/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/talati-bharti-2025-Gujarat.jpg)
ગુજરાત તલાટી ભરતી 2025 - Photo - freepik
Talati Bharti 2025 Gujarat, ગુજરાત તલાટી ભરતી 2025 : તાજેતરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાતમાં તલાટી કમ મંત્રી પોસ્ટ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તલાટી ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે જે ઉમેદવારોએ હજી સુધી ઓનલાઈન અરજી કરી નથી તો તેવા ઉમેદવારો ફટાફટ કરો. કારણ કે અરજી કરવા માટે હવે થોડા દિવસ બાકી છે. એટલે કે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15-5-2025 છે.
ગુજરાતમાં તલાટી ભરતી 2025 અંતર્ગત કુલ 238 ઉપર ઉમેદવારો પસંદ કરવાના છે. આ માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિંવ્યાંગ ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. તલાટી કમ મંત્રી ભરતીની પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની રીત, મહત્વની માહિતી, વય મર્યાદા સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારો આ સમાચાર છેલ્લે સુધી વાંચો.
તલાટી ભરતીની મહત્વની માહિતી
| સંસ્થા | ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) |
| પોસ્ટ | તલાટી કમ મંત્રી |
| જગ્યા | 238 |
| ભરતી | દિવ્યાંગ ભરતી ઝુંબેશ |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 15-5-2025 |
| ક્યાં અરજી કરવી | https://ojas.gujarat.gov.in/ |
ગુજરાત તલાટી ભરતી પોસ્ટની વિગતો
| જિલ્લો | જગ્યા |
| અમદાવાદ | 9 |
| અમરેલી | 8 |
| આણંદ | 8 |
| અરવલ્લી | 5 |
| બનાસકાંઠા | 21 |
| ભરૂચ | 6 |
| બનાસકાંઠા | 21 |
| ભરૂચ | 6 |
| ભાવનગર | 10 |
| બોટાદ | 3 |
| છોટાઉદેપુર | 10 |
| દાહોદ | 4 |
| દેવભૂમિ દ્વારકા | 6 |
| ડાંગ | 1 |
| ગાંધીનગર | 6 |
| ગીર સોમનાથ | 5 |
| જામનગર | 8 |
| જુનાગઢ | 7 |
| કચ્છ | 14 |
| ખેડા | 6 |
| મહીસાગર | 7 |
| મહેસાણા | 4 |
| મોરબી | 9 |
| નર્મદા | 3 |
| નવસારી | 3 |
| પંચમહાલ | 7 |
| પાટણ | 11 |
| પોરબંદર | 3 |
| રાજકોટ | 10 |
| સાબરકાંઠા | 11 |
| સુરત | 11 |
| સુરેન્દ્રનગર | 10 |
| તાપી | 4 |
| વડોદરા | 12 |
| વલસાડ | 3 |
| કુલ | 238 |
તલાટી કમ મંત્રી ભરતી માટે શૈક્ષણિક લાયકાત
- સરકાર માન્ય કોઈપણ સંસ્થામાંથી કોઈપણ વિષય સાથે સ્નાતકની ડીગ્રી પાસ કરેલી હોવી જોઈએ.
- કમ્પ્યુટર ઓપરેટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ
- ગુજરાત અને હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.
વયમર્યાદા
- ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- દિવ્યાંગ ઉમદેવારો માટે સરકારના ધારાધોરણ અને દિવ્યાંગતાના પ્રકાર પ્રમાણે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
અરજી કરવાની છેલ્લી તારીખ કઈ?
તલાટી કમ મંત્રી ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. આગામી 15 મે 2025 અરજી કરવાની છેલ્લી તારીખ રાખવામાં આવી છે. માટે હવે ગણતરીના દિવસો જ અરજી કરવા માટે બાાકી છે. જે ઉમેદવારોએ હજી સુધી અરજી કરી નથી અને અરજી કરવા ઈચ્છા છે તો તેવા ઉમેદવારો https://gpssb.gujarat.gov.in/advertisement-list.htm ઉપર અરજી કરી શકશે.
અરજી કેવી રીતે કરવી?
- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in/ ઉપર જવું
- અહીં કરન્ટ એડવર્ટાઈજમેન્ટ પર ક્લિક કરવું
- અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે
- જેતે પોસ્ટ માટે અરજી કરવાની હોય ત્યાં સામે આપેલા એપ્લાય નાઉ પર ક્લિક કરવું
- અહીં માંગેલી માહિતી ભરીને ઓનલાઈન અરજી કરી શકાય.
ગુજરાતમાં ચાલતી વિવિધ ભરતીઓ અને કરિયર સંબંધી સમાચાર વિશે વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
નોટિફિકેશન
ઉમેદવારો માટે ખાસ નોંધ
- આ જગ્યાઓની સંખ્યામાં સરકારની સુચનાને આધિન મંડળ જૂરી જણાય વધ-ઘટ કે ફેરફાર કરી શકશે.
- ભરતી પ્રક્રિયાના અનુસંધાને આ જાહેરાતમાં કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યક્તા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક્ક અધિકાર રહેશે. અને મંડળ આ માટે કારણો આપવા બંધાયેલા રહેશે નહીં.
- ઉમેદવારોને ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લા દિવસો સુધી રાહ નહીં જોતા, વહેલી તકે ઓનલાઈન અરજી પત્રકમાં નિયત વિગતો પુરતી ચકાસણી સાથે ભરીને ઓનલાઈન અરજી કન્ફર્મ કરી, કન્ફર્મેશન નંબર મેળવી લેવા સૂચન છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us