સુરત મહાનગરપાલિકા ભરતીઃ સુરતમાં તગડા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

SMC Recruitment 2024 : સુરત મહાનગરાપલિકા દ્વારા ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ માટે એસએમસી દ્વારા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

SMC Recruitment 2024 : સુરત મહાનગરાપલિકા દ્વારા ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ માટે એસએમસી દ્વારા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Surat municipal corporation recruitment 2024, SMC recruitment 2024

સુરત મહાનગરપાલિકા ભરતી- photo - twitter

SMC Recruitment 2024, સુરત મહાનગરપાલિકા ભરતીઃ સુરતમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે શહેરમાં જ નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. સુરત મહાનગરાપલિકા દ્વારા ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ માટે એસએમસી દ્વારા રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા આજે 3 ડિસેમ્બર 2024થી શરુ થઈ ગઈ છે.

સુરત મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા, અનુભવ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.

સુરત મહાનગરપાલિકા ભરતી માટેની મહત્વની માહિતી

સંસ્થાસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)
પોસ્ટફાયર ઓફીસર સહિત વિવિધ
વિભાગફાયર વિભાગ
જગ્યા32
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની શરુઆતની તારીખ3-12-2024
અરજી કરવાની છેલ્લી તારીખ17-12-2024
ક્યાં અરજી કરવીhttps://www.suratmunicipal.gov.in/

સુરત મહાનગરપાલિકા ભરતી પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
એડી ચીફ ફાયર ઓફીસર1
ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર1
ફાયર ઓફીસર9
સબ ઓફિસર (ફાયર)21

શૈક્ષણિક લાયકાત

એડીશનલ ચીફ ફાયર ઓફીસર

  • શૈક્ષણિક લાયકાત - ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જીનીયર્સ ભારતના સ્નાતક અથવા માન્ય યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રી અથવા ફીઝીક્સ સાથે બી.એસસી. પાસ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગરપુર દ્વારા ચાલતો ડીવીઝનલ ઓફિસર્સ કોર્ષ પાસ
  • અથવા માન્ય યુનવર્સિટીમાંથી બી.ઈ.(ફાયર)/બી.ટેક (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી)/ બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી)
  • અનુભવ - ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો કૂલ 14 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જે પૈકી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની અથવા તેની સમકક્ષ જગ્યા ઉપરનો ત્રણ વર્ષનો ઓછામાં ઓછો અનુભવ અથવા ડીવીઝનલ ઓફિસરનો કોર્ષ પાસ કર્યા બાદ કોઈપણ પી.એસ.યુ અથવા સરકારી સંસ્થામાં ઓછામાં ઓછા 06 વર્ષનો અનુભવ

ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર

  • શૈક્ષણિક લાયકાત - ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જીનીયર્સ ભારતના સ્નાતક અથવા માન્ય યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રી અથવા ફીઝીક્સ સાથે બી.એસસી. પાસ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર દ્વારા ચાલતો ડીવીઝનલ ઓફિસર્સ કોર્ષ પાસ. અથવા માન્ય યુનવર્સિટીમાંથી બી.ઈ.(ફાયર)/બી.ટેક (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી)/ બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી)
  • અનુભવ - સ્ટેશન ઓફીસર-ફાયર ઓફિસરના દરજજાથી નીચે નહીં તેવી જગ્યાનો 3 વર્ષનો અનુભવ.

ફાયર ઓફીસર

  • શૈક્ષણિક લાયકાત- માન્ય યુનિવર્સિટીમાં બી.ઈ.(ફાયર)/બી.ટેક (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી)/ બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી)ની પદવી ધરાવતા હોવા જોઈએ.
  • અનુભવ- ઉક્ત લાયકાત પ્રાપ્ત કર્યા બાદ ફાયર કેડરને લગતી કામગીરીનો ઓછામાં ઓછો કૂલ 3 વર્ષનો અનુભવ

સબ ઓફીસર (ફાયર)

  • શૈક્ષણિક લાયકત - માન્ય યુનિવર્સિટીમાંથી બી.ઈ.(ફાયર)/બી.ટેક (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી)/ બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી)
  • અનુભવ - ઉક્ત લાયકાત પ્રાપ્ત કર્યા બાદ ફાયર કેડરને લગતી કામગીરીનો ઓછામાં ઓછો કૂલ 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ.

વય મર્યાદા અને પગાર

પોસ્ટવયમર્યાદાપગાર
એડીશનલ ચીફ ફાયર ઓફિસર45 વષથી વધારે નહીંપે મેટ્રીક્ષ ₹67,700-₹2,08,700
ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર45 વર્ષથી વધુ નહીંપે મેટ્રીક્ષ ₹ 56,100-₹ 1,77,500
ફાયર ઓફીસર35 વર્ષથી વધુ નહીંપે મેટ્રીક્ષ ₹ 39,900-₹ 1,26,600
સબ ફાયર ઓફીસર35 વર્ષથી વધુ નહીંપે મેટ્રીક્ષ ₹35,400- ₹ 1,12,400

કેવી રીતે અરજી કરવી?

  • સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપરથી ઓલાઈન અરજી કરવાની રહેશે
  • આ માટે ઉમેદવારે સંસ્થાની વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જવું
  • જ્યાં રિક્રૂટમેન્ટ ઓપ્શનમાં જવું અને એપ્લાય નાઉ પર ક્લિક કરવી
  • ત્યારબાદ ફોર્મમાં માંગેલી માહિતી ભરતી ફોર્મ અપલોડ કરવું
  • ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી.

આ પણ વાંચોઃ- નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ ભરતી, અમદાવાદમાં વિવિધ પોસ્ટ પર બમ્પર નોકરી, લાખો રૂપિયા સુધીનો પગાર, વાંચો બધી માહિતી

નોટિફિકેશન

સુરત મહાનગરપાલિકા ભરતી માટે શૈક્ષણિક લાયકાત, વિવિધ પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા, અનુભવ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.

ઉમેદવારોને સૂચન છે કે ઉમેદવારોએ સુરત મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સંસ્થાનું ભરતી અંગેનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

Advertisment
Surat નોકરી કરિયર ભરતી સરકારી નોકરી