Sojitra Bharti 2026: આણંદ જિલ્લાના સોજીત્રામાં ₹30,000 ની નોકરીની તક, જાણો કોણ કરી શકશે અરજી?

Sojitra nagarpalika Bharti 2026 : સોજીત્રા નગરપાલિકા ભરતી અંતર્ગત સીટી મેજનેર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

Sojitra nagarpalika Bharti 2026 : સોજીત્રા નગરપાલિકા ભરતી અંતર્ગત સીટી મેજનેર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે.

author-image
Ankit Patel
New Update
Sojitra nagarpalika Bharti

સોજીત્રા નગરપાલિકા ભરતી 2026 Photograph: (freepik)

Sojitranagar palika Bharti, સોજીત્રા નગરપાલિકા ભરતી : આણંદ જિલ્લામાં રહેતા ઉમેદવારો માટે સોજીત્રામાં જ સારા પગારની નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. સોજીત્રા નગરપાલકા દ્વારા સીટી મેનેજરની પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવાર પસંદ કરવા સંસ્થાએ ઉમેદવારો પાસે અરજીઓ મંગાવી છે.

Advertisment

સોજીત્રા નગરપાલિકા ભરતી અંતર્ગત સીટી મેજનેર પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, પગાર ધોરણ, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી આ લેખમાં આપેલી છે. 

આણંદ ભરતી 2026 ની મહત્વની માહિતી

સંસ્થા    સોજીત્રા નગરપાલિકા ભરતી
પોસ્ટ    સીટી મેનેજર
જગ્યા    01
નોકરીનો પ્રકાર    11 માસ કરાર આધારિત
એપ્લિકેશન મોડ    ઓફલાઈન
વોક ઈન ઈન્ટરવ્યુ તારીખ    31-1-2026
ઈન્ટરવ્યુ સ્થળ    સરનામુ નીચે આપેલું છે

સોજીત્રા નગરપાલિકા ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

સ્વચ્છ ભારત મિશન અર્બન, ગુજરાત અંતર્ગત સોજીત્રા નગરપાલિકામાં 11 માસ કરાર આધારિત સીટી મેનેજર પોસ્ટની એક જગ્યા માટે ભરતીનું આયોજન કર્યું છે. તારીખ 31-1-2026ના રોજ છેલ્લી તારીખ સુધીમાં અરજીઓ મોકલવાની રહેશે

Advertisment

શૈક્ષણિક લાયકા

  • સોજીત્રા નગરપાલિકા ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો B.E/B.Tech- Environment, B.E/B.tech civil, M.E/M.Tech- Environment, M.E/M.tech civil
  • ડિગ્રી મેળવ્યા બાદ એક વર્ષનો અનુભવ

પગાર ધોરણ

સોજીત્રા નગરપાલિકા ભરતી 11 માસના કરાર આધારિત હોવાથી સીટી મેનેજર પોસ્ટ ઉપર પસંદ પામેલા ઉમદેવારોને પ્રતિ માસ ₹30,000 ફિક્સ પગાર મળવા પાત્ર રહેશે.

અરજી કેવી રીતે કરવી?

  • લાયક અને રસ ધરાવતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત, અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની સ્વ પ્રમાણિત નકલો ફક્ત આર.પી.એ.ડી.થી મોકલવાની રહેશે.
  • સમય મર્યાદા પછી આવેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં
  • ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતીની જાહેરાત

ઈન્ટરવ્યુ સ્થળ

સોજીત્રા નગરપાલિકા કચેરી, પોસ્ટ ઓફીસની બાજુમાં, સોજીત્રા, જી. આણંદ. 387240 

કરિયર નોકરી ભરતી