Teacher Job : સુરત મહાનગરપાલિકાની વિવિધ શાળાઓમાં શિક્ષકોની ભરતી, અહીં વાંચો બધી જ માહિતી

SMC Recruitment 2025, Teacher jobs : સુરત મહાનગરપાલિકા શિક્ષક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

SMC Recruitment 2025, Teacher jobs : સુરત મહાનગરપાલિકા શિક્ષક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
SMC Bharti 2025 : સુરતમાં શિક્ષકની નોકરી મેળવવાની જોરદાર તક, અહીં વાચો બધી જ માહિતી

સુરત મહાનગરપાલિકા ભરતી, શિક્ષક નોકરી -

SMC Recruitment 2025, Teacher jobs : TAT પરીક્ષા પાસ કરેલા અને શિક્ષકની નોકરી મેળવવાની રાહ જોઈને બેઠલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત વિવિધ શાળાઓમાં વિવિધ વિષયો માટે શિક્ષકોની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. આ જગ્યાઓ ભરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે.

સુરત મહાનગરપાલિકા શિક્ષક ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, નોકરીનો પ્રકાર, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

સુરત મહાનગરપાલિકા શિક્ષક ભરતીની મહત્વની માહિતી

સંસ્થાસુરત મહાનગરપાલિકા (SMC)
પોસ્ટશિક્ષક
જગ્યા83
વય મર્યાદા40 વર્ષ
એપ્લિકેશન મોડઓનલાઈન
નોકરીનો પ્રકારકરાર આધારિત
અરજી કરવાની છેલ્લી તારીખ15-4-2025
ક્યાં અરજી કરવીhttps://www.suratmunicipal.gov.in

સુરત મહાનગરપાલિકા શિક્ષક ભરતી પોસ્ટની વિગતો

સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન માધ્યમિક શાળા સેલ હસ્તકની વિવિધ માધ્યમોની શાળાઓ માટે 11 માસના કરાર આધારિત શિક્ષકોની ભરતી બહાર પાડી છે. જેની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે.

માધ્યમવિષયજગ્યા
ગુજરાતીગણિત-વિજ્ઞાન16
સમાજવિદ્યા5
ગુજરાતી6
સંસ્કૃત3
કમ્યુટર3
મરાઠીગણિત-વિજ્ઞાન10
સમાજવિદ્યા2
અંગ્રેજી-હિન્દી4
કમ્પ્યુટર1
હિન્દીગણિત-વિજ્ઞાન4
સમાજવિદ્યા2
ગુજરાતી1
સંસ્કૃત1
અંગ્રેજી1
કમ્પ્યુટર1
ઉડીયાગણિત-વિજ્ઞાન-1
સમાજવિદ્યા1
અંગ્રેજી-હિન્દી1
ગુજરાતી1
ઉડીયા1
ઉર્દુગણિત-વિજ્ઞાન1
અંગ્રેજી-હિન્દી1
અંગ્રેજીગુજરાતી2
સંસ્કૃત2
કમ્પ્યુટર2
ગણિત-વિજ્ઞાન1
સમાજવિદ્યા1
કુલ83

શૈક્ષણિક લાયકાત

  • રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સના લક્ષ્યો મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણના હેતુ માટે શિક્ષણ વિભાગ દ્વારા નિયત કરવામાં આવેલી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી દ્વિસ્તરીય TAT (માધ્યમિક)પરીક્ષા માં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો
  • હવે પછી રાજ્ય પરીક્ષાબોર્ડ દ્વારા TAT (માધ્યમિક) પરીક્ષા લેવાય ત્યારે જે તે વખતના પ્રવર્તમાન ઉતીર્ણ થયેલા ઉમેદવારો

વય મર્યાદા

ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો માધ્યમિક વિભાગ માટે ઉમેદવારની ઉંમર વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવી છે.

પસંદગી પ્રક્રિયા

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા માધ્યમિક વિભાગ માટે TAT (માધ્યમિક)ના પ્રસિદ્ધ કરવામા આવનાર પરિણાના જેતે વખતે પ્રવર્તમાન વર્ષના મેરીટ લિસ્ટના આધારે મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે.

પગાર ધોરણ

આ પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમદેવારોને 24000 પ્રતિ માસ ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

અરજી કેવી રીતે કરવી

  • આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમદેવારોએ સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જવું
  • અહીં રીક્રૂટમેન્ટ ટેબ ઉપર ક્લિક કરવાથી વિવિધ પોસ્ટની માહિતી દેખાશે
  • જ્યાં એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાથી અરજી વિગતો દેખાશે
  • માંગેલી વિગતો ભરીને જરૂરી દસ્તાવેજો અપલોડ કરવા
  • અરજી ફાઈનલ સબમીટ કરવી અને પ્રીન્ટ કાઢી લેવી

નોટિફિકેશન

ઉમેદવારોને સુચન છે કે સુરત મહાનગરપાલિકા શિક્ષક ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

Advertisment
Surat ગુજરાત નોકરી કરિયર