સુરત મહાનગરપાલિકા ભરતીઃ ફાયર વિભાગમાં તગડા પગારની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાંચો બધી માહિતી

SMC Recruitment 2024 : સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Surat municipal corporation recruitment 2024, SMC recruitment 2024

સુરત મહાનગરપાલિકા ભરતી- photo - twitter

SMC Recruitment 2024, સુરત મહાનગરપાલિકા ભરતી : સુરતમાં રહેતા અને સારા પગારની નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સુરતમાં જ નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયર વિભાગમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

સુરત મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

સુરત મહાનગરપાલિકા ભરતી માટે અગત્યની માહિતી

સંસ્થાસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટવિવિધ
વિભાગફાયર વિભાગ
વય મર્યાદાવિવિધ
એપ્લિકેશન મોડઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ17-12-2024
ક્યાં અરજી કરવીhttps://www.suratmunicipal.gov.in

સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
એડી ચીફ ફાયર ઓફીસર1
ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર1
ફાયર ઓફીસર9
સબ ઓફીસર (ફાયર)21

શૈક્ષણિક લાયકાત

એડીશનલ ચીફ ફાયર ઓફીસર

  • ઈન્સ્ટીટ્યુટ ઓફ ફાયર એન્જીનીયર્સ ભારતના સ્નાતક અથવા
  • માન્ય યુનિવર્સિટીમાંથી કેમેસ્ટ્રી અથવા ફીઝીક્સ સાથે બી.એસસી. પાસ અને નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગપુર દ્વારા ચાલતો ડીવીઝનલ ઓફિસર્સ કોર્ષ પાસ અથવા
  • માન્ય યુનિવર્સિટીમાંથી બીઈ(ફાયર), બી.ટેક. (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી), બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી)

ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર

ફાયર ઓફીસર

  • માન્ય યુનિવર્સિટીમાંથી બીઈ(ફાયર), બી.ટેક. (ફાયર), બી.ઈ.(ફાયર એન્ડ સેફ્ટી), બી.ટેક (ફાયર એન્ડ સેફ્ટી) પદવી ધરાવતો હોવો જોઈએ અથવા
  • કોઈપણ વિદ્યાશાખાના સ્નાતક તેમજ નેશનલ ફાયર સર્વિસ કોલેજ, નાગરપુર દ્વારા ચાલતો સબ ફાયર ઓફીસર કોર્ષ સફળતાપુર્વક પાસ કેરલો હોવો જોઈએ અથવા
  • નેશનલ ફાયર એકેડમી વડોદરામાંથી સબ ઓફીસર ફાયર કોર્ષ અથવા એન.સી.વી.ટી. અથવા સરકાર દ્વારા ચાલતો સબ ફાયર ઓફીસર કોર્ષ
  • વિજ્ઞાન વિદ્યાશાખાના સ્નાતકને અગ્રીમતા આપવામાં આવશે.

સબ ઓફીસર (ફાયર)

અનુભવ

  • એડીશનલ ચીફ ફાયર ઓફીસર - ફાયર સેવાને લગતી કેડરમાં કામગીરીનો કૂલ 14 વર્ષનો અનુભવ હોવો જોઈએ. જે પૈકી ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની અથવા તેની સમકક્ષ જગ્યા ઉપરનો ત્રણ વર્ષનો ઓછામાં ઓછો અનુભવ હોવો જોઈએ.અથવા ડીવીઝનલ ઓફિસરનો કોર્ષ પાસ કર્યા બાદ કોઈપણ પી.એસ.યુ. અથવા સરકારી સંસ્થામાં ઓછામાં ઓછા 6 વર્ષનો અનુભવ
  • ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર - સ્ટેશન ઓફીસર-ફાયર ઓફીસરના દરજ્જાથી નીચે નહીં તેવી જગ્યાનો ત્રણ વર્ષનો અનુભવ
  • ફાયર ઓફીસર - માંગેલી લાયકાત પ્રાપ્ત કર્યા બાદ ફાયર કેડરની લગતી કામગીરીનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ
  • સબ ઓફીસર (ફાયર) - માંગેલી લાયકાત પ્રાપ્ત કર્યા બાદ ફાયર કેડરની લગતી કામગીરીનો ઓછામાં ઓછો 3 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ

વય મર્યાદા અને પગાર ધોરણ

પોસ્ટવયમર્યાદાપગાર
એડીશનલ ચીફ ફાયર ઓફીસર45 વર્ષથી વધુ નહીં₹67,700-₹ 2,08,700
ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર45 વર્ષથી વધુ નહીં₹56,100-₹1,77,500
ફાયર ઓફીસર35 વર્ષથી વધુ નહીં₹39,900- ₹1,26,600
સબ ઓફીસર(ફાયર)35 વર્ષથી વધુ નહીં₹35,400- ₹1,12,400

કેવી રીતે અરજી કરવી?

  • ઉમેદવારોએ પહેલા સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ https://www.suratmunicipal.gov.in પર જવું
  • અહીં recruitment બટન પર ક્લિક કરવું
  • જ્યાં કરંટ રિક્રૂટમેન્ટ પર ક્લિક કરવાથી ભરતીની જાહેરાત દેખાશ
  • અહીં એપ્લાય નાઉ ક્લિક કરવાથી ફોર્મ ખુલશે
  • ફોર્મમાં માંગેલી વિગતો અને દસ્તાવેજો બિડાણ કરી ફી ચૂકવણી બાદ ફોર્મ સબમીટ કરવું

નોટિફિકેશન

ઉમેદવારોને સૂચન છે કે સુરત મહાનગરપાલિકા ભરતી માટે ઓનલાઈન અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

Advertisment
Surat નોકરી કરિયર ભરતી સરકારી નોકરી