/indian-express-gujarati/media/media_files/2026/02/06/tat-exam-2026-time-table-announced-2026-02-06-12-13-27.jpg)
TAT-HS 2026 પરીક્ષા Photograph: (freepik)
TAT exam 2026 time table announced : ગુજરાતમાં શિક્ષણ બનવાનું સપનું જોઈ રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાતના રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી 2026 (Higher Secondary) એટસલે કે TAT-HS 2026 માટે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે.
ગુજરાત રાજ્યમાં ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે કારકિર્દી બનાવવાનું સપનું જોતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ જાહેરાત બહાર પડી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા “શિક્ષક અભિરુચિ કસોટી (Higher Secondary) – 2026” એટલે કે TAT-HS 2026 માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. હવે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની કારકિર્દી બનાવવા માટે ઉમેદવારો માટે ઉત્તમ તક આવી ગઈ છે.
ગુજરાત રાજ્યમાં નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકેની ઉમેદવારી કરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉદેવારો TAT-HS 2026 પરીક્ષામાં ભાગ લેવા માટે અરજી કરી શકે છે. આ લેખમાં પરીક્ષા સંબંધી તમામ માહિતી આપવામાં આવી છે.
TAT-HS 2026 પરીક્ષાની મહત્વની માહિતી
| સંસ્થા | રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB) |
| પરીક્ષાનો પ્રકાર | TAT-HS 2026 |
| વિષયો | જરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના વિવિધ વિષયો |
| એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
| અરજી કરવાની શરુઆતની તારીખ | 10-2-2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 19-2-2026 |
| ફી ભરવાની છેલ્લી તારીખ | 20-02-2026 |
| પ્રાથમિક પરીક્ષા | 29-03-2026 |
| મુખ્ય પરીક્ષા | મે 2026(અંદાજિત) |
કયા ઉમેદવારો TAT-HS 2026 પરીક્ષામાં ભાગ લઈ શકશે?
રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલી શૈક્ષણિક તથા તાલીમ લાયકાત ધરાવતા ઉમેદવારો જ અરજી કરી શકે. અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ અરજી કરી શકે છે, પરંતુ ભરતી પ્રક્રિયા સમયે લાયકાત પૂર્ણ કરેલી હોવી આવશ્યક છે.
TAT-HS 2026 Exam : કયા વિષયો માટે પરીક્ષા?
ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમ મુજબ વિવિધ વિષયો માટે પરીક્ષા યોજાશે જેમ કે: એકાઉન્ટ એન્ડ કોમર્સ, બાયોલોજી, કેમેસ્ટ્રી, કમ્પ્યુટર, અર્થશાસ્ત્ર, અંગ્રેજી, ગુજરાતી, હિંદી, ગણિત, ફિઝિક્સ, મનોવિજ્ઞાન, સોશિયોલોજી, સ્ટેટેસ્ટીક,શારીરિક શિક્ષણ સહિતના અનેક વિષયો માટે પરીક્ષા યોજાનાર છે.ઉમેદવાર માત્ર એક વિષય અને એક માધ્યમ પસંદ કરી શકે છે.
TAT-HS 2026 Exam માટે પરીક્ષા ફી
| કેટેગરી | ફી |
| સામાન્ય વર્ગના ઉમેદવારો માટે | ₹500 |
| SC/ST/SEBC/EWS/PH ઉમેદવારો માટે | ₹400 |
TAT પરીક્ષા પેટર્ન 2026 -TAT-HS બે તબક્કાની સ્પર્ધાત્મક પરીક્ષા છે:
- પ્રાથમિક પરીક્ષા જે એમસીક્યુ આધારીત હશે
- મુખ્ય પરીક્ષા જે વર્ણનાત્મક લેખિત હશે
TAT HS Preliminary Exam: ટાટ પ્રાથમિક પરીક્ષા 2026ની માહિતી
- કુલ ગુણ-200
- પ્રશ્ન પ્રકાર-MCQ (બહુવિકલ્પ)
- કુલ પ્રશ્નો-200
- સમય-180 મિનિટ
- નેગેટિવ માર્કિંગ-દરેક ખોટા જવાબે 0.25 ગુણ કપાશે
- પ્રશ્નપત્ર-એક જ પેપર – 2 વિભાગમાં
વિભાગ – 1 (General Section)-100 ગુણ
- સામાન્ય જ્ઞાન + શિક્ષણ પ્રવાહો-20 પ્રશ્નો
- શિક્ષક અભિયોગ્યતા-35 પ્રશ્નો
- તર્કશક્તિ-15 પ્રશ્નો
- ગુજરાતી ભાષા કુશળતા-15 પ્રશ્નો
- અંગ્રેજી ભાષા-15 પ્રશ્નો
વિભાગ – 2 (Subject Section) – 100 ગુણ
- વિષય સામગ્રી (Std. 11–12 syllabus, Graduate difficulty)-80 પ્રશ્નો
- વિષય પદ્ધતિ આધારિત પ્રશ્નો-20 પ્રશ્નો
Main Exam (મુખ્ય પરીક્ષા – વર્ણનાત્મક)
- માત્ર Prelims Cut-off પાસ ઉમેદવાર જ આપી શકે
- કુલ ગુણ-200
- પેપર-2
- સ્વરૂપ-વર્ણનાત્મક લેખિત
Paper-1: ભાષા ક્ષમતા-100 ગુણ
(ગુજરાતી / હિન્દી / અંગ્રેજી – પસંદ કરેલ માધ્યમ મુજબ)
- નિબંધ-250–300 શબ્દ
- સારાંશ-આપેલા ગદ્ય પરથી
- પત્ર લેખન-100 શબ્દ
- અભિપ્રાય લેખન-200 શબ્દ
- વ્યાકરણ-વિવિધ પ્રકાર
- સમય-150 મિનિટ
Paper-2: વિષયજ્ઞાન + મેથડ – 100 ગુણ
- લાંબા જવાબ (150–180 શબ્દ)-35 ગુણ
- મધ્યમ જવાબ (100–150 શબ્દ)-28 ગુણ
- ટૂંકા જવાબ -22ગુણ
- Objective/Fill/Match-15 ગુણ
- સમય-180 મિનિટ
નોટિફિકેશન
અરજી કેવી રીતે કરવી
TAT-HS 2026 પરીક્ષા આપવા ઈચ્છા ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ વેબ સાઈટ ઉપર અરજી કરી શકશે. અરજી પ્રક્રિયા આગામી તારીખ 10 ફેબ્રુઆરી 2026થી શરુ થઈને 19 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us