Government teachers : શિક્ષકોની ફેક્ટરી છે બોર્ડર પર આવેલું આ ગામ, દેશને આપ્યા 450 સરકારી કર્મચારી, જેમાં 250 શિક્ષક

Government Teachers, India pakistan border : અહીં પોજિટિવ એનર્જી આપનાર એવી અનેક કહાનીઓ છે. અહીં પાકિસ્તાન બોર્ડરથી માત્ર 15 કિલોમિટર દૂર પંજાબના ફાલિલ્કા જિલ્લામાં આવેલા ડંગર ખેડા ગામની વાત થઈ રહી છે.

Government Teachers, India pakistan border : અહીં પોજિટિવ એનર્જી આપનાર એવી અનેક કહાનીઓ છે. અહીં પાકિસ્તાન બોર્ડરથી માત્ર 15 કિલોમિટર દૂર પંજાબના ફાલિલ્કા જિલ્લામાં આવેલા ડંગર ખેડા ગામની વાત થઈ રહી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Government Teachers | India pakistan border | bsf | dangar khera village | Gujarati news

અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ - Express photo

teachers day : એક ઓટો ડ્રાઇવર જેના પુત્રો પ્રાઇમરી સ્કૂલોમાં શિક્ષક છે. એક ટ્રેક્ટર ડ્રાઈવર જેના પુત્રો બીએસએફમાં અને પુત્રી પ્રાઈમરી ટીચર છે. અહીં પોજિટિવ એનર્જી આપનાર એવી અનેક કહાનીઓ છે. અહીં પાકિસ્તાન બોર્ડરથી માત્ર 15 કિલોમિટર દૂર પંજાબના ફાલિલ્કા જિલ્લામાં આવેલા ડંગર ખેડા ગામની વાત થઈ રહી છે.

Advertisment

ભારત - પાકિસ્તાન સીમાનું નામ લેતા જ મોટી સંખ્યામાં દેશવાસીઓના દિમાગમાં કદાચ અટારી વાઘા બોર્ડરની તસવીર ઉભરી આવતી હશે. પંજાબ ભારતનું એક સીમાવર્તી રાજ્ય છે. અહી અનેક વાર સીમા પારથી થનારી ડ્રગ્સની તસ્કરી માટે સુર્ખીઓમાં આવે છે. પરંતુ પંજાબ બોર્ડર પાસે આવેલી આ ખબર તમને પોઝિટિવ એનર્જીથી ભરી દેશે.

પંજાબના ફાજિલ્કા જિલ્લાના ડંગર ખેડા ગામ ભારત પાકિસ્તાન સીમાથી માત્ર 15 કિલોમીટર દૂર છે. આસપાસના અન્ય ગામો માટે પ્રેરણાનો સ્ત્રોત છે. સાડા છ હજારની વસ્તી ધરાવતું ગામ 1614 હેક્ટર એરિયામાં ફેલાયેલું છે. ગામમાં આશરે 1100 પરિવાર છે. અને આ પરિવારોએ દેશને 450થી વધારે સરકારી કર્ચારીઓ આપ્યા છે. ખાસ વાત તો એ છે કે આમાંથી 250 નવા ભારતની તકદીર લખનાર ટીચર્સ છે.

એક માણસના સપનાએ દેખાડી યુવાઓને દિશા

ડંગર ખેડાની આ કહાની શરુ થાય છે આ ગામના એક ટીચર કુલજીત સિંહ ડંગરખેડા સાથે. કુલજીત સિંહ વર્ષ 1997માં સરકારી શિક્ષક બન્યા હતા. ત્યારથી તેઓ ડંગરખેડામાં ભણવા માટે જનૂન અને તેમના બાદ સરકારી નોકરીઓમાં જવા માટે એક મોટું કારણ બની ગયું. ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા કુલજીત સિંહે કહ્યું કે 1997માં જ્યારે મારી નોકરી લાગી ત્યારે ગામમાં માંડ એક બે હશે જેમની પસંદગી સરકારી નોકર માટે થઈ હશે. અનેક વર્ષો સુધી અમારા ગામમાંથી એક પણ સિલેક્શન થતું ન્હોતું.

Advertisment

અમારા ગાની જમીન ખુબ જ ઉપજાઉ ન્હોતી. ભૂગર્ભજળ પીવા માટે અનફિટ હતું. અમે મોટાભાગના નહેરના પાણી પર નિર્ભર છીએ. અહીં રોજગાર આપવા માટે કંપનીઓ પણ ન્હોતી. એટલા માટે અભ્યાસ કરવો અને નોકરી મેળવવી એક માત્ર એવી વસ્તુ હતી જે અમને જીવિત રાખી શકે. મને ખુશી છે કે મેં અનેક અન્ય લોકોને પોતાના નક્શેકદમ પર ચાલવા માટે પ્રેરિત કરવા માટે સફળ રહ્યો છું.

કુલજીત જણાવે છે કે તેમની 21 વર્ષની પુત્રી બે વર્ષ પહેલા ETT ટીચ તરીકે ભરતી થઈ છે. જ્યારે પુત્ર ક્લિનિકલ સાઇકોલોજીનો અભ્યાસ કરી રહ્યો છે. પ્રાઇમરી સ્કૂલોમાં અભ્યાસ કરવા માટે આ વર્ષે જાહેર કરાયેલા પરિણામોમાં 5994 પોદમાંથી આશરે 30નું સિલેક્શન આ ગામમાંથી થયું છે. એકાઉન્ટ અને બિઝનેસ સ્ટડીઝ ભણાવનાર ગામના એક ટીચર સુરિંદર કુમાર કહે છે કે ડંગર ખેડાનું નામ બદલીને અધ્યાપક ખેડા કરી દેવું જોઇએ. અમારું ગામ એક ફેક્ટરી જેવું છે જેમાંથી ટીચર્સ નીકળે છે. આ ટીચર્સ રાજ્યના અલગ અલગ સરકારી સ્કૂલોમાં ભણાવી રહ્યા છે.

સુરિંદરની બે પુત્રીઓ છે. જેમાં મોટી પુરી એમબીબીએ કરી રહી છે જ્યારે બીજી પુત્રી 9માં ધોરણમાં છે. સ્ટેટ લેવલે ક્રિકેટર છે. તેઓ જણાવે છે કે જ્યારે કુલજીતની પંજાબી ટીચરના રૂપમાં ભરતી થઈ તો તેમને લાગ્યું કે તેમના વિદ્યાર્થીઓ પણ આગળ વધે. સુરિંદર જણાવે છે કે કુલજીત અપાર જનૂનથી ભરેલું છે. શરુઆતી વર્ષોમાં અનેક વિદ્યાર્થીઓ તેમની પાસે ભણવા માટે આવતા હતા. ત્યારબાદ અહીં કોચિંગ સેન્ટર અને રીડિંગ રૂમ ખુલવા લાગ્યા.

ત્યારબાદ તેમણે વિદ્યાર્થીઓને ભરતી પરીક્ષાઓની તૈયારીમાં યુવાઓની મદદ કરવાનું શરુ કરી દીધું હતું. આ એક ચેન જેવું બની ગયું હતું. લગભગ એક દશક પહેલા અમારા ગામમાં બે કોચિંગ ખુલ્યા. છેલ્લા 2 વર્ષમાં અહીં પાંચ રીડિંગ રૂમ બની ગયા છે. જે લાઇબ્રેરીનું પણ કામ કરે છે.

ટ્રેન્ડિંગ ન્યૂઝ નોકરી કરિયર