Sunita Williams Net Worth and Salary: અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સની આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. તે 9 મહિના પછી સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછી આવી. સુનીતા વિલિયમ્સ સાથે બુચ વિલમોર પણ 9 મહિના સુધી અવકાશમાં ફસાયેલા હતા અને પરત પણ ફર્યા છે. સુનિલા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરની ડ્રેગન કેપ્સ્યુલે ભારતીય સમય અનુસાર સવારે 3.30 વાગ્યે ફ્લોરિડા કિનારે સફળ લેન્ડિંગ કર્યું હતું.
નાસા સુનીતા વિલિયમ્સને આટલો પગાર આપે છે
સુનીતા વિલિયમ્સ ઘણી વખત અવકાશમાં ઉડાન ભરી છે. હવે લોકો પૂછી રહ્યા છે કે સુનીતા વિલિયમ્સને નાસામાંથી કેટલો પગાર મળે છે અને તેની નેટવર્થ કેટલી છે. નાસાના જણાવ્યા અનુસાર સુનીતા વિલિયમ્સ જે ગ્રેડ પેમાં છે તે મુજબ તેને અંદાજે 1.25 કરોડ રૂપિયા વાર્ષિક પગાર મળે છે. સુનીતા વિલિયમ્સ નાસાની GS – 15 શ્રેણીમાં આવે છે. આ ઉચ્ચતમ સ્તર અવકાશયાત્રી-પે ગ્રેડ છે. જોકે, પગાર ઉપરાંત સુનીતા વિલિયમ્સને ઘણી અલગ-અલગ સુવિધાઓ પણ મળે છે.
સુનીતા વિલિયમ્સ કેટલી શિક્ષિત છે?
સુનીતા વિલિયમ્સે 1983માં પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. આ પછી, 1987 માં, તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ નેવલ એકેડમીમાંથી ભૌતિક વિજ્ઞાનમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી. સુનીતા વિલિયમ્સે 1995માં ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી માસ્ટર ઑફ સાયન્સની ડિગ્રી મેળવી હતી. સુનીતા વિલિયમ્સે પહેલા યુએસ નેવીમાં સેવા આપી હતી.
આ પણ વાંચો | સુનિતા વિલિયમ્સ સાથે કેપ્સ્યુલ દરિયામાં તરતું રહ્યું, કેવી રીતે તેમને બહાર કાઢ્યા, જુઓ વીડિયો
વર્ષ 1998માં સુનીતા વિલિયમ્સની અવકાશયાત્રી તરીકે પસંદગી કરવામાં આવી હતી. ત્યારથી સુનીતા વિલિયમ્સ ઘણી વખત અવકાશમાં જઈ ચુકી છે. સુનીતા વિલિયમ્સની સફળ વાપસી પર નાસાએ સ્પેસએક્સનો આભાર માનતા કહ્યું કે આ મિશન ઘણા પડકારોથી ભરેલું છે. નાસાએ કહ્યું કે આ મિશન સંપૂર્ણ રીતે સફળ રહ્યું છે અને તમામ અવકાશયાત્રીઓ સુરક્ષિત અને સ્વસ્થ છે.
સુનીતા વિલિયમ્સની નેટવર્થ
Marca.com મુજબ, સુનીતા વિલિયમ્સ અને તેના પતિ માઈકલ વિલિયમ્સની કુલ સંપત્તિ લગભગ 5 મિલિયન ડોલર (આશરે 44 કરોડ રૂપિયા) છે. જો સુનીતા વિલિયમ્સની માસિક સેલરીની વાત કરીએ તો તે લગભગ 10 લાખ રૂપિયા આવે છે.