વડોદરા સિવિલ હોસ્પિટલ ભરતી : વડોદરામાં પરીક્ષા વગર સારા પગારની નોકરી મેળવવાની તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

SSG hospital Vadodara Bharti : વડોદરા સિવિલ હોસ્પિટલ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, મહત્વની તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

Written by Ankit Patel
April 04, 2025 14:54 IST
વડોદરા સિવિલ હોસ્પિટલ ભરતી : વડોદરામાં પરીક્ષા વગર સારા પગારની નોકરી મેળવવાની તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
વડોદરા સિવિલ હોસ્પિટલ ભરતી - Photo - Social media

SSG Hospital Vadodara Recruitment, વડોદરા સિવિલ હોસ્પિટલ ભરતી : વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે વડોદરામાં જ નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. સર શયાજીરાવ જનરલ હોસ્પિટલ, વડોદરા દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ પોસ્ટ ઉપર લાયક ઉમેદવારો પસંદ કરવા માટે સિવિલ હોસ્પિટલ વડોદરા દ્વારા વોક ઈન ઈન્ટરવ્યૂનું આયોજન કર્યું છે.

વડોદરા સિવિલ હોસ્પિટલ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર, મહત્વની તારીખ સહિતની અગત્યની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

વડોદરા સિવિલ હોસ્પિટલ ભરતીની માહિતી

સંસ્થાસર શયાજીરાવ જનરલ હોસ્પિટલ (S.S.G.Hospital)
પોસ્ટક્લાર્ક સહિત વિવિધ
જગ્યા8
નોકરીનો પ્રકાર11 માસ કરાર આધારિત
એપ્લિકેશન મોડવોક ઈન ઈન્ટરવ્યૂ
ઇન્ટરવ્યૂ તારીખ15-4-2025
ઈન્ટરવ્યૂ સ્થળસિવિલ હોસ્પિટલ, વડોદરા

વડોદરા સિવિલ હોસ્પિટલ ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો

પોસ્ટજગ્યા
રેડિયોથેરાપી ટેક્નોલોજીસ્ટ(under RKS)2
એકાઉન્ટન્ટ કમ ક્લાર્ક સ્ટોર કિપર (under DDRS/PMRC)1
ડેન્ટલ ટેક્નિશિયન1
સ્પીચ થેરાપીસ્ટ1
ઓડિયોલોજીસ્ટ1
સ્ટાફનર્સ1
સી.ટી.સ્કેન ટેક્નિશિયલ1

શૈક્ષણિક લાયકાત

વડોદરા સિવિલ હોસ્પિટલ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે. ઉમેદવારોએ જે તે પોસ્ટની માગેલી શૈક્ષણિક લાયકાત વિશે જાણવા માટે ઉમદેવારોએ આ લેખમાં આપેલું નોટિફિકેશન વાંચવું.

વય મર્યાદા

વડોદરા સિવિલ હોસ્પિટલ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટ માટે ઉમેદવારોની વયમર્યાદા અંગે વાત કરીએ તો અરજી કરનાર ઉમેદવારો 18 વર્ષથી 40 વર્ષ વચ્ચેની ઉંમરના હોવા જોઈએ.

પગાર ધોરણ

પોસ્ટપગાર(માસિક ફિક્સ)
રેડિયોથેરાપી ટેક્નોલોજીસ્ટ₹35,000
એકાઉન્ટન્ટ કમ ક્લાર્ક સ્ટોર કિપરડેન્ટલ ટેક્નિશિયન₹14,500
ડેન્ટલ ટેક્નિશિયન₹20,000
સ્પીચ થેરાપીસ્ટ₹19,000
ઓડિયોલોજીસ્ટ₹19,000
સ્ટાફનર્સ₹20,000
સી.ટી.સ્કેન ટેક્નિશિયલ₹25,000

ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો

ભરતી જાહેરાત

અરજી કેવી રીતે કરવી

સિવિલ હોસ્પિટલ વડોદરા દ્વારા વિવિધ પોસ્ટ માટે ઉમેદવારો પસંદ કરવા માટે વોક ઈન ઈન્ટરવ્યૂ રાખવામાં આવ્યું છે. માટે આ ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ નક્કી કરેલી તારીખ અને સમયે આપેલા સરનામા પર જરૂરી દસ્તાવેજો સાથે પહોંચી જવું.

ઈન્ટરવ્યૂ તારીખ-15-4-2025રજીસ્ટ્રેશન સમય- 10:30-12:00

ઈન્ટરવ્યૂ સ્થળ – મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ, SSG હોસ્પિટલ વડોદરા

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ