Teacher Recruitment: આ જગ્યાએ 18,000થી વધારે પ્રાથમિક શિક્ષકોની ભરતી, વાંચો સંપૂર્ણ માહિતી

teachers recruitment 2022: મધ્ય પ્રદેશ સરકારના શિક્ષણ વિભાગ અને જનજાતિય કાર્ય વિભાગમાં કુલ 18,527 પ્રાથમિક શિક્ષકની ભરતી માટે જાહેરાત કરી છે.

teachers recruitment 2022: મધ્ય પ્રદેશ સરકારના શિક્ષણ વિભાગ અને જનજાતિય કાર્ય વિભાગમાં કુલ 18,527 પ્રાથમિક શિક્ષકની ભરતી માટે જાહેરાત કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update

શિક્ષકની ભરતી પ્રિકાત્મક તસવીર

શિક્ષકની નોકરી માટે રાહ જોઈને બેઠેલા યુવક યુવતીઓ માટે સારા સમાચાર આવી ગયા છે. મધ્ય પ્રદેશ સરકારી શિક્ષક ભરતીને લઈને નોટિફિકેશ બહાર પડ્યું છે. મધ્ય પ્રદેશ સરકારના શિક્ષણ વિભાગ અને જનજાતિય કાર્ય વિભાગમાં કુલ 18,527 પ્રાથમિક શિક્ષકની ભરતી માટે જાહેરાત કરી છે. મધ્ય પ્રેદશ પ્રોફેશનલ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા આયોજીત પ્રાથમિક શિક્ષક પાત્રતા પરીક્ષામાં સફળ જાહેર થયેલા ઉમેદવારો જ રાજ્ય સરકારના આ બે વિભાગો અંતર્ગત સંચાલિત થનારી શાસકીય વિદ્યાલયોમાં 18 નવેમ્બરથી અરજી કરી શકશે.

નોટિફિકેશન પ્રમાણે મધ્ય પ્રદેશ સ્કૂલ શિક્ષણ વિભાગ માટે 7,429 પદો અને જનજાતીય કાર્ય વિભાગ દ્વારા 11,098 સહિ બંને વિભાગોમાં કુલ 18,527 પ્રાથમિક શિક્ષકની ભરતી કરવામાં આવી છે. સર ધરાવતા અને લાયક ઉમેદવારોએ મધ્ય પ્રદેશ સરકારના પોર્ટલ mponline.gov.in પર ટીચર્સ રિક્રૂટમેન્ટ કાઉન્સલિંગ સેક્શમાં એક્ટિવ કરવામાં આવેલી લિંક નીચે આપેલી ગાઇડલાઇન વાંચવી જોઈએ.

પ્રાથમિક શિક્ષક ભરતી માટે યોગ્યાત

મધ્ય પ્રદેશ પ્રાથમિક શિક્ષક ભરતી 2022 માટે મધ્ય પ્રદેશ સરકારના ભોપાલ સ્થિત લોક શિક્ષણ સંચાલન કાર્યાલય દ્વારા બહાર પાડેલી ગાઈડલાઈન પ્રમાણે એવા ઉમેદવારો અરજી કરી શકશે જેઓ હાયર સેકન્ડ્રી પરીક્ષા ઓછામાં ઓછા 50 ટકા સાથે પાસ કરી હોય અને પ્રારંભિક શિક્ષામાં ઓછામાં ઓછા બે વર્ષ ડિપ્લોમા કર્યું હોય અથવા તો અન્ય સમકક્ષ યોગ્યતા પ્રાપ્ત કરી હોય. આ ઉપરાંત ઉમેદવારોને એમપી પીઈબી દ્વારા આયોજીત એમપી પીઈટી 2020માં સફળ જાહેર થવું જરૂરી છે.

વય મર્યાદા

ઉમેદવારની વય મર્યાદા 1 જાન્યુઆરી 2022ના દિવસે 43 વર્ષથી વધારે ન હોવી જોઈએ. જોકે અનામત વર્ગોના ઉમેદવારોને એણપી સરકારના નિયમો અનુસાર વધારે આયુ સમામાં છૂટ આપવામાં આવી છે. વધારે જાણકારી અથવા અન્ય વિવરણો માટે ઉપર આપેલી લિંક પર જાઓ.

Advertisment
દેશ કરિયર સરકારી નોકરી