SMC recruitment 2025, સુરત મહાનગરપાલિકા ભરતી : સુરતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. સુરત મહાનગરપાલિકાએ ત્રીજી શ્રેણી ક્લાર્કની જગ્યાઓ બહાર પાડી છે. આ જગ્યાઓ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સંસ્થાએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ક્લાર્ક પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી કરાવની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
સુરત મહાનગરપાલિકા ભરતીની મહત્વની માહિતી
સંસ્થા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) પોસ્ટ ક્લાર્ક જગ્યા 146 એપ્લિકેશન મોડ ઓનલાઈન વય મર્યાદા 35 વર્ષથી વધુ નહીં અરજી કરવાની છેલ્લી તારીખ 31-5-2025 ક્યાં અરજી કરવી https://www.suratmunicipal.gov.in
સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો
કેટેગરી જગ્યા અનુસુચિત જાતિ 9 અનુસુચિત જન જાતિ 23 સામાજીક શૈક્ષણિક પછાત વર્ગ 38 આર્થિક નબળા વર્ગ 3 જનરલ 73 કુલ 146
SMC ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યાશાખાના સ્નાતકની પદવી હોવી જોઈએ
- સરકારી-અર્ધસરકારી-ખાનગી સંસ્થામાં વહીવટી કામગીરીનો ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો જોઈએ
વય મર્યાદા
સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ક્લાર્કની નોકરી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ ઉપરાંત અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
પગાર ધોરણ
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પે મેટ્રીક્ષ – ₹19900-₹63200 પગાર મળવા પાત્ર રહેશે.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી?
- સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત અરજી કરવા માટે પહેલા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની https://www.suratmunicipal.gov.in વેબસાઈટ ઉપર જવું
- અહીં પહેલા અરજદારે રજીસ્ટ્રેશ કરવાનું રહેશે. જો પહેલાથી જ રજીસ્ટ્રેશન કરેલું હશે તેમને જરૂર નથી
- યુઝર આડી પાસવર્ડ સાથે લોગઈ કરીને ઓનલાઈન અરજી કરી શકાશે.





