સુપ્રીમ કોર્ટમાં ભરતી, મહિને 80 હજાર રૂપિયા પગાર, કુલ જગ્યા સહિત જાણો બધી જ માહિતી

Supreme Court Recruitment 2025 : રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ sci.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 7 ફેબ્રુઆરી 2025 છે

Supreme Court Recruitment 2025 : રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ sci.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 7 ફેબ્રુઆરી 2025 છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
supreme court vacancy, Supreme Court Recruitment 2025

સુપ્રીમ કોર્ટમાં લો ક્લાર્ક કમ રિસર્ચ એસોસિએટની જગ્યાઓ પર ભરતી થઇ રહી છે

Supreme Court Vacancy 2025, સુપ્રીમ કોર્ટમાં ભરતી : ભારતની સુપ્રીમ કોર્ટે લો ક્લાર્ક કમ રિસર્ચ એસોસિએટની ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. કુલ 90 ખાલી જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ sci.gov.in ની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજી કરનારા ઉમેદવારોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે તેઓ 7 ફેબ્રુઆરી 2025 પહેલાં અરજી ફોર્મ ભરી દે. કારણ કે તે પછી અરજી પ્રક્રિયા બંધ થઈ જશે. એક મહિના બાદ 9 માર્ચ 2025ના રોજ પરીક્ષા લેવામાં આવશે.

ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, એપ્લિકેશન મોડ સહિતની તમામ માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા જોઈએ.

ઉમેદવારોની નિમણૂક કરારના આધારે કરવામાં આવશે

સુપ્રીમ કોર્ટે જારી કરેલા સત્તાવાર નોટિફિકેશનમાં કહ્યું છે કે આ ભરતીમાં જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેમને ટૂંકા ગાળાના કરારના આધારે લેવામાં આવશે. નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે સુપ્રીમ કોર્ટમાં લો ક્લાર્ક કમ રિસર્ચ એસોસિએટ્સ તરીકે નિમણૂક માટે લગભગ 90 ઉમેદવારોની એક પેનલ તૈયાર કરવામાં આવશે. શરૂઆતમાં આ પેનલને કોન્ટ્રાક્ટ પર દર મહિને 80,000 રૂપિયા પગાર મળશે.

યોગ્યતા

આ પોસ્ટ માટે અરજી કરનારાઓ પાસે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા માન્ય સંસ્થામાંથી કાયદામાં સ્નાતકની ડિગ્રી (Including integrated law degree) હોવી જોઈએ.

વય મર્યાદા

આ પોસ્ટ માટે અરજી કરનારાઓની ઉંમર 2 ફેબ્રુઆરી 2025 ના રોજ 20 થી 32 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પસંદગી કેવી રીતે થશે

આ પદ માટેની પરીક્ષા 3 તબક્કામાં લેવામાં આવશે. પ્રથમ તબક્કાની પરીક્ષામાં મલ્ટીપલ પસંદગીના પ્રશ્નો પૂછવામાં આવશે. બીજા તબક્કામાં ઓબ્જેક્ટિવ પરીક્ષા લેવામાં આવશે. બંને પરીક્ષાઓ પાસ કરનારા ઉમેદવારોને ઇન્ટરવ્યુ રાઉન્ડ માટે બોલાવવામાં આવશે.

આ પણ વાંચો -  રેલવેમાં ભરતી, ઉંમર, યોગ્યતા, અંતિમ તારીખ સહિત બધી જ વિગતો

પગાર

આ ભરતીમાં પાસ થનાર ઉમેદવારોને મહિને 80 હજાર રૂપિયા પગાર આપવામાં આવશે.

કેવી રીતે કરશો અરજી?

  • જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તેઓએ પહેલા સત્તાવાર વેબસાઇટ sci.gov.in મુલાકાત લેવી જોઈએ.
  • વેબસાઇટના હોમ પેજ પર Latest Information વિભાગમાં જાઓ. ત્યાં તમને આ ભરતી સાથે સંબંધિત એક લિંક બીજા નંબર પર જોવા મળશે. તેના પર ક્લિક કરો.
  • હવે જે પીડીએફ ફાઇલ ખુલશે તેમાં એક લિંક હશે, તેના પર ક્લિક કરો.
  • હવે નવી વિન્ડો ખુલશે, અહીં અહીં To Register ની સામે Click here લિંક છે, તેના પર ક્લિક કરો.
  • એપ્લિકેશન વિન્ડો ખુલશે, ત્યાં તમારી માહિતી દાખલ કરો અને બધા દસ્તાવેજો અપલોડ કર્યા પછી ફી ચૂકવો.
  • ફી ભર્યા પછી, અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

એપ્લિકેશન ફી કેટલી છે?

આ પદ માટે અરજી કરવા માટે કોઈપણ કેટેગરી (General / OBC / EWS/ SC / ST / PH)ના ઉમેદવારોએ 500 રૂપિયા ચૂકવવા પડશે. ચૂકવણીનું માધ્યમ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ રહેશે.

Advertisment
સુપ્રીમ કોર્ટ નોકરી કરિયર ભરતી