Student Visa: વિદેશ અભ્યાસ માટે આ 5 દેશ સ્વર્ગ સમાન, સરળ સ્ટુડન્ટ વિઝા પ્રક્રિયા અને ઉત્તમ શિક્ષણ

Student Visa For Foreign Education: ભારતમાં ઘણા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા ન મળતા વિદેશ અભ્યાસનું સપનું અધુરું રહી જાય છે. દુનિયામાં એવા ઘણા દેશો છે જેમની સ્ટુડન્ટ વિઝા પ્રક્રિયા બહુ સરળ છે. આ દેશોનું શિક્ષણ પણ સારું માનવામાં આવે છે.

Student Visa For Foreign Education: ભારતમાં ઘણા વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા ન મળતા વિદેશ અભ્યાસનું સપનું અધુરું રહી જાય છે. દુનિયામાં એવા ઘણા દેશો છે જેમની સ્ટુડન્ટ વિઝા પ્રક્રિયા બહુ સરળ છે. આ દેશોનું શિક્ષણ પણ સારું માનવામાં આવે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Student Visa For Foreign Education | Student Visa | Foreign Education

Student Visa For Foreign Education: વિદેશમાં અભ્યાસ કરવા માટે સ્ટુડન્ટ વિઝા લેવા પડે છે. (Photo: Freepik)

Student Visa For Foreign Education: ભારત માંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવાનું સપનું જુએ છે, પરંતુ મોંઘી ફી અને મુશ્કેલ વિઝા પ્રક્રિયાના કારણે દરેક બાળકનું આ સપનું પૂરું થતું નથી. વિદેશમાં અભ્યાસ કરવા માટે સ્ટુડન્ટ વિઝા મળે છે, જેની પ્રક્રિયા ઘણા દેશોમાં ખૂબ જ મુશ્કેલ છે. અમેરિકા એક એવો દેશ છે જ્યાં મોટાભાગના ભારતીયો સ્ટુડન્ટ વિઝા સાથે જાય છે. આ દેશના સ્ટુડન્ટ વિઝા મેળવવા ખરેખર મુશ્કેલ છે અને આનું કારણ અહીંના નીતિ-નિયમો છે.

Advertisment

આ દેશોની વિઝા પ્રક્રિયા સિસ્ટમ બહુ મુશ્કેલ

અમેરિકા સહિત અન્ય ઘણા દેશોમાં વિઝા પ્રોસેસિંગનો સમય ઘણો લાંબો હોય છે. એટલું જ નહીં કેટલાક દેશોમાં વિઝા મંજૂરીનો દર પણ ઘણો ઓછો છે. આવી સ્થિતિમાં, ઘણા વિદ્યાર્થીઓનું આ દેશોમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન પુરું થતું નથી. વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ 13 લાખથી વધુ ભારતીયો સ્ટુડન્ટ વિઝા પર વિદેશ ગયા હતા અને તેમાંથી 80 ટકાથી વધુ લોકો અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા હતા. આ એવા દેશો છે જેમની વિઝા પ્રક્રિયા ખરેખર મુશ્કેલ છે અને મંજૂરીનો દર પણ ખૂબ ઓછો છે.

આ દેશોના સ્ટુડન્ટ વિઝા મેળવવા સરળ

દુનિયાના એવા દેશો પણ છે જ્યાં વીઝા પ્રોસેસિંગ સિસ્ટમ ઘણી સારી છે અને આ દેશોના સ્ટુડન્ટ વિઝા સરળતાથી મળી રહે છે. અહીંના દેશોમાં સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે વધારે મહેનત કરવી પડતી નથી. આ દેશોમાં ઓછા ખર્ચે અને સારું શિક્ષણ મળે છે. આ દેશોની શિક્ષણ પ્રણાલીને વિશ્વની શ્રેષ્ઠ પ્રણાલીઓમાં ગણવામાં આવે છે. આવો અમે તમને એવા પાંચ દેશો વિશે જણાવીએ જ્યાં સ્ટુડન્ટ વિઝા સરળતાથી મળી રહે છે.

ફ્રાંસ

પશ્ચિમ યુરોપનો એક દેશ ફ્રાન્સ તેના શ્રેષ્ઠ શિક્ષણ માટે જાણીતો છે. અહીં ભણવા માટે તમારે સ્ટુડન્ટ વિઝા લેવો પડે છે, જે ઘણા પ્રકારના હોય છે. ફ્રાન્સમાં શોર્ટ સ્ટે વિઝા, એન્ટ્રન્સ એક્ઝામ વિઝા અને રેસિડેન્સ પરમિટ વિઝા અને વર્કિંગ હોલિડે વિઝા ઉપલબ્ધ છે. ફ્રાન્સની વિઝા પ્રક્રિયા એકદમ સરળ છે. ફ્રાન્સમાં વિઝા મળવાની શક્યતા 85 ટકા સુધી હોય છે અને તેનું કારણ એ છે કે અહીં સ્ટુડન્ટ વિઝા મેળવવા માટે બહુ ઓછા ડોક્યુમેન્ટ આપવા પડે છે. ફ્રાન્સમાં સ્ટુડન્ટ વિઝા 2 થી 4 અઠવાડિયામાં મળી જાય છે.

Advertisment

જર્મની

આ દેશ ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે જાણીતો છે. દુનિયાભરના વિદ્યાર્થીઓ જર્મનીમાં ભણવા જાય છે. અહીંનો સ્ટડી વિઝા વિદ્યાર્થીઓને સરળતાથી મળી રહે છે. જર્મનીનો વિઝા એક્સેપ્ટેંસ રેટ 90 ટકા છે. જો તમે STEM એટલે કે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ વિષયનો અભ્યાસ કરવા જઇ રહ્યા છો તો તમને સ્ટુડન્ટ વિઝા સરળતાથી મળી જશે.

યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમિરાત (UAE)

યુએઈ તમામ લોકો માટે હોલીડે વેકેશન માટે મનપસંદ સ્થળ છે, પરંતુ વિદ્યાર્થીઓ માટે આ સ્થળ અભ્યાસની દ્રષ્ટિએ પણ ફેવરિટ છે. યુએઈમાં અભ્યાસ કરવો એ ભારતીય વિદ્યાર્થીઓમાં ખૂબ જ સારો વિકલ્પ બની ગયો છે. ભારતીય વિદ્યાર્થીઓ યુએઈમાં બિઝનેસ અને મેનેજમેન્ટ સ્ટડીઝ જેવા કોર્સનો અભ્યાસ કરવા જાય છે. અહીં વિઝા પ્રોસેસિંગનો સમય પણ ઘણો ઓછો છે. તમને 15થી 20 દિવસની અંદર સ્ટુડન્ટ વિઝા મળી જશે.

ફિલિપાઇન્સ

એશિયાનો આ દેશ તેના ટૂંકા વિઝા પ્રોસેસિંગ સમય માટે પણ જાણીતો છે. ભારતીય વિદ્યાર્થીઓ તબીબી અભ્યાસક્રમોનો અભ્યાસ કરવા માટે આ દેશમાં જવાનું પસંદ કરે છે. અહીં લગભગ 10,000 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ફિલિપાઇન્સમાં એવા વિદ્યાર્થીઓ માટે વિઝા સરળતાથી ઉપલબ્ધ છે કે જેઓ મેડિકલ અને હેલ્થકેર અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માંગે છે. ફિલિપાઈન્સના સ્ટુડન્ટ વિઝા 7થી 30 દિવસની અંદર મળી જાય છે.

પોલેન્ડ

આ દેશ બજેટ એજ્યુકેશન માટે જાણીતો છે. સાથે જ અહીંનું સુરક્ષિત વાતાવરણ ભારતીય વિદ્યાર્થીઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. દેશમાં સ્વચ્છ અને સરળ વિઝા એપ્લિકેશન પ્રક્રિયા છે, જેના કારણે વિશ્વભરમાંથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવે છે. પોલેન્ડની યુનિવર્સિટીઓને પણ વિશ્વભરમાં માન્યતા આપવામાં આવી છે. પોલેન્ડમાં સ્ટુડન્ટ વિઝા 2થી 3 અઠવાડિયામાં મળી જાય છે.

મહત્વની જાણકારી

જે વિદ્યાર્થીઓ વિદેશમાં ભણવા માગે છે તેમણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમે ગમે તે દેશના સ્ટડી વિઝા મેળવો પરંતુ કોઈ પણ પ્રકારની છેતરપિંડીથી બચો. સ્ટડી વિઝા મેળવવાના નામે છેતરપિંડીની ઘણી ઘટનાઓ બનતી હોય છે. લાખો રૂપિયાની છેતરપિંડી લોકો કરે છે અને તેમને સ્ટડી વિઝા નથી મળી શકતા, તેથી અમે તમને સલાહ આપીએ છીએ કે સ્ટડી વિઝા મેળવવા માટે યોગ્ય અને સીધો રસ્તો પસંદ કરો. વિઝા મેળવવા માટે, તે દેશની વિઝા અરજી પ્રક્રિયા ફક્ત સત્તાવાર વેબસાઇટ પર જ પૂર્ણ કરો.

શિક્ષણ કરિયર