ઓછું ભણેલા ઉમેદવારો નોકરીની શોધમાં છો તો તમારા માટે નોકરીની સારો મોકો આવી ગયો છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગ્રામ રક્ષક દળની ભરતીની જાહેરાત બહાર પડી છે. રસ ધરાવતા ઉમેદવારો જિલ્લાના વિવિધ તાલુકા પોલીસ સ્ટેશનેથી ફોર્મ મેળવી અને જમા કરવાના રહેશે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા વિશે વિગેતે વાંચો
ક્યાંથી ભરતીના ફોર્મ મળશે
સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ સ્ટેશનોમાં ગ્રામ રક્ષકની નોકરી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સુરેન્દ્રનગરના વિવિધ પોલીસ સ્ટેશનો જેવાકે વઢવાણ, લખતર, લીંબડી, મુળી, સાયલા, ચોટીલા, ધ્રાગધ્ર વગેરે તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ફોર્મ મેળવવા અને ભરીને જમા કરવા.
સંસ્થાનું નામ પોલીસ અધિક્ષકની કચેરી, સુરેન્દ્રનગર ગ્રામ્ય પોસ્ટનું નામ ગ્રામ રક્ષક દળ કુલ ખાલી જગ્યા 200 નોકરીનું સ્થળ સુરેન્દ્રનગર ફોર્મ મેળવવાની તારીખ 04/10/2022થી 10/10/2022 ફોર્મ જમા કરવાની છેલ્લી તારીખ 15/10/2022 ફોર્મ ક્યાં જમા કરાવવું જીઆરડી સભ્યોનું ભરતી અંગેનું અરજી ફોર્મ મેળવી, અરજી ફર્મને ભરી જે-તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનું રહેશે
પોસ્ટનું નામ
ગ્રામ રક્ષક દળ
શૈક્ષણિક લાયકાત
ધોરણ 03 પાસ કે તેથી વધુનો અભ્યાસનું પ્રમાણપત્ર
ઉમર સીમા
રસ ધરાવતા ઉમેદવારો 20થી 50 વચ્ચેની ઉમર ધરાવતા હોવા જોઈએ, ઉમેદવારએ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ફરજિયાત આપવાનું રહેશે
રહેઠાણ
પોલીસ સ્ટેશન વિસ્તારના ગામનો રહેવાશી (આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, રેશનકાર્ડ વિગેરે)
વજન
પુરુષ – 50 કી.ગ્રામહિલા – 40 કી.ગ્રા.
ઉચાઇ
પુરુષ – 162 સે.મીમહિલા – 150 સે.મી
દોડ
પુરુષ – 800 મીટર (4 મિનીટ)મહિલા – 800 મીટર (5 મિનીટ અને 30 સેકન્ડ)
GRD સુરેન્દ્રનગર ભરતી 2022 કેવી રીતે અરજી કરવી?
ઉપર જણાવેલ લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાના રહેણાંક વિસ્તારના પોલીસ સ્ટેશન પરથી જીઆરડી સભ્યોનું ભરતી અંગેનું અરજી ફોર્મ મેળવી, અરજી ફોર્મ ભરી જે – તે પોલીસ સ્ટેશન ખાતે જમા કરવાનું રહેશે.

ભરતી અંગે મહત્વની તારીખ
અરજી ફોર્મ મેળવવાની તારીખ : 04/10/2022 થી 10/10/2022અરજી ફોર્મ જમા કરવાની તારીખ: 15/10/2022
અરજી ક્યાં કરવાની રહેશે?
સુરેન્દ્રનગર જિલ્લામાં અરજદારોએ પોતાના વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનમાંથી અરજી ફોર્મ લઈને ભરતીને પોલીસ સ્ટેશનમાં જઈ રૂબરુ જમા કરાવવાનું રહેશે.





