Ahmedabad Sola Hospital Recruitment 2024, સોલા સિવિલ અમદાવાદ ભરતી : અમદાવાદમાં રહેતા અને નોકરીની શોધ કરતા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. નેશલન હેલ્થ મિશન અંતર્ગત જીએમઈઆરએસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ સોલામાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. 13 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
સોલા સિવિલ અમદાવાદ ભરતી માટે પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, ઓનલાઈન અરજી કરવાની રીત, નોકરીનો પ્રકાર સહિત તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
સોલા સિવિલ અમદાવાદ ભરતીની મહત્વની માહિતી
સંસ્થા નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પોસ્ટ વિવિધ જગ્યા 13 નોકરીનું સ્થળ અમદાવાદ નોકરીનો પ્રકાર કરાર આધારિત અરજી કરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ 2024 ક્યાં અરજી કરવી https://arogyasathi.gujarat.gov.in
સોલા સિવિલ અમદાવાદ ભરતીની પોસ્ટની વિગેત માહિતી
પોસ્ટ જગ્યા મેડિકલ ઓફિસર (MBBS) 1 ઓડિયો લોજીસ્ટ એન્ડ સ્પીચ થેરાપિસ્ટ 1 ઓપ્ટોમાટ્રીસ્ટ 1 સાયકોલોજીસ્ટ 1 મેડિકલ ઓફિસર- ડેન્ટિસ્ટ 1 ડેન્ટલ ટેક્નિકલ 1 ફિઝિયોથેરાપિસ્ટ 1 ઇયર્લી ઇન્ટરવેન્ટીઓલિસ્ટ કમ સ્પેશિયલ એડ્યુકેટર 1 સ્ટાફ નર્સ 1 સોશિયલ વર્કર 1 લેબોરેટરી ટેક્નિશિયન 1 DEIC મેનેજર 1 ડેટા એન્ટ્રી ઓપરેટર 1
સોલા સિવિલ અમદાવાદ ભરતી માટે શૈક્ષણિક લાયકાત
નેશલન હેલ્થ મિશન અંતર્ગત સોલા સિવિલ હોસ્પિટલમાં વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યુ છે. નોટિફિકેશન અંતર્ગત વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી હતી. ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અંગે વધારે માહિતી જાણવા માટે આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
સોલા સિવિલ અમદાવાદ ભરતી માટે પગાર ધોરણ
પોસ્ટ જગ્યા મેડિકલ ઓફિસર (MBBS) ₹ 75,000 ઓડિયો લોજીસ્ટ એન્ડ સ્પીચ થેરાપિસ્ટ ₹ 19,000 ઓપ્ટોમાટ્રીસ્ટ ₹ 16,000 સાયકોલોજીસ્ટ ₹ 16,000 મેડિકલ ઓફિસર- ડેન્ટિસ્ટ ₹ 30,000 ડેન્ટલ ટેક્નિકલ ₹ 20,000 ફિઝિયોથેરાપિસ્ટ ₹ 19,000 ઇયર્લી ઇન્ટરવેન્ટીઓલિસ્ટ કમ સ્પેશિયલ એડ્યુકેટર ₹ 21,000 સ્ટાફ નર્સ ₹ 20,000 સોશિયલ વર્કર ₹ 18,000 લેબોરેટરી ટેક્નિશિયન ₹ 20,000 DEIC મેનેજર ₹ 30,000 ડેટા એન્ટ્રી ઓપરેટર ₹ 15,000
સોલા સિવિલ અમદાવાદ ભરતી માટે વયમર્યાદા
નેશલન હેલ્થ મિશન અંતર્ગત સોલા સિવિલ હોસ્પિટલમાં વિવિધ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો અરજી કરના ઉમેદવારની ઉંમર 40 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ.
ભરતીનું નોટિફિકેશન
સોલા સિવિલ અમદાવાદ ભરતી માટે પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, ઓનલાઈન અરજી કરવાની રીત, નોકરીનો પ્રકાર, જરૂરી દસ્તાવેજો સહિત તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
અરજી કેવી રીતે કરવી
સોલા સિવિલ હોસ્પિટલ, અમદાવાદની ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો એ આપેલા સ્ટેપ અનુસરવા
- અરજી કરવા માટે સૌ પ્રથમ ઉમેદવારો https://arogyasathi.gujarat.gov.in મુલાકાત લેવી.
- અહીં વિવિધ પોસ્ટનું નોટિફિકેશન અને અરજી કરવા માટે એપ્લાય નાઉ દેખાશે
- ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવી છે એ પોસ્ટ પર એપ્લાય નાઉ પર ક્લિક કરવું
- ત્યારબાદ ફોર્મમાં માંગેલી માહિતી, જરૂરી દસ્તાવેજોને અટેચ કરીને ફોર્મ સબમીટ કરવું
- ફોર્મ સબમીટ કર્યા બાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રિન્ટ આઉટ કાઢી લેવી
- આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 28 જુલાઈ 2024 છે.
આ પણ વાંચો
- ગુજરાત ખેતી બેંક ભરતી : પ્યુનથી લઈને મેનેજર સુધી નોકરી મેળવવાનો મોકો, ધો.10 પાસ પણ કરી શકે અરજી, વાંચો બધી માહિતી
- ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ભરતી : ₹ 4 લાખ સુધી પગાર વાળી નોકરી, લાયકાત, વયમર્યાદ સહિત તમામ માહિતી અહીં વાંચો
ઉમેદાવરોને ખાસ સૂચન કરવામાં આવે છે. સોલા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં 11 માસના કરાર આધારિત ભરતી કરવામાં આવશે. જે ખાસ ધ્યાનમાં રાખવું. અરજી કરતા પહેલા ઉમેદવારે આ લેખમાં આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.





