Today History 1 December: આજે 1 ડિસેમ્બર છે. આજની તારીખના ઇતિહાસની વાત કરીયે તો આજે વિશ્વ એઇડ્સ દિવસ છે. આ ખતરનાક જીવલેણ ચેપી બીમારી વિશે લોકોમાં જાગતિ લાવવા અને ખોટી માન્યતાઓને દૂર કરવા વર્ષ 1988થી દર વર્ષે વિશ્વ એઇડ્સ દિવસ ઉજવાય છે. આજે નાગાલેન્ડ સ્થાપના દિન છે. વર્ષ 1963માં નાગાલેન્ડ ભારતનું 16મું રાજ્ય બન્યું હતુ. આજે બોર્ડ સિક્યોરિટી ફોર્સ એટલે કે સીમા સુરક્ષા દળ (બીએસએફ) સ્થાપના દિન છે. જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ વિશે
1 ડિસેમ્બરની મહત્વપૂર્ણ ઘટનાઓ
- 1640 – સ્પેનથી 60 વર્ષની ગુલામી પછી પોર્ટુગલને આઝાદી મળી.
- 1933 – કોલકાતા અને ઢાકા વચ્ચે હવાઈ સેવા શરૂ થઈ.
- 1959 – 12 દેશોએ એન્ટાર્કટિકાના શાંતિપૂર્ણ વૈજ્ઞાનિક ઉપયોગ માટે સંધિ પર હસ્તાક્ષર કર્યા. પૃથ્વીનો પ્રથમ રંગીન ફોટો બાહ્ય અવકાશમાંથી લેવામાં આવ્યો હતો.
- 1963 – નાગાલેન્ડ ભારતનું 16મું રાજ્ય બન્યું.
- 1965 – બીએસએફ સ્થાપના દિન. બોર્ડર સિક્યુરિટી ફોર્સ, જે દેશના મુખ્ય સૈન્ય દળ પૈકીનું એક છે. બીએસએફની સ્થાપના 1 ડિસેમ્બર, 1965ના રોજ મુખ્યત્વે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની આંતરરાષ્ટ્રીય સરહદોને સુરક્ષિત કરવા માટે કરવામાં આવી હતી.
- 1974 – વર્જિનિયાના અપરવિલેમાં બોઇંગ 727 પ્લેન ક્રેશ થયું, 92 લોકો માર્યા ગયા.
- 1976 – અંગોલા સંયુક્ત રાષ્ટ્રનું સભ્ય બન્યું. બાંગ્લાદેશમાં જનરલ ઝિયાઉર રહેમાને પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા.
- 1987 – અફઘાનિસ્તાનના નવા બંધારણ હેઠળ ડૉ. નજીબુલ્લાહ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા.
- 1988 – પાકિસ્તાનમાં કટોકટીનો અંત આવ્યો અને રાષ્ટ્રપતિ ગુલામ ઇશાક ખાને બેનઝીર ભુટ્ટોને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા.
- બાંગ્લાદેશમાં ચક્રવાતને કારણે 596 લોકોના મોત થયા છે, પાંચ લાખ લોકો બેઘર બન્યા છે.
- 1991 – એઇડ્સ જાગૃતિ દિવસ શરૂ થયો.
- 1992 – દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપના.
- 1997 – ચેચન્યાને વિદેશી નાગરિકો માટે પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો.
- 2000 – યુએન સુરક્ષા પરિષદ તાલિબાન પર શસ્ત્ર પ્રતિબંધને સમર્થન આપે છે.
- 2001 – અફઘાનિસ્તાનનું કંદહાર એરપોર્ટ તાલિબાન વિરોધી બળવાખોરો દ્વારા કબજે કરવામાં આવ્યું.
- 2002 – ઓસ્ટ્રેલિયાએ સતત આઠમી વખત ઈંગ્લેન્ડ સામે એશિઝ ટેસ્ટ શ્રેણી જીતી.
- 2006 – નેપાળે નવા રાષ્ટ્રગીતને મંજૂરી આપી, જેમાં રાજાનો કોઈ ઉલ્લેખ નથી.
- 2007 – ચીનના સાન્યામાં યોજાયેલી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ચીનની ઇલાંગ જી લિનને મિસ વર્લ્ડનો તાજ પહેરાવવામાં આવ્યો હતો.
- 2008 – બિહાર વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર શિવચંદ્ર ઝાનું અવસાન. ભારતીય બિલિયર્ડ ખેલાડી પંકજ અડવાણીએ 75મું નેશનલ સિનિયર બિલિયર્ડ્સ અને સ્નૂકર ટાઇટલ જીત્યું.
આ પણ વાંચો | 30 નવેમ્બરનો ઇતિહાસ : સેન્ટ એન્ડ્રુ ડે કોની યાદમાં ઉજવાય છે? ભારતમાં ઢીંગલીનું સંગ્રહાલય ક્યા ખુલ્યુ હતું?
વિશ્વ એઇડ્સ દિવસ (World AIDS Day)
વિશ્વ એઇડ્સ દિવસ દર વર્ષે 1 ડિસેમ્બરે ઉજવાય છે. એઇડ્સ એક ખતરનાક રોગ છે, કારણ આ બીમારી મટાડવા હજી સુધી કોઇ દવા શોધાઇ નથી. સામાન્ય રીતે એઇડ્સના બેક્ટેરિયા અસુરક્ષિત સંભોગ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ જીવલેણ બીમારીના લક્ષણો બહુ લાંબા સમય પછી જોવા મળે છે અને તે મટાડવાની કોઇ દવા નથી. વિશ્વ એઇડ્સ દિવસની શરૂઆત 1 ડિસેમ્બર 1988 થી કરવામાં આવી છે. એચઆઇવી/એઇડ્સથી પીડિત લોકોને મદદ કરવા, એઇડ્સને રોકવા માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા અને એઇડ્સ સંબંધિત ખોટી માન્યતાઓને દૂર કરીને લોકોને શિક્ષિત કરવા માટે આ દિવસની ઉવજણી કરવામાં આવે છે.
એક પ્રાથમિક રિપોર્ટ અનુસાર વર્ષ 2022માં દુનિયાભરમાં 4.04 કરોડ લોકો એચઆઈવી એઇડ્સથી પીડિત હતા, જેમાથી 25 લાખ દર્દીઓ ભારતમાં છે. દુનિયામાં સૌથી વધુ એચઆઈવી એઇડ્સના દર્દીઓ આફ્રિકામાં છે.
આ પણ વાંચો | 29 નવેમ્બરનો ઇતિહાસ : આંતરરાષ્ટ્રીય ચિત્તા દિવસ, દુનિયાના કેટલા દેશોમાં ચિત્તા જોવા મળે છે?
1 ડિસેમ્બરની જન્મજયંતિ
- ભાવના કાંત (1992) – ભારતીય વાયુસેનાના પાઇલટ.
- શિવમણિ (સંગીતકાર) (1959) – ભારતના પ્રખ્યાત સંગીતકાર અને તાલવાદક છે.
- મેધા પાટકર (1954) – સામાજિક કાર્યકર.
- જગદીશ મુખી (1942) – ભાજપના રાજકારણી, મિઝોરમના પૂર્વ રાજ્યપાલ.
- હેમાનંદ બિસ્વાલ (1939) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
- ગુરુકુમાર બાલચંદ્ર પારુલકર (1931) – પ્રખ્યાત ભારતીય ડૉક્ટર.
- મેજર શૈતાન સિંહ (1924) – પરમવીર ચક્રથી સમ્માનિત ભારતીય સૈનિક.
- અનંતા સિંહ (1903) – ભારતના પ્રખ્યાત ક્રાંતિકારી હતા.
- જ્યોર્જી ઝુકોવ (1896) – સોવિયત સંઘના સંરક્ષણ પ્રધાન હતા.
- ભીમ સેન સાચર (1894) – ભારતના સ્વતંત્રતા સેનાની અને રાજકારણી હતા.
- રાજા મહેન્દ્ર પ્રતાપ (1886) – ભારતના દેશભક્ત, ક્રાંતિકારી, પત્રકાર અને સમાજ સુધારક.
- કાકા કાલેલકર (1885) – ભારતના પ્રખ્યાત ગાંધીવાદી સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણવિદ, પત્રકાર અને લેખક.
- જ્યોર્જ સિડની અરુન્ડેલ (1878) – ભારત માટે પોતાનું જીવન સમર્પિત કરનાર અંગ્રેજ.
- રફી-ઉદ-દરાજત (1699) – દસમો મુઘલ સમ્રાટ હતો.
આ પણ વાંચો | 28 નવેમ્બરનો ઇતિહાસ : બ્રહ્માંડના ક્યા ગ્રહનો રંગ લાલ છે? રેડ પ્લાનેટ ડે કેમ ઉજવાય છે?
1 ડિસેમ્બરની પૃણ્યતિથિ
- આદર્શ સેન આનંદ (2017) – ભારતના 29મા મુખ્ય ન્યાયાધીશ હતા.
- જિમ લોસ્કટૉફ (2015) – અમેરિકન બાસ્કેટબોલ ખેલાડી.
- એસ. કે. સિંહ (2009) – અરુણાચલ પ્રદેશ અને રાજસ્થાનના રાજ્યપાલ હતા.
- વિજયાલક્ષ્મી પંડિત (1990) – ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની બહેન અને મહિલા સ્વતંત્રતા સેનાની.
- દાદા ધર્માધિકારી (1985) – પ્રખ્યાત સ્વાતંત્ર્ય સેનાની, લેખક અને ગાંધીવાદી વિચારક.
- કે. હનુમંથૈયા (1980) – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
- સુચેતા કૃપાલાની (1974) – મહિલા ભારતીય સ્વતંત્રતા સેનાની અને રાજકારણી.
આ પણ વાંચો | 27 નવેમ્બરનો ઇતિહાસ : ગુરુનાનક જંયતિ; નેશનલ કેડેટ કોર્પ્સની સ્થાપના કેમ કરવામાં આવી? મધુશાલાાના લેખક કોણ છે?