સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી : ધો. 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો બધી જ માહિતી

SSC Stenographer recruitment 2024, સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી : સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને D ની ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ લેખમાં ભરતી અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

Written by Ankit Patel
Updated : July 30, 2024 11:15 IST
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી : ધો. 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો બધી જ માહિતી
સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી - Photo - Facebook

SSC Stenographer recruitment 2024, સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી : સરકારી નોકરી શોધી રહેલા 12મું પાસ યુવાનો માટે આ એક સુવર્ણ તક છે. સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ સ્ટેનોગ્રાફર ગ્રેડ C અને D ની ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી માટેની અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જે 17મી ઓગસ્ટ 2024ની નિર્ધારિત છેલ્લી તારીખ સુધી ચાલુ રહેશે.

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, સત્તાવાર વેબસાઈટ, અરજી પ્રક્રિયા, ભરતી અંગે મહત્વની તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી અંગેની મહત્વની માહિતી

સંસ્થાસ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટસ્ટેનોગ્રાફર ગ્રેડ- સી અને ડી
જગ્યા2006
વયમર્યાદા18થી 30 વર્ષ વચ્ચે
અરજી કરવાની છેલ્લી તારીખ17 ઓગસ્ટ 2024
વેબસાઈટssc.gov.in

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી 10+2 (મધ્યવર્તી) પાસ કરેલ હોવું જરૂરી છે. આ સાથે, ગ્રુપ ડીની પોસ્ટ માટે અરજી કરવા માટે, ટ્રાંસ્ક્રિપ્શન અંગ્રેજીમાં 50 મિનિટ અને હિન્દીમાં 65 મિનિટ અને ગ્રુપ સી માટે, ટ્રાન્સક્રિપ્શન અંગ્રેજીમાં 40 મિનિટ અને હિન્દીમાં 55 મિનિટ હોવું જોઈએ.

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે વય મર્યાદા

આ બધા ઉપરાંત, ગ્રેડ સી માટે ઉમેદવારની લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 30 વર્ષ અને ગ્રેડ ડી માટે 27 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉંમરની ગણતરી 1લી ઓગસ્ટ 2024ના રોજ કરવામાં આવશે.

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે અરજી ફી

SSC સ્ટેનોગ્રાફર ભરતી માટે અરજી કરવા સાથે, જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા ચૂકવવા પડશે. SC, ST અને મહિલા વર્ગમાંથી આવતા ઉમેદવારો આ ભરતીમાં જોડાવા માટે મફતમાં અરજી કરી શકે છે.

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે નોટિફિકેશન

સ્ટાફ સિલેક્શન કમિશન ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, સત્તાવાર વેબસાઈટ, અરજી પ્રક્રિયા, ભરતી અંગે મહત્વની તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.

અરજી કેવી રીતે કરવી

  • SSC સ્ટેનોગ્રાફર ભરતી 2024 અરજી ફોર્મ ભરવા માટે, પ્રથમ વેબસાઇટ ssc.gov.in પર જાઓ.
  • વેબસાઈટના હોમ પેજ પર Apply બટન પર ક્લિક કરો.
  • હવે તમારે સ્ટેનોગ્રાફર ગ્રેડ ‘C’ અને ‘D’ પરીક્ષા, 2024ની બાજુમાં આવેલી એપ્લિકેશન લિંક પર ક્લિક કરવાનું રહેશે.
  • આ પછી નવા યુઝર? રજિસ્ટર નાઉ લિંક પર ક્લિક કરીને નોંધણી કરો.
  • નોંધણી પછી, અન્ય વિગતો, સહી, ફોટોગ્રાફ અપલોડ કરો.
  • છેલ્લે નિયત ફી જમા કરો અને સંપૂર્ણ ભરેલું ફોર્મ સબમિટ કરો.

આ પણ વાંચો

ઉમેદવારોને સૂચન કરવામાં આવે છે કે સ્ટાફ સિલેક્શન કમિશનની સ્ટેનોગ્રાફરની ભરતી માટે અરજી કરતા પહેલા લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ