SSC CGL Recruitment 2024, સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી : કેન્દ્ર સરકારની નોકરી માટે પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ પોસ્ટની કુલ 17, 727 જગ્યાઓની બમ્પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા વિવિધ પોસ્ટ ભરવા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. SSC CGL ભરતી 2024 માટેની અરજી લિંક આજથી સક્રિય થઈ ગઈ છે. ઉમેદવારો ssc.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પોસ્ટ, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત સંપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી વાંચો.
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી અંગે મહત્વની માહિતી
સંસ્થા સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી પોસ્ટ વિવિધ ખાલી જગ્યા 17727 વય મર્યાદા 18થી 32 અરજી કરવાની શરુઆતની તારીખ 24 જૂન 2024 અરજી કરવાની છેલ્લી તારીખ 24 જુલાઈ 2024 સત્તાવાર વેબસાઈટ ssc.gov.in
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે શૈક્ષણિક લાયકાત
જુનિયર સ્ટેટિસ્ટિક્સ ઑફિસર (JSO) માટે – કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી 12મા ધોરણમાં ગણિતમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ સાથે સ્નાતકની ડિગ્રી અથવા ગ્રેજ્યુએશનના વિષય તરીકે સ્ટેટિસ્ટિક્સ સાથે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી.
સ્ટેટિસ્ટિકલ ઇન્વેસ્ટિગેટર ગ્રેડ-II માટે – ફરજિયાત અથવા વૈકલ્પિક વિષય તરીકે અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અથવા ગણિત સાથે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી.
નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC) માં સંશોધન સહાયક માટે – માન્ય યુનિવર્સિટી અથવા માન્યતા પ્રાપ્ત સંશોધન સંસ્થામાં ઓછામાં ઓછા એક વર્ષનો સંશોધન અનુભવ સાથે માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી.
બાકીની જગ્યાઓ માટે- માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી.
પગાર ધોરણ
લેવલ પગાર લેવલ-7 ₹44,900 થી ₹1,42,400 લેવલ-6 ₹35,400 થી ₹1,12,400 લેવલ-5 ₹29,200 થી ₹92,300 લેવલ-4 ₹25,500 થી ₹81,100
વય મર્યાદા
સ્ટાફ સિલેક્શન દ્વારા બહાર પાડેલી ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો ઉમેદવારો 01/08/2024 ના રોજ 18 થી 32 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતા હોવા જોઈએ. પોસ્ટ પ્રમાણે કેટલી વય મર્યાદા રાખવામાં આવી એ કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યું છે.
સ્ટાફ સિલેકશન કમિશન ભરતી માટે પોસ્ટ અને વય મર્યાદા
પોસ્ટના નામ વય શ્રેણી ઓડિટર 18-27 વર્ષ એકાઉન્ટન્ટ એકાઉન્ટન્ટ/જુનિયર એકાઉન્ટન્ટ વરિષ્ઠ સચિવાલય સહાયક/ઉચ્ચ વિભાગ કારકુન કર સહાયક સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર પોસ્ટ 18-30 વર્ષ મદદનીશ કર સહાયક 20-27 વર્ષ મદદનીશ વિભાગ અધિકારી 20-30 વર્ષ મદદનીશ વિભાગ અધિકારી મદદનીશ વિભાગ અધિકારી મદદનીશ વિભાગ અધિકારી મદદનીશ સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર, (સેન્ટ્રલ એક્સાઇઝ) 30 વર્ષથી વધુ નહીં નિરીક્ષક મદદનીશ નિરીક્ષક (પ્રિવેન્ટિવ ઓફિસર) નિરીક્ષક (પરીક્ષક) મદદનીશ વિભાગ અધિકારી મદદનીશ વિભાગ અધિકારી મદદનીશ/અધિક્ષક આવકવેરા નિરીક્ષક વિભાગીય એકાઉન્ટન્ટ સહાયક અમલ અધિકારી 30 વર્ષ સુધી સબ ઇન્સ્પેક્ટર જુનિયર આંકડા અધિકારી 32 વર્ષ સુધી
SSC CGL સૂચના 2024 એપ્લિકેશન પ્રક્રિયા
ઉમેદવારો SSC CGL 2024 પરીક્ષા માટે અરજી કરવા માટેના મહત્વપૂર્ણ પગલાં નીચે તપાસી શકે છે:
- પગલું 1: SSC ssc.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો
- પગલું 2: ટોચના નેવિગેશન પર આપેલ એડમિટ કાર્ડ ટેબ પર જાઓ
- પગલું 3: ઇચ્છિત પ્રાદેશિક વેબસાઇટ લિંક પર ક્લિક કરો
- પગલું 4: પ્રાદેશિક સાઇટના હોમપેજ પર, SSC CGL 2024 ટાયર 1 એપ્લિકેશન સ્ટેટસ લિંક પર ક્લિક કરો
- પગલું 5: ઉપર ક્લિક કરવા પર, સાઇટ ઉમેદવારનો નોંધણી નંબર અને જન્મ તારીખ પૂછશે.
- પગલું 6: જરૂરી વિગતો દાખલ કર્યા પછી, SSC CGL એપ્લિકેશન સ્થિતિ 2024 સ્ક્રીન પર દેખાશે.
ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે તેમને SSC CGL 2024 પરીક્ષા માટે માત્ર ઓનલાઈન અરજી કરવાની મંજૂરી આપવામાં આવશે.
SSC CGL 2024 એપ્લિકેશન ફી
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે અરજી ફીની વાત કરીએ તો જનરલ અને ઓબીસી કેટેગરી માટે 100 રૂપિયા જ્યારે આરક્ષિત કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી નથી.
આ પણ વાંચો
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી, 502 જગ્યાઓ પર બમ્પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
- સરદાર પટેલ યુનિવર્સિટી માં આસિસ્ટન્ટ પ્રોફેસરોની ભરતી, લાયકાત, પગાર, છેલ્લી તારીખ સહિતની સંપૂર્ણ માહિતી
- ACB ભરતી : ગુજરાત સરકારના લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોમાં ₹ 60,000ની નોકરી, અહીં વાંચો માહિતી
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતીનું નોટિફિકેશન
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પોસ્ટ, વય મર્યાદા, પગાર ધોરણ, પસંદી પ્રક્રિયા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિત સંપૂર્ણ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
પસંદગી પ્રક્રિયા
ઉમેદવારોની પસંદગી દ્વિ-સ્તરની કમ્પ્યુટર-આધારિત પરીક્ષા (CBE) દ્વારા કરવામાં આવશે અને ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી રાઉન્ડ દ્વારા કરવામાં આવશે. કોમ્પ્યુટર આધારિત પરીક્ષાની યોજના અને અભ્યાસક્રમ સૂચનામાં ઉલ્લેખિત છે. અંતિમ પરિણામ જાહેર થયા બાદ યુઝર વિભાગો દ્વારા દસ્તાવેજની ચકાસણી કરવામાં આવશે.





