સુરત મહાનગરપાલિકા ભરતી: ફાયર ખાતામાં લાખેણી સેલેરી વાળી નોકરી માટે ઉત્તમ તક, અહીં વાંચો બધી જ માહિતી

SMC Recruitment 2024, સુરત મહાનગરપાલિકા ભરત : સુરતમાં તગડા પગારની નોકરી મેળવવા માટે સુવર્ણ તક આવી ગઈ છે. સુરત મહાનગરપાલિકાની ભરતી અંગેની સંપૂર્ણ માહિતી આ લેખમાં આપવામાં આવી છે.

Written by Ankit Patel
July 02, 2024 10:27 IST
સુરત મહાનગરપાલિકા ભરતી: ફાયર ખાતામાં લાખેણી સેલેરી વાળી નોકરી માટે ઉત્તમ તક, અહીં વાંચો બધી જ માહિતી
સુરત મહાનગરપાલિકા ભરતી- photo - twitter

SMC Recruitment 2024, સુરત મહાનગરપાલિકા ભરત : લાખો રૂપિયાના પગાર વાળી નોકરી મેળવવાના સપના જોતા ઉમેદવારો માટે સુરતમાં જ આ નોકરી મેળવવાની ઉત્તમ તક આવી ગઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર ખાતામાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર ખાતામાં ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની કુલ પાંચ જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

સુરત મહાલનગરપાલિકા ભરતી માટે પોસ્ટ, શારીરિક લાયકાત, શૈક્ષણિક લાયકાત, પગાર ધરોણ, વર મર્યાદા, ભરતી અંગેની મહત્વની તારીખો, અરજી પ્રક્રિયા, સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

સુરત મહાનગરપાલિકા ભરતી અંગે મહત્વની માહિતી

સંસ્થાસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
પોસ્ટચીફ ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર
ખાલી જગ્યા5
અરજી કરવાની શરુઆતની તારીખ3 જુલાઈ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ17 જુલાઈ 2024
ક્યાં અરજી કરવીhttps://www.suratmunicipal.gov.in

સુરત મહાનગરપાલિકા ભરતીની પોસ્ટ અંગે વિગતો

પોસ્ટ ખાલી જગ્યા
ચીફ ફાયર ઓફિસર 01
ડે.ચીફ ફાયર ઓફિસર 04
કુલ 05

સુરત મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત

ચીફ ફાયર ઓફિસર – કેમેસ્ટ્રી અથવા ફીઝીક્સ સાથે બી.એસ.સી. પાસ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર દ્વારા ચાલતો ડિવિઝનલ ઓફિસર્સ કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ.

ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર – માન્ય વિદ્યાપીઠના કેમેસ્ટ્રી અને ફીઝીક્સ સાથે બી.એસ.સી અને નેશલન ફાયર સર્વિસ, કોલેજ, નાગપુર દ્વારા ચાલતો ડિવિઝનલ ઓફિસર્સ કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ.

સુરત મહાનગરપાલિકા ભરતી માટે અનુભવ

ચીફ ફાયર ઓફિસર – ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો કુલ 14 વર્ષનો અનુભવ હોવો જોઈએ ઉપરાંત ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની અથવા તેની સમકક્ષ જગ્યા ઉપર ત્રણ વર્ષનો ઓછામાં ઓચો અનુભવ અને ડિવિઝનલ ઓફિસરનો કોર્ષ પાસ કર્યા પછી છ વર્ષનો અનુભવ હોવો જોઈએ. આ ઉપરાંત હેવી મોટર વ્હીકલ ચલવવાનું વેલીડ ડ્રાઇિંગ લાઈસન્સ હોવું જોઈએ.

ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર – ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો કુલ 10 વર્ષનો અનુભવ, જે પૈકી ડિવિઝનલ ઓફિસર્સ કોર્ષ પાસ કર્યા બાદ ત્રણ વર્ષનો ઓછામાં ઓછો અનુભવ. આ ઉપરાંત હેવી મોટર વ્હીકલ ચલવવાનું વેલીડ ડ્રાઇિંગ લાઈસન્સ હોવું જોઈએ.

સુરત મહાનગરપાલિકા ભરતી માટે પગાર ધોરણ

પોસ્ટ પગારધોરણ
ચીફ ફાયર ઓફિસરપે મેટ્રીક્ષ- ₹67,700 – ₹ 2,08,700
ડે.ચીફ ફાયર ઓફિસરપે મેટ્રીક્ષ – ₹56,100 – ₹ 1,77,500

સુરત મહાનગરપાલિકા ભરતી માટે વય મર્યાદા

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર ખાતામાં બહાર પાડેલી જગ્યા માટે વય મર્યાદાની વાત કરીએ તો ચીફ ફાયર ઓફિસર માટે વધુમાં વધુ 50 વર્ષની ઉંમર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર માટે વધુમાં વધુ 48 વર્ષની વય મર્યાદા રાખવામાં આવી છે.

આ પણ વાંચો

અરજી કેવી રીતે કરવી

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ખાતાની ભરતી માટે અરજી કરવા માટે આપેલા સ્ટેપ અનુસરો

  • 1- ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે https://www.suratmunicipal.gov.in મુલાકાત લેવી
  • 2- ઓનલાઈન અરજી કરતા સમયે જરૂરી દસ્તાવેજો સાથે રાખવા
  • 3- માંગેલી તમામ માહિતી ધ્યાનપૂર્વક ભરવી
  • 4- બધી માહિતી ભરાઈ જાય પછી સબમીટ કરવું
  • 5- ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન આઉટ કાઢી લેવી.

સુરત મહાનગરપાલિકા ભરતીનું નોટિફિકેશન

સુરત મહાલનગરપાલિકા ભરતી માટે પોસ્ટ, શારીરિક લાયકાત, શૈક્ષણિક લાયકાત, પગાર ધરોણ, વર મર્યાદા, ભરતી અંગેની મહત્વની તારીખો, અરજી પ્રક્રિયા, સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચો.

મહત્વની સુચના

સુરત મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ઝીણવટ પૂર્વક વાંચવું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ