The Urban Health Society Ahmedabad Recruitment 2024, અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024 : અમદાવાદમાં રહેતી અને નોકરીની શોધ કરતી મહિલાઓ માટે અમદાવાદમાં જ નોકરી મેળવવાની સારી તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા નેશનલ હેલ્થ મિશન હેઠળ કરાર આધારિત ભરતી બહાર પાડી છે. અમદાવાદ મહાનગરપાલિકા એ એ.એન.એમની કુલ 13 જગ્યાઓ માટે મહિલા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે.
ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા મહિલા ઉમેદવારોએ ભરતી માટે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સહિતની મહત્વપૂર્ણ માહિતી માટે આ સમાચાર અંત સુધી ચોક્કસ વાંચવા.
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી માટે મહત્વની વિગતો
સંસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોસ્ટ એ.એન.એમ. જગ્યા 13 એપ્લિકેશન મોડ ઓનલાઈન કોણ અરજી કરી શકશે? મહિલા ઉમેદવારો અરજી કરવાની છેલ્લી તારીખ 21 જૂન 2024 સત્તાવાર વેબસાઇટ https://arogyasathi.gujarat.gov.in/
પોસ્ટ વિશે માહિતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હેલ્થ વિભાગ દ્વારા ધી અર્બન હેલ્થ સોસાયટી હેઠળ મોબાઈલ હેલ્થ ટીમ માટે એ.એન.એમની કુલ 13 જગ્યાઓ બહાર પાડી છે. સંસ્થા દ્વારા આ જગ્યાઓ 11 મહિનાના કરાર આધારે ભરવામાં આવશે. આ જગ્યાઓ માટે સંસ્થાએ મહિલા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવી છે.
અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024 માટે શૈક્ષણિક લાયકાત
આ ભરતી માટે ઉમેદવારે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય કરેલી સંસ્થામાંથી એ.એન.એમ, એફ.એચ.ડબ્લ્યુ. પાસ કરેલું હોવું જોઈએ.ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએધોરણ 10 અને ધોરણ 12માં કમ્પ્યુટર વિષય હોય અથવા બેઝીક કમ્પ્યુટર સર્ટિફિકેટ હોય તેવા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે
અનુભવ
સરકારી સંસ્થા – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અર્બન હેલ્થ સોસાયટી, અમદાવાદમાં કામગીરીનો અનુભવ ધરાવનાર ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે.
વય મર્યાદા અને પગાર ધોરણ
ધ અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી માટે અરજી કરવા ઈચ્છા મહિલા ઉમેદવારો 45 વર્ષથી વધારે ઉંમર ન ધરાવતા હોવા જોઈએ અને આ ભરતી માટે પસંદ પામેલા ઉમેદવારોને મહિને 15000 રૂપિયા ફિક્સ પગાર મળશે.
આ પણ વાંચો
- મહેસાણા અર્બન બેંક ભરતી : મહેસાણા અર્બન બેંકમાં સારા પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો સંપૂર્ણ માહિતી
- રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી, જસદણ અને ભાવનગરમાં નોકરીની સુવર્ણ તક, અરજી માટે માત્ર આટલા દિવસ બાકી
નોટિફિકેશન
ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી માટે અરજી કરવા ઈચ્છતા મહિલા ઉમેદવારોએ ભરતી માટે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી સહિતની મહત્વપૂર્ણ માહિતી માટે આપેલું સત્તાવાર નોટિફિકેશન વાંચવું.
કેવી રીતે અરજી કરવી
- સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx પર ક્લિક કરો.
- ધી અર્બન હેલ્થ સોસાયટી અમદાવાદ ભરતી 2024 શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
- ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
- ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ભવિષ્યના ઉપયોગ માટે એપ્લિકેશનની પ્રિન્ટઆઉટ લો.
અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ લેખમાં આપેલા સત્તાવાર નોટિફિકેશનને ઝીંણવટ પૂર્વક વાંચવું અને ત્યારબાદ જ અરજી કરવી જેથી કરીને કોઈપણ પ્રકારની ભૂલ અને ગેરસમજ ઉભી ન થાય.