રાષ્ટ્રીય યુવા દિવસ શા માટે ઉજવાય છે? જાણો આ દિવસનો ઇતિહાસ અને મહત્વ

Swami Vivekananda Birthday AS A National Youth Day: આ વર્ષે 40મો રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.ભારત સરકારે 12 જાન્યુઆરી 1984ના રોજ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને યુવા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

Swami Vivekananda Birthday AS A National Youth Day: આ વર્ષે 40મો રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.ભારત સરકારે 12 જાન્યુઆરી 1984ના રોજ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિને યુવા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
National Youth Day 2024 | National Youth Day | Swami Vivekananda Birthday | National Youth Day History | National Youth Day Importance | National Youth Day Significance

ભારત સરકારે વર્ષ 1984માં 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઇ છે. (Photo - Freepik)

Swami Vivekananda Birthday AS A National Youth Day: દર વર્ષે 12 જાન્યુઆરીને યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, આ દિવસ ખાસ છે કારણ કે આ દિવસે સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. વિવેકાનંદની જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

Advertisment

સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કલકત્તામાં એક ઉચ્ચ કાયસ્થ પરિવારમાં થયો હતો. સ્વામી વિવેકાનંદના જન્મદિવસ નિમિત્તે, તેમના અમૂલ્ય વિચારોને યાદ કરવા અને તેમની પાસેથી પ્રેરણા લેવા માટે દર વર્ષે 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દેશના વિકાસમાં દેશના યુવાનોનું બહુ મોટું યોગદાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમના ભાષણોમાં વારંવાર કહે છે કે જો આપણા યુવાનો સશક્ત થશે તો આપણો દેશ શક્તિશાળી બનશે.

યુવાનોને સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રેરિત કરવા દર વર્ષે 12 જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ તેમના આદર્શો અને વિચારો માટે દેશ અને દુનિયામાં જાણીતા છે. શિકાગોમાં સ્વામી વિવેકાનંદનું ભાષણ આજે પણ લોકોમાં પ્રખ્યાત છે, જ્યાં તેમણે ભારત અને સનાતન ધર્મને ઊંડાણપૂર્વક સમજાવ્યું હતું. સ્વામી વિવેકાનંદના વિચારો યુવાનોને પ્રેરણા આપે છે, જેના કારણે આ દિવસ યુવા દિવસ તરીકે ઓળખાય છે.

યુવા દિવસની ઉજવણીની શરૂઆત કેવી રીતે થઇ?

ઇતિહાસમાં નજર કરીયે તો રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી UNO દ્વારા વર્ષ 1984 માં કરવામાં આવી હતી, ભારતમાં આ દિવસની ઉજવણી 1985માં શરૂ થઈ હતી. આ દિવસની ઉજવણીનો હેતુ યુવાનોને સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રેરિત કરવાનો છે. યુવા એ આપણા દેશની તાકાત છે, જો દેશના યુવાનો વિવેકાનંદના વિચારોને અનુસરે અને તેમના વિચારોમાંથી પ્રેરણા લે તો આપણો દેશ શક્તિશાળી બનશે.

Advertisment
National Youth Day 2024 | National Youth Day | Swami Vivekananda Birthday | National Youth Day History | National Youth Day Importance | National Youth Day Significance
National Youth Day 2024: સ્વામી વિવેકાનંદના વિચારો યુવાનોને પ્રેરણા આપે છે, આથી આ તારીખને યુવા દિવસ તરીકે ઉજવાય છે. (Photo - Freepik)

રાષ્ટ્રીય યુવા દિવસ 2024 ની થીમ

રાષ્ટ્રીય યુવા દિવસ 2024 ની થીમ 'ઈટ્સ ઓલ ઇન ધ મન' છે. જો તમે કંઈક કરવાનું નક્કી કરો છો, તો તમારા માટે કોઈ કામ મુશ્કેલ નથી.

આ પણ વાંચો | વિશ્વ હિન્દી દિવસ કેમ ઉજવાય છે? જાણો શબ્દોની રસપ્રદ કહાણી

રાષ્ટ્રીય યુવા દિવસ કેવી રીતે ઉજવવામાં આવે છે?

રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે શાળા-કોલેજોમાં અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. બાળકોને સ્વામી વિવેકાનંદ અને તેમના મૂલ્યવાન વિચારો વિશે જણાવવામાં આવે છે. રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે, પ્રવાસન મંત્રાલય અને રામકૃષ્ણ મઠ, રામકૃષ્ણ મિશન દ્વારા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ દિવસ સંપૂર્ણપણે યુવાનોને સમર્પિત છે.

આજના દિવસનો ઇતિહાસ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ knowledge કરિયર