ ઓફિસર વર્ગ-2 પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર 35 વર્ષ રાખેલી છે.
પગાર ધોરણ
પોસ્ટ પગારગાયનેકોલોજીસ્ટ, વર્ગ-1 ₹67,700-₹2,08,700પીડીયાટ્રીશીયન, વર્ગ-1 ₹67,700-₹2,08,700મેડીકલ ઓફિસ, વર્ગ-2 ₹53,100-₹1,67,800
નોટિફિકેશન
આ પણ વાંચોઃ- ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અરજી કેવી રીતે કરવી?
- સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરવા માટે પહેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની https://www.suratmunicipal.gov.in વેબસાઈટ ઉપર જવું
- અહીં પહેલા અરજદારે રજીસ્ટ્રેશ કરવાનું રહેશે. જો પહેલાથી જ રજીસ્ટ્રેશન કરેલું હશે તેમને જરૂર નથી
- યુઝર આડી પાસવર્ડ સાથે લોગઈ કરીને ઓનલાઈન અરજી કરી શકાશે.