/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/surat-jilla-panchayat-bharti.jpg)
સુરત જિલ્લા પંચાયત ભરતી - photo - social media
Surat Jilla Panchayat Recruitment 2024, સુરત જિલ્લા પંચાયત ભરતી : સુરત અને આજુ બાજુના વિસ્તારોમાં રહેતા અને નોકરીની શોધ કરતા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. નેશલન હેલ્થ મિશન અંતર્ગત સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય શાખા ખાતે આવેલી ડિસ્ક્ટ્રીક્ટ અર્બન હેલ્થ યુનિટ અંતર્ગત કાર્યરત અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે વિવિધ પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. સંસ્થાએ 5 જગ્યાઓ ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.
સુરત જિલ્લા પંચાયત ભરતી માટે પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, ઓનલાઈન અરજી કરવાની રીત, નોકરીનો પ્રકાર સહિત તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
સુરત જિલ્લા પંચાયત ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | નેશનલ હેલ્થ મિશન અંતર્ગત |
| પોસ્ટ | વિવિધ |
| જગ્યા | 5 |
| નોકરીનું સ્થળ | સુરત |
| વય મર્યાદા | મહત્તમ 45 વર્ષ |
| નોકરીનો પ્રકાર | કરાર આધારિત |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 7 ઓગસ્ટ 2024 |
| ક્યાં અરજી કરવી | https://arogyasathi.gujarat.gov.in |
સુરત જિલ્લા પંચાયત ભરતીની પોસ્ટની માહિતી
| પોસ્ટ | જગ્યા |
| સ્ટાફનર્સ | 1 |
| ફિમેલ હેલ્થ વર્કર | 4 |
| કુલ | 5 |
સુરત જિલ્લા પંચાયત ભરતી માટે શૈક્ષણિક લાયકાત
સ્ટાફનર્સ માટે શૈક્ષણિક લાયકાત
- ધોરણ 12 પાસ
- ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બીએસસી નર્સિંગ પાસ કરેલું હોવું જોઈએ. જીએનસી નોંધણી જરૂરી છે.
- ઉમેદવારે ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી મેળવેલી માન્ય જનરલ નર્સિંગ અને મિડવાઈફરીનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ. જીએનસી નોંધણી જરૂરી છે.
- ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ તથા વખતો વખત રીન્યુઅલ કરાવેલું હોવું જોઈએ.
- કમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતું પ્રમાણપત્ર
ફિમેલ હેલ્થ વર્કર/ એ.એન.એમ માટે શૈક્ષણિક લાયકાત
- ધોરણ 12 પાસ
- સરકાર દ્વારા માન્ય સંસથામાંથી એ.એન.એમ.નો કોર્ષ
- ગુજરાત નર્સીંગ કાઉન્સીલ રજસ્ટ્રેશન
- આ જગ્યા માત્ર સ્ત્રી ઉમેવાર માટે જ છે
- કમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતું પ્રમાણપત્ર
સુરત જિલ્લા પંચાયત ભરતી માટે પગાર ધોરણ
| પોસ્ટ | પગાર |
| સ્ટાફનર્સ | ₹ 20,000 પ્રતિ માસ ફિક્સ |
| ફિમેલ હેલ્થ વર્કર | ₹ 15,000 પ્રતિ માસ ફિક્સ |
સુરત જિલ્લા પંચાયત ભરતી માટે વયમર્યાદા
નેશલન હેલ્થ મિશન અંતર્ગત સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય ખાતામાં વિવિધ પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોની વય મર્યાદા અંગે વાત કરીએ તો અરજી કરના ઉમેદવારની ઉંમર 45 વર્ષ કરતા વધારે ન હોવી જોઈએ.
ભરતીનું નોટિફિકેશન
સુરત જિલ્લા પંચાયત ભરતી માટે પોસ્ટની વિગતો, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, ઓનલાઈન અરજી કરવાની રીત, નોકરીનો પ્રકાર, જરૂરી દસ્તાવેજો સહિત તમામ મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ આપેલું નોટિફિકેશન ચોક્કસ વાંચવું.
અરજી કેવી રીતે કરવી
સુરત જિલ્લા પંચાયત ભરતી માટે અરજી કરનાર ઉમેદવારો એ આપેલા સ્ટેપ અનુસરવા
- અરજી કરવા માટે સૌ પ્રથમ ઉમેદવારો https://arogyasathi.gujarat.gov.in મુલાકાત લેવી.
- અહીં વિવિધ પોસ્ટનું નોટિફિકેશન અને અરજી કરવા માટે એપ્લાય નાઉ દેખાશે
- ઉમેદવારે જે પોસ્ટ માટે અરજી કરવી છે એ પોસ્ટ પર એપ્લાય નાઉ પર ક્લિક કરવું
- ત્યારબાદ ફોર્મમાં માંગેલી માહિતી, જરૂરી દસ્તાવેજોને અટેચ કરીને ફોર્મ સબમીટ કરવું
- ફોર્મ સબમીટ કર્યા બાદ ભવિષ્યના રેફરન્સ માટે પ્રિન્ટ આઉટ કાઢી લેવી
- આ પોસ્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 7 ઓગસ્ટ 2024 છે.
આ પણ વાંચો
- સોલા સિવિલ અમદાવાદ ભરતી : અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં નોકરી મેળવવાની જોરદાર તક, ₹ 75,000 સુધી પગાર
- ગુજરાત ખેતી બેંક ભરતી : પ્યુનથી લઈને મેનેજર સુધી નોકરી મેળવવાનો મોકો, ધો.10 પાસ પણ કરી શકે અરજી, વાંચો બધી માહિતી
ઉમેદવારનો ખાસ સૂચન કરવામાં આવે છે તે અરજી કરતા પહેલા લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us