/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/SSA-Recruitment-2024.jpg)
સમગ્ર શિક્ષા ગુજરાત ભરતી photo - social media
SSA Recruitment 2024, સમગ્ર શિક્ષા ગુજરાત ભરતી : ગુજરાતમાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા વિવિધ પોસ્ટની 126 જગ્યાઓ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા સંચાલિત બોઈઝ હોસ્ટેલ માટે બહાર પાડેલી જગ્યાઓ ભરવામાં ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ જગ્યા માટે અરજી કરવા ઈચ્છા ઉમેદવારોએ જરા ઝડપ રાખવી પડશે કારણ કે ઓનલાઈન અરજી કરવા માટે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે.
સમગ્ર શિક્ષા ગુજરાત ભરતી માટે વિવિધ પોસ્ટ, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, વય મર્યાદા, પરીક્ષા પદ્ધતિ, અરજી ફી, અરજી પ્રક્રિયા, પગાર ધોરણ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
સમગ્ર શિક્ષા ગુજરાત ભરતી માટે મહત્વની માહિતી
| સંસ્થા | સમગ્ર શિક્ષા, ગુજરાત |
| પોસ્ટ | વિવિધ પોસ્ટ |
| જગ્યા | 126 |
| અરજી મોડ | ઓનલાઈન |
| નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
| વય મર્યાદા | 40 વર્ષથી વધારે નહીં |
| છેલ્લી તારીખ | 07/08/2024 |
| વેબસાઇટ | www.ssagujarat.org |
સમગ્ર શિક્ષા ગુજરાત ભરતી માટે પોસ્ટની વિગતો
| પોસ્ટ | જગ્યા |
| વોર્ડન(ગૃહપતિ)(નિવાસી) ફક્ત પુરુષ ઉમેદવાર | 14 |
| આસીસ્ટન્ટ વોર્ડન(મદદનીશ ગૃહપતિ)(નિવાસી) ફક્ત પુરુષ ઉમેદવાર | 14 |
| હિસાબનીશ (બીન નિવાસી) મહિલા/પુરુષ ઉમેદવાર | 14 |
| હિસાબનીશ (બીન નિવાસી) ફક્ત મહિલા ઉમેદવાર (કેજીબીવી માટે) | 84 |
સમગ્ર શિક્ષા ગુજરાત ભરતીનો નોકરીનો પ્રકાર અને વય મર્યાદા
સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા સંચાલિત નિવાસી બોઈઝ હોસ્ટેલ અને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કેજીબીવી) માટે હાલની પરિસ્થિતિની ખાલી જગ્યાઓ માટે 11 માસના કરાર આધારિત તદન હંગામી ધોરણ ઉમેવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોની ઉંમર 40 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ.
સમગ્ર શિક્ષા ગુજરાત ભરતી માટે પગાર
| પોસ્ટ | પગાર |
| વોર્ડન(ગૃહપતિ)(નિવાસી) ફક્ત પુરુષ ઉમેદવાર | ₹ 25,000 |
| આસીસ્ટન્ટ વોર્ડન(મદદનીશ ગૃહપતિ)(નિવાસી) ફક્ત પુરુષ ઉમેદવાર | ₹ 15,000 |
| હિસાબનીશ (બીન નિવાસી) મહિલા/પુરુષ ઉમેદવાર | ₹ 8,500 |
| હિસાબનીશ (બીન નિવાસી) ફક્ત મહિલા ઉમેદવાર (કેજીબીવી માટે) | ₹8,500 |
અરજી કેવી રીતે કરવી
- ઉમેદવારોએ સમગ્ર શિક્ષા (SSA) અધિકૃત વેબસાઇટની એટલે કે www.ssagujarat.org ઓપન કરો
- Recruitment પર ક્લિક કરવાની રહેશે
- ફોર્મ માં પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ જોવાનું ચુક્સો નહિ.
નોટિફિકેશન
આ પણ વાંચોઃ- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં નોકરી મેળવવા માટે સારી તક, અહીં ક્લિક રીને વાંચો વિગતો
ઉમેદવારનો ખાસ સૂચના
ઓનલાઈન અરજી કરવા માટેની આવશ્યક લાયકાત, અરજી કરવાની રીત, ભરતીના નિયમો અને શરતોની સૂચના/માર્ગદર્શિકા વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલી છે. જેને વાંચીને અરજી કરવાની રહેશે. ઉમેદવારે અરજી જે જિલ્લા અને જે જગ્યા માટે કરેલ હશે તે જ માન્ય ગણાશે. ઉમેદવારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ કરી, પોતાની પાસે રાખવાની રહેશે. પ્રમાણપત્રોની ચકાસણી દરમ્યાન આ પ્રિન્ટ આઉટ, તેમજ નિયત લાયકાતના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અને અસલ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us