Teachers Recruitment 2023 : નોકરીની શોધમાં રહેતા યુવાનો માટે સારા સમાચાર છે. ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં 50 હજાર શિક્ષકોની ભરતી થનારી છે. શિક્ષણ મંત્રી દીપક કેસરકરે શુક્રવારે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 50,000 શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો હતો. મીડિયા સાથે વાત કરતા કહ્યું કે 30,000 પદો પર પહેલા ચરણમાં અને 20,000 જગ્યાઓ પર બીજા ચરણમાં ભરતી થશે. આમ બે તબક્કામાં રાજ્યની સ્કૂલોમાં 50,000 શિક્ષકોની ભરતી કરાશે.
બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ પીઠે ભરતી ઉપર લગાવી હતી રોક
શિક્ષામંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે બોમ્બે હાઇકોર્ટની ઔરંગાબાદ પીઠે ભરતી પ્રક્રિયા પર રોક લગાવી હતી. જેના કારણે ભરતીમાં મોડું થયું છે. શિક્ષકોની ભરતી પ્રક્રિયા હવે શરુ થશે. કેટલીક સ્કૂલોમાં શિક્ષકોની અછત છે. વિદ્યાર્થીઓને પરેશાની ન થાય તે માટે નવા શિક્ષકોની નિયુક્તિ થાય ત્યાં સુધી શિક્ષા વિભાગે રિટાયર્ડ શિક્ષકોને અનુબંધના આધારે નિયુક્ત કરવામાં આવ્યા છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે શિક્ષકોની ભરતી થશે. જિલ્લા પરિષદ સ્કૂલો અને સહાયતા પ્રાપ્ત સંસ્થાનોમાં તૈનાત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર 17,000 સ્કૂલોમાં પ્રી પ્રાઈમરી કક્ષાઓ શરુ કરવાની યોજના બનાવવા જઈ રહી છે. આ સમાચારથી એ લોકોને ફાયદો થશે જે ક્યારના મહારાષ્ટ્રમાં શિક્ષકો ભરતીની રાહ જોઈ રહ્યા હતા.
આ પણ વાંચોઃ- Bank of maharashtra job: બેંક ઓફ મહારાષ્ટ્ર 400 ઓફિસરોની ભરતી કરશે, અરજીની છેલ્લી તારીખ અને ફી સહિતની વિગતો જાણો
IBPS ક્લાર્ક ભરતી માટે રજિસ્ટ્રેશન શરૂ , 21 જુલાઈ છેલ્લી તારીખ
બેંકોમાં ક્લાર્કની નિયુક્તિ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરુ થઈ ગઈ છે.આઈબીપીએસએ સીઆરપી ક્લાર્ક 3 માટે ભરતી પ્રક્રિયા શરુ કરી દીધી છે. જે પણ ઉમેદવારો આ માટે ફોર્મ ભરવા માંગે છે તો આઈબીપીએસની સત્તાવાર વેબસાઈટ ibps.in પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
રિપોર્ટ્સ અનુસાર અભ્યર્થી માત્ર ઓનલાઈન મોડમાં પરીક્ષા માટે એપ્લાય કરી શકે છે. આ ઉપરાંત આઈબીપીએસ દ્વારા ઓફલાઇન ફોર્મ જમા કરવામાં નહીં આવે. રજિસ્ટ્રેશન અને ફીસ ભરીને છેલ્લી તારીખ 21 જુલાઈ સુધી આશરે 4800 જગ્યાઓ માટે કરી શકાશે.





