/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/Rakul-Preet-Singh-Jackky-Bhagnani-36.jpg)
SAIL : સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભારત સરકારની માલિકીની મહારત્ન કંપની છે.
Steel Authority of India Recruitment 2024 : સરકારી કંપનીમાં શાનદાર નોકરી મેળવવાની તક આવી છે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સેલ) કંપનીમાં 314 પદ પર નવી ભરતી કરવામાં આવશે. નોટિફિકેશન અનુસાર સેલ કંપનીમાં આ નોકરી માટે અરજી 26 ફેબ્રુઆરીથી શરૂ થઇ ગઇ છે. જાણો અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ અને છેલ્લી તારીખ
અરજદારની વય મર્યાદા
સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ભરતી 2024 માટે અરજદારની વય મર્યાદા 18 થી 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. ઉંમરની ગણતરી 18 માર્ચ, 2024ને આધાર ગણીને કરવામાં આવશે. અલબત્ત અનામત વર્ગના ઉમેદવારોને વય મર્યાદામાં સરકારી નિયમ અનુસાર છુટછાટ મળશે. આ નોકરી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 18 માર્ચ, 2024 છે. તમને જણાવી દઇયે કે, આ સેલ કંપનીના 314 પદ માટે અરજી કરવાનું 26 ફેબ્રુઆરી, 2024થી શરૂ થઇ ગયું છે.
અરજદારની પસંદ પ્રક્રિયા
સેલ ભરતી 2024માં ઉમેદવારની પસંદગી કોમ્પ્યુટર આધારિત પરિક્ષા, સ્કિલ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ચેકના આધાર કરવામાં આવશે. સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સેલ) એ ભારત સરકારની માલિકીની મહારત્ન કંપની છે.
અરજી ફી અને પેમેન્ટ
સેલ ભરતી 2024 માટે જનરલ, ઓબીસી અને ઇડબ્લ્યુએસ વર્ગના અરજદાર માટે અરજી ફી 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તો એસટી, એસસી અને પીડબ્લ્યુડી, ડિપાર્ટમેન્ટલ કેન્ડિડેટ અને એક્સ સર્વિસમેન માટે એપ્લિકેશન ફી 200 રૂપિયા છે.
આ પણ વાંચો | રેલવે પ્રોટેક્શન ફોર્સમાં ભરતી, 4660 કોન્સ્ટેબલ અને SI પોસ્ટ માટે નોટિફિકેશન જાહેર
અરજી ફીની ચૂકવણી કેવી રીતે કરવી
સેલ ભરતી 2024 માટે અરજી કરનાર ઉમેદવારે ઓનલાઈન એપ્લિકેશન ફી ચૂકવવાની રહેશે. અરજદારને સલાહ આપવામાં આવી છે કે, ઉમેદવાર જોબનું સત્તાવાર નોટિફિકેશન વાંચ્યા બાદ જ અરજી કરે. કારણ કે અધુરી માહિતી કે ખોટી માહિતીવાળી અરજી સ્વીકારવામાં આવશે નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us