Talati Bharti 2025 Gujarat | મહેસૂલ તલાટી ભરતી માટે અરજી કરવાની બાકી છે? તો ફટાફટ કરો, માત્ર આટલા દિવસ બાકી

talati Bharti 2025 Gujarat : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની કુલ 2389 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી. જેની અરજી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. અરજી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો તેવા ઉમદેવારોએ થોડી ઉતાવળ રાખવી પડશે.

Written by Ankit Patel
Updated : June 02, 2025 11:15 IST
Talati Bharti 2025 Gujarat | મહેસૂલ તલાટી ભરતી માટે અરજી કરવાની બાકી છે? તો ફટાફટ કરો, માત્ર આટલા દિવસ બાકી
Revenue Talati bharti; મહેસૂલ તલાટી ભરતી 2025 - photo- freepik

GSSSB Revenue Talati Bharti 2025 Gujarat, મહેસૂલ તલાટી ભરતી, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી : ઓજસ નવી ભરતી અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની કુલ 2389 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી હતી. જેની અરજી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે. જોકે, હજી પણ જે ઉમેદવારોએ મહેસૂલ તલાટી ભરતી માટે અરજી કરી નથી અને અરજી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો તેવા ઉમદેવારોએ થોડી ઉતાવળ રાખવી પડશે. કારણ કે આ અરજી પ્રક્રિયા થોડા દિવસ પછી બંધ થઈ જશે.

મહેસૂલ તલાટી ભરતી અંતર્ગત પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ભરતીની મહત્વની તારીખો સહિતની અગત્યની વિગતો જાણવા માટે ઉમદેવારોએ આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

મહેસૂલ તલાટી ભરતી માટે મહત્વની માહિતી

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)
વિભાગમહેસૂલ વિભાગ
પોસ્ટમહેસૂલ તલાટી
જગ્યા2389
વયમર્યાદા20થી 35 વર્ષ વચ્ચે
અરજી કરવાની શરુઆતની તારીખ26-5-2025
અરજી કરવાની છેલ્લી તારીખ10-6-2025
અરજી ક્યાં કરવીhttps://ojas.gujarat.gov.in

અરજી કરવાની છેલ્લી તારીખ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટીની ભરતીની અરજી પ્રક્રિયા હાથધરવામાં આવી છે. જે 26-5-2025ના રોજ બપોરથી ચાલું થઈ ગઈ છે. સંસ્થાએ આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી 10-6-2025, રાતના 11.59 વાગ્યા સુધી રાખવામાં આવી છે. આજે 2 જૂન 2025 થઈ છે એટલે કે હવે ઉમેદવારો પાસે અરજી કરવા માટે માત્ર 8 દિવસ જ બાકી રહ્યા છે. જે ઉમેદવારોએ હજી પણ અરજી કરી નથી તેઓ ફટાફટ અરજી કરી લેવી. નહીં તો સરકારી નોકરી મેળવવાની તક હાથમાંથી છટકી જશે.

મહેસૂલ તલાટી ભરતી માટે પોસ્ટની વિગતો

જિલ્લોજગ્યા
અમદાવાદ113
અમરેલી76
અરવલ્લી74
આણંદ77
કચ્છ109
ખેડા76
ગાંધીનગર13
ગીર સોમનાથ48
છોટાઉદેપુર135
જામનગર60
જુનાગઢ52
ડાંગ43
દાહોદ85
તાપી63
દેવભૂમિ દ્વારકા20
નર્મદા59
નવસારી52
પંચમહાલ94
પાટણ48
પોરબંદર36
બનાસકાંઠા110
બોટાદ27
ભરૂચ104
ભાવનગર84
મહિસાગર70
મહેસાણા33
મોરબી57
રાજકોટ98
વડોદરા105
વલસાડ75
સાબરકાંઠા81
સુરેન્દ્રનગર85
સુરત127
કુલ2389

શૈક્ષણિક લાયકાત

  • કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી અથવા સરકાર માન્ય સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ
  • સ્નાતકની ડિગ્રીના વર્ષ કે સેમેસ્ટરની પરીક્ષા આપી હોય તેવા ઉમેદવારો પણ અરજી કરી શકશે
  • કમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ
  • ગુજરાતી અને હિન્દ અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ.

વય મર્યાદા

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલી મહેસૂલ તલાટી ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 20થી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગોને સરકારી નિયમ પ્રમાણે વયમર્યાદામાં છૂટ મળવા પાત્ર રહેશે.

પગાર ધોરણ

મહેસૂલ તલાટી ભરતી અંતર્ગત પસંદ પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ 26000 રૂપિયા પ્રતિ માસ મળશે ત્યાર બાદ સંતોષકારક કામકીરી પૂર્ણ કર્યા બાદ સાતમા પગારપંચના ધારાધોરણ પ્રમાણે નિયમિત નિમણૂંક મળવાપાત્ર રહેશે.

નોટિફિકેશન

અરજી કેવી રીતે કરવી

  • આ ભરતી અંતર્ગત અરજી કરવા માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઈટ https://ojas.gujarat.gov.in પર જવું
  • અહીં વિવિધ ભરતીની વિગતો દેખાશે
  • સંલગ્ન ભરતીની લિંક પરક્લિક કરવું
  • ત્યારબાદ વધારે વિગતો જોવા મળશે.
  • એપ્લાય નાઉ પર ક્લિક કરી માંગેલી વિગતો ભરવી
  • ફાઈનલ સબમીટ કરવી અને પ્રીન્ટ કાઢી લેવી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ