સ્પીપામાં પ્રવેશ માટે અરજી પ્રક્રિયા શરુ, અરજી કેવી રીતે કરવી? વાંચો તમામ માહિતી

Spipa Admission, સ્પીપામાં પ્રવેશ : સ્પીપામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે અત્યારે સારી તક છે. સ્પીપા માટે પ્રવેશ માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.

Spipa Admission, સ્પીપામાં પ્રવેશ : સ્પીપામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે અત્યારે સારી તક છે. સ્પીપા માટે પ્રવેશ માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
spipa admission open

સ્પીપા પ્રવેશ - photo Social media

Spipa Admission, સ્પીપામાં પ્રવેશ : સરકારી ભરતી માટે તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સરદાર પટેલ લોકસપ્રશાસન સંસ્થા એટલે કે સ્પીપા એક મહત્વનું સ્થળ છે જ્યાં ઉમેદવારો સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરીને પોતાનું કરિયર બનાવી શકે છે. સ્પીપામાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે અત્યારે સારી તક છે. સ્પીપા માટે પ્રવેશ માટે અરજી પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.

Advertisment

સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા અમદાવાદ ખાતે કેન્દ્ર સરકારની કચેરીઓ અને જાહેર સાહસોમાં વર્ગ 1 તથા 2ની ભરતી માટેની જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે તાલીમ આપવા માટે પ્રશિક્ષણ વર્ગ 2023-24 માટેની પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત અને પાત્રતા

શૈક્ષણિક લાયકાત - ઉમેદવાર કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર દ્વારા કાયદાથી સ્થાપિત માન્ય યુનિવર્સિટી, ડીમ્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થહેલા હોવા જોઈએ. જે લોકો છેલ્લા વર્ષ- સેમેસ્ટરમાં હોય તેઓએ પણ અરજી કરી શકશે.
રાષ્ટ્રીયતા - ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ

વય મર્યાદા

  • ઓછામાં ઓછા 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ
  • બિન અનામત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે નહીં.
  • તેમજ સામાજીક અને શૈક્ષણિક પછાતવર્ગના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ ત્રણ વર્ષની છુટછાટ મળવાપાત્ર થશે.
  • અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST)ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં વધુમાં વધુ પાંચ વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે.
Advertisment

પ્રવેશ પરીક્ષા

પ્રવેશ પરીક્ષા માટે કોન્ટીટેટીવ એપ્ટીટ્યુડ, રીઝનીંગ, જનરલ અવેરનેસ, કરન્ટ અફેર્સ અને અંગ્રેજી મળી 200 મુજબ લેવામાં આવશે.
પ્રવેશ પરક્ષી (આકસ્મિક સંજોગો સિવાય) 11 ઓગસ્ટ 2024ને રવિવારના રોજ લેવામાં આવશે.

હેતુલક્ષી પ્રવેશ પરીક્ષા

પરીક્ષા આગામી 11 ઓગસ્ટ 2024ના રોજ 11 વાગ્યાથી 1 વાગ્યા સમયમાં લેવાશે. વિષય અને ગુણ આ પ્રમાણે છે.

વિષયગુણ
કોન્ટીટેટીવ એપ્ટીટ્યુડ50
વર્બલ અને નોન વર્બલ રીઝનીંગ50
અંગ્રેજી50
જનરલ અવેરનેસ અને કરન્ટ અફેર્સ50
કૂલ200

હોટ ટિકિટ ડાઉનલોડ - પ્રિન્ટ આઉટ કરવા બાબત

તારીખ 11-8-2024ને રવિવારના રોજ યોજાનાર પરીક્ષા માટે પ્રવેશ પરીક્ષા ફી ભરનાર અરજદાર http://ojas.gujarat.gov.in ની વેબસાઈટ પરથી પ્રવેશપત્ર તા.1-8-2024થી તા 11-8-2024 સવારે 10.30 વાગ્યા સુધીમાં ડાઉનલોડ કરી શકે છે.

આ પણ વાંચો

અરજી કરવાની રીત

આ જાહેરાતના સંદર્ભમાં ફક્ત ઓનલાઈન અરજી જ સ્વીકારમાં આવશે. ઉમેદવારોએ જાહેરાતમાં દર્શાવેલ તારીખ 24 જુલાઈ 2024 રાતના 11.59 વાગ્યા સુધી http://ojas.gujarat.gov.in વેબસાઈટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

કરિયર કરિયર ટીપ્સ પરીક્ષા સરકારી નોકરી