SMC Recruitment 2025: સુરતમાં પરીક્ષા વગર જ ₹40,000ની નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી

SMC Recruitment 2025 Job Details: સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ટેક્નીશિયન પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, ઈન્ટરવ્યુ તારીખ સમય અને સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
Updated : June 17, 2025 13:57 IST
SMC Recruitment 2025: સુરતમાં પરીક્ષા વગર જ ₹40,000ની નોકરી મેળવવાની તક, અહીં વાંચો બધી માહિતી
સુરત મહાનગરપાલિકા ભરતી - photo - Facebook

Surat Municipal Corporation Recruitment 2025, સુરત મહાનગરપાલિકા ભરતી : સુરતમાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે જ નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં સીટી સ્કેન એન્ડ એમ.આર.આઈ ટેક્નીશિયન માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કર્યું છે. આ ઈન્ટરવ્યુમાં ભાગ લેવા માટે સંસ્થાએ ઉમેદાવરોને આમંત્રિત કર્યા છે.

સુરત મહાનગરપાલિકા ભરતી અંતર્ગત ટેક્નીશિયન પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, ઈન્ટરવ્યુ તારીખ સમય અને સ્થળ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

સુરત મહાનગરપાલિકા ભરતીની માહિતી

સંસ્થા સુરત મહાનગરપાલિકા (SMC)વિભાગ સ્મીમેર હોસ્પિટલપોસ્ટ સીટી સ્કેન એન્ડ MRI ટેક્નિશિયનજગ્યા 01વય મર્યાદા 45 વર્ષથી વધુ નહીંનોકરીનો પ્રકાર 11 માસ કરાર આધારિતવોક ઈન્ટરવ્યુ તારીખ 21-6-2025ઈન્ટરવ્યુ સ્થળ સુરત મહાનગરપાલિકા ઓફિસ

SMC recruitment 2025, પોસ્ટની વિગતો

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ ખાતે સ્થાયી સમિતિ ઠરાવ નંબર 181-2025 તારીખ 28-3-205થી 11 માસ માટે કરારીય ધોરણે ઉપસ્થિત કરવા માટે સીટી સ્કેન એન્ડ એમ.આર.આઈ ટેક્નીશિયનની એક જગ્યા માટે વોક ઈન ઈન્ટરવ્યુનું આયોજન કરવામાં આવ્યું છે.

શૈક્ષણિક લાયાકત

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો ઉમેદવારે B.Sc.(ફિજિક્સ) સાથે B.Sc.Radiographer/radioimaging technician કોર્ષ કરેલો હોવો જોઈએ.ઉમેદવારને CT/MRI સેન્ટરમાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ.શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી માટે આ લેખમાં આપેલી ભરતીની જાહેરાત જોવી.

વય મર્યાદા

સુરત મહાનગરપાલિકા ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની વય મર્યાદા અંગે વાત કરીએ તો ઉમેદવાર 45 વર્ષથી વધારે ઉંમરનો ન હોવો જોઈએ.

પગાર ધોરણ

સુરત મહાનગરપાલિકાની આ ભરતી 11 માસના કરાર આધારિત હોવાથી ટેક્નિશિયન પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમેદવારને પ્રતિ મહિના 40,000 રૂપિયા ફિક્સ પગાર મળશે.

વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ, સમય અને સ્થળ

ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોએ અસલ પ્રમાણપત્રો સાથે પ્રમાણિત નકલો તથા ફોટોગ્રાફ સહિત નિયત ફોર્મમાં અરજી સાથે નિયત તારીખ સમય અને સ્થળ પર હાજર રહીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

  • ઈન્ટરવ્યુ તારીખ – 21-6-2025
  • સમય- સવારે 9થી 11 વાગ્યે
  • સ્થળ- પાંચમો માળ, ન્યુ એનેક્ષી બિલ્ડિંગ, મધ્યસ્થ મહેકમ (રિક્રુટમેન્ટ) વિભાગ, સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી, સુરત.

ભરતીની જાહેરાત

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ઉમેદવારો માટે ખાસ સૂચન

આ ભરતી ફિક્સ વેતનથી કરાર આધારીત ભરતીના નિયમો અને શરતો આધિન ભરવાના આવશે. અન્ય કોઈ પણ જાતના ભથ્થા અને નાણાંકિય લાભ ચૂકવવામાં આવશે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ