/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/SMC-Recruitment-2024.jpg)
સુરત મહાનગરપાલિકા ભરતી - photo - Facebook
SMC Recruitment 2024,સુરત મહાનગરપાલિકા ભરતી : સુરતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર માટે એમપીએચડબલ્યુ પુરુષ ઉમેદવારો માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે.
સુરત મહાનગરપાલિકા ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકા, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, અરજી કરવાની રીત, પસંદગી પ્રક્રિયા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
સુરત મહાનગરપાલિકા ભરતી માટે મહત્વની માહિતી
| સંસ્થા | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન |
| પોસ્ટ | એમપીએચડબ્લ્યુ |
| જગ્યા | 59 |
| નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
| વિભાગ | અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 30 ઓક્ટોબર 2024 |
| ક્યાં અરજી કરવી? | https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx |
સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
સુરત મહાનગરપાલિકામાં 15માં નાણાપંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજના પાંચ વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી 11 માસના કરાર આધારિત પદ્ધતિથી પીએમએચડબ્લ્યુ પુરુષ ઉમેદવારો ભરવાના છે.
શૈક્ષણિક લાયકાત
સુરત મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ ધોરણ 12 પાસ અને એમપીએચડબ્લ્યુ બેઝિક કોર્ષ કરેલો હોવો જોઈએ.
આ ઉપરાંત કમ્પ્યટરના ઉપયોગનું બેઝિક સર્ટિફિકેટ હોવું જોઈએ
વય મર્યાદા અને પગાર
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી 11 માસના કરાર આધારિત હોવાથી આ પોસ્ટમાં પસંદ પામેલા ઉમેદવારોને 15,000 રૂપિયા પ્રતિ મહિના ફિક્સ પાગર મળશે. આ ઉપરાંત અરજી કરનાર ઉમેદવારની ઉંમર 45 વર્ષથી વધારે ન હોવી જોઈએ.
અરજી કેવી રીતે કરવી
- આ પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છા ઉમેદવારો https://arogyasathi.gujarat.gov.in/ પર આપેલી લીંક ઉપર 21 ઓક્ટોબર 2024થી 30 ઓક્ટોબર 2024 રાત્રે 11.59 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે.
- ઓનલાઈન અરજીઓ જ સ્વીકારવામાં આવશે
- અરજી રૂબરૂ લેવામાં આવશે નહીં.
ઉમેદવારોને ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- શૈક્ષણિક લાયકાત તેમજ વધુ વિગતો માટે ઉક્ત વેબસાઈટ ઉપર ચકાસણી કરી અરજી કરવી
- આ ભરતી કરાર આધારિત હોવાથી અન્ય કોઈ હક્ક-હિત મળવાપાત્ર થશે નહીં તથા કાયમી નોકરી માટે કોઈ હક દાવો કરી શકાશે નહીં
- મુદ્દત પુરી થયેથી આપોઆપ નિયુક્તિ સમાપ્ત થશે.
- ભરતી ફક્ત મેરીટ અને અનુભવના આધારે જ કરવામાં આવશે.
- ભરતી પ્રક્રિયા અંગે જો કોઈ અનિવાર્ય સંજોગો ઉભા થશે તો ભરતી રદ કરવાનો હક્ક સંસ્થાને અબાધિત રહેશે.
ભરતી નોટિફિકેશન
કરિયર અંગે વધારે સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ઉમેદવારોને સૂચન છે કે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન એકવાર ધ્યાન પૂર્વક વાંચી લેવું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us