Supreme Court Recruitment, સુપ્રીમ કોર્ટ ભરતી : ન્યાયતંત્રમાં નોકરી મેળવવાની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો માટે આ સારા સમાચાર આવી ગયા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા કોર્ટ માસ્ટર, વરિષ્ઠ અંગત સહાયક, અંગત મદદનીશની જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
સુપ્રીમ કોર્ટ ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી તારીખ, લાયકાત, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.
સુપ્રીમ કોર્ટ ભરતી માટેની મહત્વની વિગતો
સંસ્થા સુપ્રીમ કોર્ટપોસ્ટ વિવિધજગ્યા 107એપ્લિકેશન મોડ ઓનલાઈનવય મર્યાદા વિવિધઅરજી કરાવની છેલ્લી તારીખ 31-12-2024ક્યાં અરજી કરવી https://www.sci.gov.in/recruitments/
સુપ્રીમ કોર્ટ પોસ્ટ વિગતો
પોસ્ટ જગ્યા કોર્ટ માસ્ટર (શોર્ટહેન્ડ) 31 વરિષ્ઠ અંગત સહાયક 33 અંગત મદદનીશ 43
શૈક્ષણિક લાયકાત
કોર્ટ માસ્ટર (લૉર્ટહેન્ડ)
- ભારતમાં માન્ય યુનિવર્સિટીની કાયદાની ડિગ્રી.
- 120 w.p.m ની ઝડપ સાથે શોર્ટહેન્ડ (અંગ્રેજી) માં નિપુર્ણ
- 40 w.p.m ની ટાઈપિંગ સ્પીડ સાથે કોમ્પ્યુટર ઓપરેશનનું જ્ઞાન.
- અનુભવ: સરકારી/જાહેર ક્ષેત્રના ઉપક્રમો/વૈધાનિક સંસ્થાઓમાં ખાનગી સચિવ/વરિષ્ઠ PA/PA/વરિષ્ઠ સ્ટેનોગ્રાફરની કેડરમાં ઓછામાં ઓછી 5 વર્ષની નિયમિત સેવા.
વરિષ્ઠ અંગત સહાયક
- માન્ય યુનિવર્સિટીની કાયદાની ડિગ્રી.
- 110 w.p.m ની ઝડપ સાથે શોર્ટહેન્ડ (અંગ્રેજી) માં નિપુર્ણ
- 40 w.p.m ની ટાઈપિંગ સ્પીડ સાથે કોમ્પ્યુટર ઓપરેશનનું જ્ઞાન.
અંગત મદદનીશ
- માન્ય યુનિવર્સિટીની કાયદા ડિગ્રી.
- 100 w.p.m ની ઝડપ સાથે શોર્ટહેન્ડ (અંગ્રેજી) માં નિપુર્ણ
- 40 w.p.m ની ટાઈપિંગ સ્પીડ સાથે કોમ્પ્યુટર ઓપરેશનનું જ્ઞાન.
ઉંમર મર્યાદા
પોસ્ટ ઉંમર કોર્ટ માસ્ટર (શોર્ટહેન્ડ) 30 થી 45 વર્ષ વરિષ્ઠ અંગત સહાયક 18 થી 30 વર્ષ અંગત મદદનીશ થી 30 વર્ષ
પગાર ધોરણ
પોસ્ટ પગાર કોર્ટ માસ્ટર (શોર્ટહેન્ડ) ₹67700 વરિષ્ઠ અંગત મદદનીશ ₹47600 અંગત મદદનીશ ₹44900
અરજી ફી
- ₹1000/- સામાન્ય / OBC / EWS ઉમેદવારો માટે
- ₹ 250 SC/ST/ESM/PwD ઉમેદવારો માટે
- ફી ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ/UPI મારફતે ઓનલાઈન ચૂકવવી જોઈએ
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે સુપ્રીમ કોર્ટ ભરતી માટે અરજી કરતા પહેલા આ લેખમાં આપેલું ભરતીનું નોટિફિકેશન ધ્યાન પૂર્વ વાંચવું. અને ત્યારબાદ જ અરજી કરવી.





