/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/08/SMC-bharti-2023.jpg)
સુરત મહાનગરપાલિકામાં ભરતી
SMC Recruitment 2023, Notification, online apply, last date : સુરતમાં રહેતા અને અન્ય શહેરમાં રહેતા નોકરી ઇચ્છુક એન્જિનિયર યુવકો માટે સારા સમાચાર આવી ગયા છે. સુરત મહાનગરપાલિકાએ બાયોમેડિકલ એન્જિનિયર પદ પર ભરતી બહાર પાડી છે.સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરેલા નોટિફિકેશનમાં બાયોમેડિકલ એન્જિનિયર પોસ્ટની કુલ ત્રણ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો આજે 31 ઓગસ્ટ 2023થી આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે.
SMC bharti 2023 : સુરત મહાનગરપાલિકા ભરતી અંગે મહત્વની માહિતી
| સંસ્થાનું નામ | સુરત મહાનગરપાલિકા (SMC) |
| પોસ્ટનું નામ | બાયોમેડિકલ એન્જિનિયર |
| કલુ જગ્યા | 3 |
| વયમર્યાદા | 35 વર્ષથી વધારે નહીં |
| પગારધોરણ | ₹ 30,000 ફિક્સ |
| અરજી મોડ | ઓનલાઇન |
| સત્તાવાર સાઇટ | https://www.suratmunicipal.gov.in |
| ઓનલાઈન અરજી શરૂ તારીખ | 31/08/2023 |
| ઓનલાઈન અરજી છેલ્લી તારીખ | 04/09/2023 |
SMC bharti 2023 : સુરત મહાનગરપાલિકા ભરતી, લાયકાત
સુરત મહાનગરપાલિકામાં બાયોમેડિકલ એન્જિનિયરની ભરતી માટે ઉમેદવાર બીઈ (બાયો મેડિકલ એન્જીનિયરિંગ) અથવા બી.ઈ (બાયો મેડિકલ એન્ડ ઇન્સ્ટ્રીમેન્ટેશન એન્જીનિયરિંગ) અને તે પાસ કર્યા બાદ હોસ્પિટલ ઇક્વિપમેન્ટ્સની કામગીરીનો બે વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ
SMC bharti 2023 : સુરત મહાનગરપાલિકા ભરતી, નોટિફિકેશન
વય મર્યાદા, સૂચનાત્મક ક્ષમતા, પસંદગીની ક્રિયાપ્રતિક્રિયા, એપ્લિકેશન ખર્ચ અને કેવી રીતે અરજી કરવી એ અંગે સત્તાવાર નોટિફિકેશનમાં માહિતી આપેલી છે.
SMC bharti 2023 : સુરત મહાનગરપાલિકા ભરતી, પસંદગી પ્રક્રિયા
સુરત મહાનગરપાલિકામાં બાયોમેડિકલ એન્જિનિયરની ભરતી માટે ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર પ્રાવીણ્ય કસોટીના આધારે કરવામાં આવશે.
વધુ વાંચોઃ- GSRTC ડ્રાઇવર કંડકટર ભરતી માટે ઓનલાઇન અરજી, લાયકાત સહિત જાણો તમામ વિગત, એક સપ્તાહ જ બાકી
SMC bharti 2023 : સુરત મહાનગરપાલિકા ભરતી, કેવી રીતે અરજી કરવી?
સુરત મહાનગરપાલિકામાં બાયોમેડિકલ એન્જિનિયરની ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારો https://www.suratmunicipal.gov.in સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us