સ્ટાફ નર્સ ભરતી : ગુજરાત સરકારમાં સ્ટાફ નર્સની નીકળી બંપર ભરતી, ₹ 40,800 પગાર, વાંચો તમામ માહિતી

Staff Nurse Recruitment 2024 : કમિશનર હેલ્થ, મેડિકલ સર્વિસિસ અને મેડિકલ એજ્યુકેશને તાજેતરમાં 1903 સ્ટાફ નર્સની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે.

Written by Ankit Patel
October 06, 2024 13:46 IST
સ્ટાફ નર્સ ભરતી : ગુજરાત સરકારમાં સ્ટાફ નર્સની નીકળી બંપર ભરતી, ₹ 40,800 પગાર, વાંચો તમામ માહિતી
સ્ટાફ નર્સ ભરતી - photo - social media

Staff Nurse Recruitment 2024, સ્ટાફ નર્સ ભરતી: ગુજરાતમાં રહેતા અને સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગમાં નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. કમિશનર હેલ્થ, મેડિકલ સર્વિસિસ અને મેડિકલ એજ્યુકેશને તાજેતરમાં 1903 સ્ટાફ નર્સની ભરતી માટે જાહેરાત બહાર પાડી છે. સંસ્થા દ્વારા આ જગ્યો ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

સ્ટાફ નર્સ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

સ્ટાફ નર્સ ભરતી માટે અગત્યની માહિતી

સંસ્થાકમિશનર હેલ્થ, ગુજરાત સરકાર
પોસ્ટસ્ટાફ નર્સ
જગ્યા1903
વય મર્યાદા20થી 40 વર્ષ
નોકરીનો પ્રકારવર્ગ-3 સરકારી
અરજી કરવાની છેલ્લી તારીખ3 નવેમ્બર 2024
ક્યાં અરજી કરવીhttps://ojas.gujarat.gov.in

સ્ટાફ નર્સ ભરતી માટે પોસ્ટની વિગતો

કમિશ્નરની કચેરી, આરોગ્ય, તબીબી સેવા અને તબીબી શિક્ષણ ગાંધીનગર હસ્તક રાજ્યની સરકારી હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્ર કાતે સ્ટાફ નર્સ-3ની કૂલ 1903 જગ્યો સ્પર્ધાત્મક પરીક્ષા લઈ સીધી ભરતી થવાની છે.

સ્ટાફ નર્સ ભરતી માટે શૈક્ષણિક લાયકાત

  • ભારતીય નર્સિંગ કાઉન્સિલ/ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાંથી મેળવેલ મૂળભૂત B.Sc (નર્સિંગ) (નિયમિત) ડિગ્રી ધરાવવી અથવા
  • ઈન્ડિયન નર્સિંગ કાઉન્સિલ/ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાંથી જનરલ નર્સિંગ એન્ડ મિડવાઈફરી (GNM)માં ડિપ્લોમા ધરાવતા. અથવા
  • સહાયક નર્સ અને મિડવાઇફ (ANM) અને ફીમેલ હેલ્થ વર્કર (FHW) છેલ્લા 10 વર્ષથી રાજ્ય સરકાર અથવા પંચાયત સેવામાં નિયમિત નિમણૂક પર અને B.Sc (નર્સિંગ) અથવા GNM જાહેરાતમાં દર્શાવેલ છે.
  • કોમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન ધરાવનાર કોઈપણ સરકારી માન્યતા પ્રાપ્ત તાલીમ સંસ્થામાંથી પ્રમાણપત્ર/માર્કશીટ ધરાવવી અને સરકાર માન્ય યુનિવર્સિટી કે સંસ્થામાંથી કોમ્પ્યુટરના જ્ઞાનનો કોઈપણ ડિપ્લોમા અભ્યાસક્રમ ધરાવે છે અથવા કોમ્પ્યુટર વિષય સાથે ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી છે. આવા પ્રમાણપત્રો હોવા જોઈએ.
  • ગુજરાતી/હિન્દી બંને ભાષાનું સારું જ્ઞાન હોવું જોઈએ.

સ્ટાફ નર્સ ભરતી માટે વય મર્યાદા

03.11.24 ના રોજ 20 થી 40 વર્ષની ઉંમર, તમામ અનામત કેટેગરીના ઉમેદવારો માટેની ઉપલી વય મર્યાદા કોઈપણ સંજોગોમાં છૂટછાટ સાથે નિયત તારીખે 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

સ્ટાફ નર્સ ભરતી માટે પગાર ધોરણ

₹ 40,800 પાંચ વર્ષ માટે ફિક્સ

અરજી ફી:

સામાન્ય શ્રેણી માટે ₹ 300 + ટેક્સ.

કેવી રીતે અરજી કરવી?

  • સ્ટાફ નર્સ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.inની મુલાકાત લેવી
  • વેબસાઈટ ઉપર જઈને સ્ટાફ નર્સની પોસ્ટ માટે એપ્લાય નાઉ કરવું
  • આપેલા ફોર્મમાં જરૂરી માહિતી ભરવી
  • ત્યારબાદ સબમીટ કરવું અને ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી.

આ પણ વાંચોઃ- નાબાર્ડ ભરતી 2024 : ધોરણ 10 પાસ ઉમેદવારો માટે બેંકમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો તમામ વિગતો

નોટિફિકેશન

સ્ટાફ નર્સ ભરતી માટે પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરીનો પ્રકાર, અરજી ફી, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન વાંચવું.

ઉમેદવારોને ખાસ સૂચન છે કે આ ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચ્યા બાદ અરજી કરવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ