STBI Recruitment 2024 : વડોદરામાં ₹ 50,000ની નોકરી મેળવવાની સારી તક, અહીં વાંચો બધી જ માહિતી

STBI Recruitment 2024 : ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવતી સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્કુબેટર કંપનીએ ભરતી બહાર પાડી છે.

Written by Ankit Patel
August 22, 2024 15:46 IST
STBI Recruitment 2024 : વડોદરામાં ₹ 50,000ની નોકરી મેળવવાની સારી તક, અહીં વાંચો બધી જ માહિતી
સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઈન્કુબેટર ભરતી phot0 - X

STBI Recruitment 2024 : વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવતી સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્કુબેટર કંપનીએ ભરતી બહાર પાડી છે. કંપનીએ પ્રોજેક્ટ કોર્ડીનેટરની પોસ્ટ માટે ઉમેદવાર પસંદ કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી છે.

સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઈન્કુબેટર ભરતી માટે પોસ્ટની વિગત, શૈણિક લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારે આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

STBI Recruitment 2024 માટે મહત્વની વિગતો

સંસ્થા સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્કુબેટરપોસ્ટ પ્રોજેક્ટ કોર્ડિનેટરજગ્ય 01નોકરીનો પ્રકાર કરાર આધારિતવય મર્યાદા 39 વર્ષથી વધારે નહીંએપ્લિકેશન મોડ ઓનલાઈનઅરજી કરવાની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ 2024ક્યાં અરજી કરવી https://docs.google.com/forms/d/e/1FAIpQLSfgC7lUev_Gqe4A7bfDUYZdoMYF8BNM2MByDBlvALkcjeo89Q/viewform

STBI Recruitment 2024 પોસ્ટની વિગત

ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવતી સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્કુબેટર કંપનીએ પ્રોજેક્ટ કોર્ડિનેટરની એક જગ્યા માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી કરાર આધારિત થનારી છે.

STBI Recruitment 2024 માટે શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે અરજી કરના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વિજ્ઞાનના કોઈપણ વિષય જેવા કે ભૌતિકશાસ્ત્ર અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા બાયોમેડિકલ ઉપકરણોમાં ઓછામાં ઓછા 55% સાથે માસ્ટર ડિગ્રી. શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

વય મર્યાદા અને પગાર ધોરણ

સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઈન્કુબેટર ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો અરજી કરનારની ઉંમર 39 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અને પસંદ થયેલા ઉમેદવારે 50,000 રૂપિયા મહિને ફિક્સ પગાર મળશે.

કેવી રીતે અરજી કરવી

અરજી કરવા માટે ઉમેદવારો એ પહેલા સંસ્થાની વેબસાઈટ stbi.gujarat.gov.in ઉપર જવુંત્યારબાદ એનાઉન્સમેન્ટ ઉપર જઈને ઓપોર્ચુનિટી પર ક્લિક કરવીજ્યાં ભરતીની જાહેરાત દેખાશે તેના નીચે એપ્લાય નાઉ દેખાશેએપ્લાય નાઉ ઉપર ક્લિક કરવાથી ફોર્મ ખુલશેમાંગેલી તમામ માહિતી ભરીને સબમીટ કરવુંભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી

નોટિફિકેશન

સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઈન્કુબેટર ભરતી માટે પોસ્ટની વિગત, શૈણિક લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારે આપેલું નોટિફિકેશન વાંચવું.

આ પણ વાંચોઃ-

ઉમેદવારોને ખાસ સૂચન છે કે આ ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ લેખમાં આપેલા સત્તાવાર નોટિફિકેશન વાંચી લેવું અને ઉમેદવારોએ 29 ઓગસ્ટ 2024 છેલ્લી તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ